Book Title: Khambatno Itihas Ane Chaitya Paripati
Author(s): Stambhatirth Jain Mandal
Publisher: Stambhatirth Jain Mandal

View full book text
Previous | Next

Page 66
________________ કવિ આબેઝિકમાં પદ્મવધિ શ્રીમ આપો. એ માટે બહારગામથી પણ ધન લવાયું છે છતાં તનની મહેનતને આંક ઓછો નજ મૂકી શકાય. એમાં વચલા માળે શ્રી ચિંતામણિપાર્શ્વજીની પ્રશાંત મુદ્રા ધરતી મધ્યમ કદની કત મૂર્તિ વિરાજે છે. ભોંયતળીએ પાછલા ભાગમાં નીલવણ શ્રી અરિષ્ટનેમિની આબેહૂબ ભાવસૂચક ને ચમત્કારિક મતિ વચમાં બિરાજમાન છે. બહારના ચોકમાં પશ્ચિમ ખૂણું પર, ખંભાતમાંજ કાલધર્મને પામેલા એવા શ્રી ન્યાયાંનિધિ શ્રીમદ્દ વિજયાનંદસૂરિના શિષ્યવર ઉપાધ્યાયજી મહારાજ વીરવિજ્યજીની મૂર્તિવાળી દહેરી છે. ઉત્તર છેડે એક દરવાજે ને મૂખ્ય દરવાજે ભાટવાડા તરફ પૂર્વ બાજુએ છે. એ દ્વારની ડાબી બાજુએ બાગ કરી હંમેશ પુષ્પો મળે તેવી યોજના કરાયેલી; પણ પરસ્પરની સ્પર્ધાએ આજે તે જગા વેરાન સમ દિસે છે. જમણી બાજુ નહાવાની જગા છે જેને વ્યવસ્થિત બનાવવાની અગત્ય છે. શિખરની ઘંટડીના અવાજ પ્રેક્ષકના અંતરમાં અને ભાવ પૂરે છે. વ્યવસ્થા જેન શાળાની કમિટિ હસ્તક છે. શહેરની ચૈત્ય પરિપાટી જીરાલાપાડે આવ્યા પછી પૂરી થાય છે. છતાં પરાંમાં અગર નજીક આવેલાં સ્થાને માંના દેવાલયો વિષે શેડો માર્ગનિર્દેશ જરૂરી છે. સ્ટેશનથી આવતાં શેપર્ડ મારકીટ (શાક મારકીટ) આગળ જે ગવારા દરવાજા નામે નગરનું મુખદ્વાર છે ત્યાંથી નિકળી જમણું હાથે વળી થોડોક માર્ગ કાપતાં મેચીવાડ શરૂ થાય છે. ડાબા હાથ પર આવતાં ખાંચામાં જીવાતના ઓરડા તરિકે ઓળખાતા સ્થાનમાં એક ભાગ પર નાની દહેરી છે જેમાં જગદ્દગુરૂ શ્રી વિજ્યહીરસૂરિની ચરણપાદુકા તદન જીર્ણ અવસ્થામાં છે. ત્યાંથી આગળ વધતાં રેલવે લાઈનને પૂલ બાંધેલું છે તેની તળે થઈ કેટલોક રસ્તો કાપતાં શકરપુર તરિકે ખ્યાતિ ધરાવતાં પરાની સીમા આવી Shree Sudharmaswami Cyanbhandar-Umara, Sur www.umáragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96