Book Title: Khambatno Itihas Ane Chaitya Paripati
Author(s): Stambhatirth Jain Mandal
Publisher: Stambhatirth Jain Mandal

View full book text
Previous | Next

Page 60
________________ ૫૦ સહજ ખ્યાલ આવે તેમ છે કે એક કાળે તે કેવા જબરદસ્ત હશે. સાંભળ્યા મુજબ, અગાઉ ત્યાં સુમતિરત્ન સાધુ આવેલા કે જેમને કેટલાક ચમત્કારા કરી બતાવેલા; કે જેથી ખુદ ઘરડા નવાબ સાહેઅને પણ અજાયબી ઉપજી હતી. પાળમાંથી બહાર નીકળતાં સામે દાદા સાહેબની ખડકી તરીકે ઓળખાતી પાળમાં આવેલ ધર્મશાળામાં દાદાસાહેબ નદત્તસૂરિનાં પગલાં છે અને ડાખે હાથે આગળ વધતાં જમણા હાથે સ્ત્રીઓ માટેનું સરકારી દવાખાનું તેમજ બજારના ધારી માર્ગ અને અંગ્રેજી હાઇસ્કૂલ આવે છે. ડાબા હાથ પર ત્રણ દરવાજાવાળું સુશોભિત ટાવર–ડિઆળ છે. સીધા ગીમટી નામક લતામાં ઠેઠ ખૂણામાં જતાં નં. ૩૪ વાળુ શ્રી મહાવીરપ્રભુનુ દહેરૂ આવે છે. આ દહેરૂં કાચવાળુ દહેરૂ કહેવાય છે કેમકે સર્વત્ર કાચ જડી દીધેલા છે. આજી ખાજી બ્રુટ પણ સારી છે, બહાર કરતાં અંદરની શેઊભા વધી જાય છે. એકાંત ભાગ પર હાવાથી નિવૃત્તિ પણ ઠીક અનુભવાય છે. વહીવટ કર્તા રા. મેાતીલાલ કાળદે ઉત્સાહથી પ્રેરાઇ મહેનત લઈ સુધારણા પણ ઠીક કરી છે. દર્શન કરી પાહા ફરી થેાડુંક આવતાં ડાબા હાથે એક ગલીના મા આવે છે; ત્યાં થઈ આગળ જતાં શેઠ માણેકચંદ હરખચંદ વાળાનાં મેટાં મકાનેા આવે છે. એક કાળે એમના ડંકા ખંભાતમાં વાગતા હતા. સદ્ગત શેડ દીપચંદ પુલચંદે પાલીતાણાનેા અને તેમના ભાઇ દલસુખભાઇએ કાવી ગાંધારને સધ પણ ક્વાડેલા. પણ જ્ઞાતિલહે અને કાળના કરાળ પજાએ પૂર્વની સ્થિતિમાથી આજે આંખ ભીની કરે તેવું પરિવર્તન કરી દીધું છે. ખંભાતના વીશમી સદીને જૈન સતાન શેઠ અમરચંદ પ્રેમચંદ, શેડ પાપટભાઇ અમરચંદ, શેઠ દીપચંદ પુલચંદ અને શેઠે આંબાલાલ પાનાચંદના નામેા નિહ ભૂલી શકે. ભિન્ન ભિન્ન માગે દરેકનું કાર્ય યશસ્વી છે અને તેથી તેમના સ્થાન આજે ખાલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96