________________
૬૯
ચાપાટીને યાદ કરાવે તેવા કરવા હરવાને લાંખે પટ પથરાયેલા છે. સધ્યાકાળે અહીનું આખુંયે દ્રશ્ય માહક લાગે છે. દરીયાની ઠંડી હેરા અનુભવવી હોયતા જરૂર એકવાર અહીં જવું. માટુ' દેરાસર.
ભાટવાડાના રસ્તાપર આવેલું છે. પાંચશિખરવાળું, અને અતિ ઉંચા પથ્થરનું તથા આરસનું બનાવેલું આ મનહર દેવાલય છે. જૈન, જૈનેતર કાઇપણ વ્યકિતને શાંતિદાયક સ્થાન છે. એ મરહુમ શેઠ. પોપટભાઇ અમરચંદની કાર્યદક્ષતાનું એક મૂર્તિમંત સ્વરૂપ છે. નારેશ્વરનુ તલાવ.
તથા તેની નજીકમાં પાણી માટેનુ વોટર વર્કસ' અને ત્યાંથી થાડે દૂર ધંધારીઆના યાત્રાધામ તરિકે ખ્યાતિ પામેલુ બાલેશાનું ધામ છે. પાછળના માર્ગે થઈ, તેજાગામે જવાય છે. તળાવની આજુબાજુ સરકારી મકાનેાવાળા બાગે આવ્યા છે. આ સિવાય વાવા-કુવા–વ. કેટલુક જોવા લાયક છે. બજારમાંનુ ત્રણ દરવાજા પરંતુ ટાવરઃ
,
ત્યાં આગળ થઇ સીધાં જતાં ખંભાતના ભાર દરવાજામાંના એક મકકાઇ દરવાજો આવે છે, ત્યાંથી બહાર નિકળી દરિયાપર જતાં, સામે દૂર ગરવ કરતા મહાસાગર અને પીઠે દશા પામ્યા છતાં ત્રાંબાવટીનેા ગઢ પુરાતન કાળની સ્મૃતિને તાજી કરે છે. પશ્ચિમ દિશામાં ‘ રાહદારી ' તરિકે ઓળખાતું વેપારનુ જખરૂં સ્થાનક છે. વહાણમાગે આવતા માલના મોટા જથ્થા તેમજ રેલ રસ્તે આવતા માલ પણ ઘણે ભાગે પ્રથમ અહીંજ ઉતરે છે. અહીં નજર કરનારને દિવસના, સારા ધંધા ચાલતા માલમ પડે, સધ્યાકાળે એ બધુ શાંત થઈ જાય છે અને સાગરની ઠંડી લ્હેરાથી આનદને ઉમેરા થાય છે. હવાખાવાના સ્થાન તરિકે, બાંકની ગાય઼વણુ અને દીપકાની શ્રેણિને ગણત્રીમાં ન લઇએ તે આ સ્થાન મુંબાઇની
ચેાપાટીને વિસરાવી દે તેવું છે.
Shree Sugnarmaswami Gyanbhardar-Umara, Surat
www.umaragyanbhandar.com