Book Title: Khambatno Itihas Ane Chaitya Paripati
Author(s): Stambhatirth Jain Mandal
Publisher: Stambhatirth Jain Mandal

View full book text
Previous | Next

Page 30
________________ ૨૦ સાની તેજપાળ ખંભાતના રહેવાસી હતા. તે મહાન ઉદાર તેમજ ધનાઢય હતા; વિ. સ. ૧૯૪૬ માં સૂરિજી પાસે તેણે શ્રી અનંતનાથની પ્રતિષ્ઠા પચીસ હજાર રૂપીઆ ખરચીને કરાવી; શ્રી સામવિજ્યજીને ઉપાધ્યાય પછી પણ તેજ પ્રસગે અપાઇ હતી. આ ઉપરાન્ત માણેકચોકમાં એક મહાન જિનપ્રસાદ શ્રી વિજ્ય ચિંતામણુ પાર્શ્વનાથના બંધાવ્યા. આ પ્રસંગે સૂરિજીએ શા॰ રામજી, જશુ ઠકકર, ગાંધી અરજી અને મૂળા શેઠનાં તૈયાર થયેલાં જિનાલયેાની પ્રતિષ્ઠા કરી. ગાંધી ખાદુક વડનગરનાવાસી ગાંધી દેપાળનાવ શમાં જન્મ્યા. અને વેપારાથે ખંભાતમાં વસ્યા હતા, જ્યાં તેમની ઉન્નતિ થઇ હતી. એ બાહુકના પુત્ર અરજીએ કાવી (ખંભાતના સામે કાંઠે) માં એ જિનભુવન બંધાવ્યાં. આજ પ્રમાણે શ્રીમલ્લ, કીકા અને વાધાએ શક્કરપુર (ખંભાતથી એ માઇલ દૂરનું પરૂં )માં દેરાસર અને પૌષધશાળા ખનાવી. ઠક્કર લાહીયાએ અકબરપુરમાં (ખંભાતનું એક પ) દેરાસર અને ઉપાશ્રય બધાવ્યા હતા. બાદશાહ અકબરના સમયમાં ગાંધરપુર (ગંધાર)ના વતની જશીયા નામના ગૃહસ્થને વજીયા અને રાજ્યા નામે પુત્રા હતા; તે ખંભાત આવી વસ્યા હતા અને વેપારમાં અઢળક ધન કમાયા હતા. બાદશાહના દરબારમાં અને દરીયાઇ સત્તાધારી ગાવાના પાટુગીઝ ગવર્નર આગળ તેમની લાગવગ ધણી હતી. શ્રી વિજ્યહીરસૂરિ રાસમાં રાજીયા વયાના કહેવાથી ગાવાના પોર્ટુગીઝ અમલદારે ત્રણ ચાર વખત કેટલાક ગુન્હેગારાને મુકત કર્યાના ઉલ્લેખ છે. સ. ૧૬૬૧ માં જે મહાન દુકાળ પડયા હતા તેમાં આ દાનવીરાએ ચાર હજાર મણ અનાજ ગરીમાને વ્હેચી એકજ વર્ષમાં ત્રેવીસ લાખ રૂપીઆ વાપર્યોના ઉલ્લેખ છે શ્રી વિજ્યહીરસૂરિ એકવાર ખંભાત વાર તેમને પૂર્વાવસ્થાના અધ્યાપક આવી Shree Sudharmaswami Gyanphandar-Umara, Surat હતા તે સમયે એક ચઢયા. સરિજી સાધુ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96