Book Title: Khambatno Itihas Ane Chaitya Paripati
Author(s): Stambhatirth Jain Mandal
Publisher: Stambhatirth Jain Mandal

View full book text
Previous | Next

Page 21
________________ ૧ અને બદલામાં એડનથી તાંબુ, પારા, હીંગલેાક અને ગુલાબજળ; અરબસ્તાનથી સાડા; આફ્રિકાના પૂર્વ કાંઠાથી સેાનું, હાથીદાંત, મીણુ અને અમ્બર; મલબાર, સિ ંહલદ્દીપ અને પેગુથી સેાપારી, નાળીયેર, અને મરી; બંગાલથી ખાંડ અને મલમલ; જાવાથી જવાહીર અને કસ્તુરી; અને મલાકાથી તેજાને અને ચીનને માલ આવતા. ઈ. સ. ૧૫૭૩થી ૧૬૦૯ સુધીમાં અમદાવાદ, ખંભાત અને સુરત એ ત્રણ ગુજરાતનાં મોટાં અને તવંગર શહેર હતાં અને એ દરેક વારા ફરતી લુંટાયા પણ હતા. ઈ. સ. ૧૫૭૩માં હુસેન મીરઝાંએ ખંભાત લુંટયું હતું. એ વેળા ખંભાતથી અમદાવાદ કે ભરૂચ એકલ દોકલ જવું એ બીનસલામતીભર્યું હતું. સતરમા સકાના યુરોપીયન મુસાફા ખંભાત વિષે નીચે પ્રમાણે લખી ગયા છે. ૧૫૯૮. ખંભાતના વેપાર એટલા બધા છે કે જો તે મે જાતે ન જોયા હેાત તા હું તે માનત પણ નહિ. ( સીઝર ફ્રેડ્રિક. ) ૧૬૨૩ એ શહેર ધણીજ વસ્તીવાળું અને ઘણાં મોટાં પરાંવાળું છે અને ઘણાં વહાણો ત્યાં એકઠાં થાય છે. ( ડિલાવેલી. ) ૧૬૩૮ સુરત સાથે સરખામણી થાય નહિ, એટલું બધું મોટું ખંભાત છે. (મેન્યુલસ્યા, ) ૧૬૬૩-૭૧ સુરત કરતાં બમણું મોટું ખભાત શહેર છે. ( એલ્ડીઅસ. ) અખાતનાં મથાળાના ભાગ પૂરાઈ જવાથી ખભાતનું ત્રેપારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyamBhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96