________________
ભૂતકાળ પર ભીની આંખ.
સ્થંભણુપુરને આજ સુધીને ઈતિહાસ જોઈ ગયા; એ ઉપરાંત અન્ય ગૌરવભરી આખ્યાયિકા એના સબંધમાં પ્રચલિત છે જ્યારે ઘણુકત કાળના ઉદરમાં સ્વાહા થઈ ગઈ છે. પણ આજે તો એ સર્વ પર દુઃખના અશ્રુ ટપકાવાના રહ્યા છે. નથી તે આજે એ ગૌરવવંતું નગર અને નથી તે આજે તે કાળને ધિક વ્યાપાર ધધે. સમયે એમાં કેટલુંયે પરિવર્તન કરી નાંખ્યું છે. તેનું અવશેષ રહેલું ગૌરવ “ખંભાત’ નામ સાથે જોડાયેલા અને ભગ્નાવશેષ તરિકે પૂર્વકાળની જાહેરજલાલીની સાક્ષી પુરતા કેટલાક સ્થળોઠારા માનવલિખિત ઇતિહાસના પૃષ્ઠ પર અહીં તહીં વિખરાયેલું પડયું છે. અત્યારના માપે માપનારને કદાચ ઉક્ત વર્ણનમાં અતિશયોક્તિને ભાસ થાય તે એ અસ્થાને ન ગણાય. છતાં નિરીક્ષક એટલું ધ્યાનમાં રાખે કે કાળરાક્ષસના કરાળ પંજામાં મહાન રેમન સામ્રાજ્ય જેવું પણ બચવા નથી પામ્યું, અરે મગધ સરખું ભારતનું નાક કે અડતાળીશ ગાઉના વિસ્તારવાળું રાજગ્રહ નગર સરખું પણ હતું ન હતું થઈ ગયું ત્યાં સ્થંભણપુરની શી વાત!
પૂર્વજોની કીર્તિ પર રાચવા માગવાને આ યુગ નથી એટલે ખંભાતનો પ્રત્યેક પુત્ર પૂર્વકાળની રેશની પુનઃ પ્રકટાવવા પુનઃ એકવાર ઉદયના શિખરે એ પુન્ય પવિત્ર ભૂમિને મૂકવા યત્નવંત બને એ હેતુથી પ્રસ્તુત પ્રયત્ન સેવાયો છે.
છેલ્લા સૈકાનું ખંભાત.
(જૈનવેતાંબર ડીરેકટરી (ગુજરાત) ભા. ૨. સં. ૧૯૬૫.) ખંભાતની ઉત્તર-પૂર્વે ખેડા જીલ્લો, દક્ષિણે મહી નદી, અને ખંભાતને અખાત અને પશ્ચિમે સાબરમતી નદી અને અમદાવાદ જીલ્લો છે. રાજધાની ખંભાત મહી નદીના મુખ આગળ છે.
mi Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com