________________
૪૮
પોતાના માતાપિતાના આત્માના શ્રેયાર્થે કરાવેલી શ્રી શાંતિનાથન પંચતીર્થની પ્રતિષ્ઠા કરાવી.” તે શ્રી આદિશ્વરજીના દહેરામાં છે. ઉભય પ્રતિષ્ઠા શ્રી સોમસુંદરસૂરિના વરદ હસ્તે થયેલી છે.
નં. ર૯ વાળા દહેરામાં શાંતિનાથ તથા તેમના જોડા જોડ મૂળનાયક છે. દેખરેખ શકરાભાઈ હકમચંદ રાખે છે જે સામેની દાદાસાહેબની પોળમાં રહે છે. પૂર્વે આનો વહીવટ વહેરા કુટુંબ હસ્તક હતો, પણ એ કુટુંબ નરમ સ્થિતિમાં આવી જવાથી તેમની દેખરેખ નરમ પડી. આગળ જતાં ૩૦, ૩૧, ૩૨ નંબરવાળા ત્રણ દહેરાં સાથે આવે છે. નં ૩૦ વાળા શ્રી શાંતિનાથના દહેરાનો વહીવટ શા. હીરાભાઈ પોપટલાલ કરે છે. જે બળપીપળે રહે છે. નં. ૩૧ વાળા વચમાં આવેલા શ્રી મલ્લીનાથજીના ચહેરામાં એક દક્ષિણાવર્ત શંખ છે, તેનો વહીવટ મુળચંદ હીરાચંદ હસ્તક છે જે બેબી ચકલે રહે છે. બાજુના ચંદ્રપ્રભુ સ્ફટિક રત્નના એની દેખરેખ પાનાચંદ નગીનદાસ રાખે છે, જે ત્યાં જ રહે છે.
શાંતિનાથના દહેરા સંબંધે નીચે પ્રમાણે નેંધ મળી આવે છે. શ્રી વિજ્યસેનસૂરિ ૬૮ વર્ષનું આયુષ્ય ભોગવી સં. ૧૯૭૨ ના જેઠ વદ ૧૧ ના દિવસે ખંભાતની પાસેના અકબરપુરમાં સ્વર્ગવાસી થયા હતા. બાદશાહ જહાંગીરે તેમના સ્તૂપને માટે દશ વિધા જમીન મત આપી હતી, અને ગામે ત્રણ દિવસ સુધી પાખી પાળી હતી. એ પરામાં કવિ રૂાભદાસકૃત ચૈત્યપરિપાટી અનુસાર ત્રણ દેરાસર હતાં. ૧ વાસુપૂજ્યનું ૭ બિબેવાળુ ૨ શાન્તિનાથનું ૨૧ બિબેવાળુ ૩ આદિશ્વરનું ૨૦ પ્રતિમાઓવાળું. કાળપ્રભાવે હાલ એક પણ નથી. સોમજી શાહે કરાવેલ સૂપ પણ નથી, પરંતુ ખંભાતના ભોંયરાપાડામાં શાન્તિનાથનું મંદિર છે તેના મૂળ ગભારામાં ડાબા હાથ તરફ પાદુકાવાળો એક પત્થર છે તેના ઉપરના લેખ ઉપરથી માલમ પડે છે કે આ પાદુકા તેજ છે કે જે સમજીશાહે વિજયસેનસૂરિના રૂપ ઉપર સ્થાપના કરી હતી, કાળના પ્રભાવે અકબર-con