Book Title: Khambatno Itihas Ane Chaitya Paripati
Author(s): Stambhatirth Jain Mandal
Publisher: Stambhatirth Jain Mandal

View full book text
Previous | Next

Page 57
________________ કવિવર રૂષભદાસના વંશ સાથે સબંધ હોય તેમ બનવા જોગ છે. હાલ આ મંદિરની વ્યવસ્થા જૈનશાળા કમિટિ હસ્તક છે. આદિવરજીની અદભૂતભૂતિ ભાવુકોને અનેરી શાંતિ અર્પે છે. ત્યાંથી ખાંચાના ઉંડાણમાં જતાં નં. ૨૪૨૫ વાળા શાંતિનાથ તથા વાસુપૂજ્યજીના દેરાસરે જેડા જડ આવે છે. નં. ૨૪ ની દેખરેખ નજીકમાં વસતા પટવા જીવાભાઈ મુળચંદ રાખે છે જ્યારે ૨૫ ની લાડવાડામાં રહેતા ગુલાબચંદ ઓશવાળ રાખે છે. પાછા ફરી ભોંયરાના દહેરા સામે આવેલા શ્રી ચિંતામણિ પ્રાશ્વનાથના કમ્પાઉન્ડવાળા દહેરામાં જવું. આમાં ભોંયરું છે. વહીવટ જેચંદ દીપચંદના પુત્ર હસ્તક છે જે નજીકમાં જ રહે છે. દર્શન કરી બહાર નિકળતાં ડાબા હાથે આગળ જતાં એક વંડા જેવા મકાનમાં. નં. ર૭૨૮ નંબરવાળા ધર્મનાથ તથા મહાવીરસ્વામીના દેવાલયમાં જવું. નં. ર૭ ની દેખરેખ કેશવલાલ મુળચંદ તથા નં. ૨૮ ની મનસુખભાઈ શકળચંદ રાખે છે જેઓ નજીકમાં વસે છે. આ રીતે પાના પુસ્તકમાં જેના વર્ણન અંકિત થયા છે એવો માણેકચોક નામક લત પૂર્ણ થાય છે. દિન પ્રતિદિન વસ્તીમાં ન્યૂનતા થતી જાય છે એટલે ખંડીયેર દશાનો ભાસ થાય છે. નાકા આગળના ભાગમાં જેની વસ્તી વધુ છે. એક બાજુ સરકારી કન્યાશાળા છે, બીજી બાજુ પાંજરાપોળની નાનકડી ઓફિસ છે. મૂંગા ઢેરે માટે દાન કરવાની ઈચ્છાવાળા ત્યાં આપી શકે છે. માણેકચોકથી બહાર નિકળી ડાબા હાથે આગળ જતાં જોયરાપાડે આવે છે. ત્યાં પહોંચતાં પૂર્વે માણેકચોક સબંધમાં નીચેના ઉલ્લેખ પર દ્રષ્ટિ ફેરવી જઈએ. “સં. ૧૪૮૮ વર્ષે જેઠ વદ. ૪ ઉપદેશ (ઓસવાળ) જાતિના શાહ. શામળના પુત્ર સિંધાકે પોતાના કુટુંબ સાથે કરાવેલ શ્રી કુંથુનાથના બિંબની પ્રતિષ્ઠા કરાવી.” તે બિંબ હાલ માણેકચોકમાં શાંતિનાથના દહેરામાં છે. “સં. ૧૪૮૮ વર્ષે ફાગણ સુ. ૮ શ્રીમાળી જ્ઞાતિના શ્રેષ્ટિ ગેધાની ભાર્યા ગંગાદેના - કાકા, નાથા ભાર્યા નાગદેના સુત નાઈયાક અને મહં... અભયસીહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96