Book Title: Khambatno Itihas Ane Chaitya Paripati
Author(s): Stambhatirth Jain Mandal
Publisher: Stambhatirth Jain Mandal

View full book text
Previous | Next

Page 46
________________ ચૈત્યપરિપાટીને કમ અનુક્રમ નંબર ચેકસીની પોળથી શરૂ થતું હોવાથી યાત્રા કરવી પણ ત્યાંથી ઠીક પડે તેમ છે. પ્રથમ વિમળનાથનું દેરાસર જુહારી ચોકસીની પિળમાં આગળ વધવું. આ દહેરું શિખરબંધ છે. પહેલાં તેમાં ચૌમુખજી હતા પણ પાણી છલ્લો પાયો પુરી પુનઃ નવિન દેવાલય તૈયાર કરાવ્યું તે વેળાએ તેમાં ફેરફાર થયે; અને અત્યારની વ્યવસ્થા નિર્માઈ. પૂર્ણ રીતે કામ પૂરું થયું નથી. ઘણી પ્રતીમાઓ સંપ્રતિ રાજાના વખતની છે. કેટલીક બહાર ગામ અપાઈ પણ છે. વ્યવસ્થાપક શા. સકળચંદ ભુરાભાઈ છે કે જેઓ દહેરા સામેની ખડકીમાં રહે છે. ત્યાંથી “વાવ’ નામા ખડકીના બે દહેરાંનાં ખંડેરો જોઈ આગળ વધતાં ચિંતામણિ પાર્શ્વનાથનું દહેરે આવે છે તે પણ પથ્થરથી બંધાતું હોવાથી કામ ચાલુ છે. માણેકલાલ મગનલાલ ગાંધી એને વહીવટ કરે છે. એ કુટુંબને અગાઉ કાળા કાપડનો વેપાર અરબસ્તાન સાથે સારે હતો; એની બાજુમાં મનમેહન પાર્શ્વનાથ નામે સ્વચ્છતાને આદર્શ પુરો પાડતું રહે છે. તેની સંભાળ પારેખકુટુંબી શા. ખીમચંદ ઝવેરચંદ રાખે છે જે અલીંગમાં રહે છે. સામેની પરબડી નજીક શ્રેયાંસનાથનું દેવાલય છે તેની વ્યવસ્થા શા. જીવાભાઈ મગનલાલ કરે છે જે એજ પોળમાં વસે છે. આખી પિળમાં શ્રાવકનીજ વસ્તી છે. પૂર્વે આ પિળનું મહત્વ વિશેષ હતું; સેના રૂપાના વેપારીઓ અને ચેકસીઓ માટે ભાગે વસતા હોવાથી ચોકસીની પિળ તરીકેનું ગુણનિષ્પન્ન નામ પડયું હતું, ભાયજીશા, પિચાશા, ખુબચંદ અનુપચંદ જેવા આગેવાનો આ લતામાંજ થયેલા. પિળ બહાર નીકળી જમણા હાથે વિજળીના થાંભલા સામે આવેલી મહાલક્ષ્મી માતાની પળમાં જવું. સામેજ શ્રી મહાવીર પ્રભુનું મનહર દહેરૂં નજરે પડે છે. ચરમ તીર્થપતિની મધ્યમ કદની આલ્હાદSજનક મુર્તિના દર્શન કરતાં મન આનંદ પામે છે. નીચેની બેઠકમાં

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96