Book Title: Khambatno Itihas Ane Chaitya Paripati
Author(s): Stambhatirth Jain Mandal
Publisher: Stambhatirth Jain Mandal

View full book text
Previous | Next

Page 67
________________ લાગે છે. દહેરા તરફ જવાના બે માર્ગ છે. એક ધારી પણ જરા ફેરાવાવાલે, બીજે રહે છતાં આંટીઘૂંટી વાળે. ઉભયનું સંધાન થાય છે ત્યાં પરાંનાં મકાનો તેમજ છાપરાં દષ્ટિગોચર થાય છે, થિડે દૂર જતાં પિળ આવે છે તેમાં પ્રવેશ કરી, જરા ચઢાણવાળે માર્ગ કાપતાં ગુરૂમંદિરની ધ્વજા તેમજ કમ્પાઉન્ડનો દરવાજો દેખાય છે. વિશાળ ચગાનના એક ભાગ ઉપર થોડા સમય પૂર્વેજ જેની જીર્ણતા ગાંધી ભીખાભાઈ કસ્તુરચંદના પ્રયાસના પરિણામે નષ્ટ થઈ છે અર્થાત જેનો જીર્ણોદ્ધાર થયો છે એવા સીધી લાઈનમાં આવેલા શ્રીચિંતામણિ પાર્શ્વનાથ અને શ્રી સીમંઘરસ્વામીના વિશાળ દેવાલયો આવેલા છે. તેને વિષે નીચે પ્રમાણે નેંધ મળી આવે છે – - “શ્રીમલ્સ, કીકા અને વાઘાએ શકરપુરમાં દેરાસર અને પૌષધશાળાઓ બનાવી હતી. એ બે દેરાસરે પૈકી એકમાં ચિંતામણિ પાર્શ્વનાથ અને બીજામાં સીમંધર સ્વામી મૂળનાયક તરિકે બિરાજે છે. બંને દહેરામાં જાણવા જેવો કોઈ લેખ નથી; પણ આચાર્યોની પાદુકાઓ ઉપર છુટા છવાયા લે છે જે લગભગ અઢારમી શતાબ્દિના છે.” - સીમંધર સ્વામીના દહેરાની બાજુમાં પૂર્વમુખે થેડી ઉંચાઈ વાળું, શ્રી વિજ્યનેમિસુરિસ્થાપિત એક ગુરૂમંદિર છે, જેમાં મળે શ્રી ગૌતમ ભગવાનની સાધુવેશની મૂર્તિ છે, અને આજુબાજુમાં પ્રસિદ્ધ પૂર્વાચાર્યોની તેવીજ મૂર્તિઓ છે અને બીજી તેવી મૂર્તિઓ બિરાજમાન થવાની છે. શ્રી ચિંતામણિ પ્રાર્થનાથના દહેરામાં એક ગુપ્ત ભેંયરું છે. દાખલ થતાં ડાબા હાથે દિવાલ પરના એક તાકામાંથી અંદર ઉતરાય છે. તેમાં ત્રણ વાંક છે. છેલ્લી જગામાં પવાસનની ગોઠવણ છે. રચના જોતાં સહેજે કારીગરની બુદ્ધિ માટે માન ઉપજે છે અને અગમ બુદ્ધિ વાપરનાર વાણિકનાં બુદ્ધિચાતુર્યની પ્રતીતિ Shree SudarmaSwami'yanbhandar-Umara, Surat shથાય છે. દહેરા સામેજ ઉપાશ્રય તેમજ અકેક બબ્બે ઓરડીવાળી www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96