________________
પુરની સ્થિતિ પડી ભાંગવાથી આ પાદુકાવાળો પત્થર અહિં લાવવામાં આવ્યો હશે. આ લેખ ઉપરથી નીચેની હકીકત મળે છે. “વિ. સં. ૧૬૭રના માહ સુદી ૧૭ ને રવિવારના દિવસે સમજીએ પિતાની બેન ધર્માઈ, સ્ત્રીઓ સહજલદે અને વયજલદે તથા પુત્રો સૂરજ અને રામજી વિગેરે કુટુંબની સાથે પોતાના કલ્યાણને માટે વિજયસેનસૂરિના શિષ્ય વિજયદેવસૂરિ પાસે વિજયસેનસૂરિની આ પાદુકાની સ્થાપના કરાવી હતી.” સોમજી ખંભાતના રહેવાસી વૃદ્ધશાખીય ઓસવાળ જ્ઞાતીય શા જગશીના પુત્ર થતા હતા તેની માતાનું નામ તેજળદે હતું, કાકાનું નામ શ્રીમલ હતું અને કાકીનું નામ મેહદે હતું. વિજયસેનસૂરિસઝાયમાં પણ આ સ્તૂપ સંબંધી ઉલ્લેખ છે.
સત્યકથન ગુણ પર ખંભાતના સોની ભીમનું દ્રષ્ટાંત જૈન કથા સાહિત્યમાં નજરે પડે છે, જેમાં એ સત્યવાદી ભીમે પિતાના છુટકારાની જરાપણ દરકાર ન રાખતાં પિતાના પુત્રોએ પોતાને છેડાવવા સારૂ મેકલાવેલા ખોટા સીક્કાઓ જેની પરીક્ષા ચોરો પિતાની પાસે કરાવવા આવ્યા હતા તેમને તેણે સત્ય કહી દીધું કે સીકકાઓ ખોટા છે. આ રીતે સત્ય વદવામાં છોકરાઓની શરમ ન રાખી, તેમ પિતાને છુટકારે વેગળો જશે તેની ભીતિ પણ ન રાખી. ચોરોએ આ ગુણ જોઈ તેને માટે માન ઉપર્યું તેથી તેને છુટો કરી મલ્લીનાથના દેવાલય સમીપ મુકી ગયા વિગેરે જે વર્ણન છે તે નં. ૩૧ વાળા દહેરાને લગતું હોવા સંભવ છે.
એજ માર્ગે આગળ જતાં ખૂણામાં નં. ૩૩ વાળું નવખંડાપાર્શ્વનાથનું દહેરું છે, સુઘડતા પ્રશંસનીય છે, બિંબ મનહર છે, વ્યવસ્થા લાખાભાઈ અમીચંદ હસ્તક છે. ત્યાંથી પાછા ફરી પિોળના નાકે, આવતાં ડાબા હાથે જીણું ઉપાશ્રયના ખંડેર નજરે પડે છે. પૂર્વે એમાં જ્ઞાનભંડાર હતો, જે હાલ બાજુના નાના ઉપાશ્રયમાં રાખવામાં આવ્યો છે. આ ઉપાશ્રયના થાંભલાઓ ને ભારવટ જોતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com