________________
૪૩
પાનાચંદ હસ્તક છે. ગત વર્ષે પ્રતિષ્ઠા વેળા સુરત નિવાસી. શા છોટુભાઈ ભગવાનદાસે રૂ. ૧૦૫૦૧) ખચી એ મહિમાસંપન્ન બિંબને ગાદીનશન કર્યું હતું. એ સમયની શત્રુજ્ય તીર્થની રચના, આઠે દિવસનો મહોત્સવ, પ્રતિ દિને સ્વામીવાત્સલ્ય અને સારીયે જનતાનું દર્શનાર્થે આગમન તેમજ શ્રી ઉદયમૂરિનું શાન્તિપૂર્વક વિધિવિધાન સ્મૃતિપટમાંથી અશુભૂલાયલાજ રહેવાના.
આ નવિન પ્રાસાદ સામે નં. ૧૪ નું શ્રી સીમંધર ઇન (મહાવિદેહ વિહરમાન) નું રમણિય દેવાલય આવેલું છે. માળ ઉપર પપ્રભુજી બિરાજે છે. આ ઉપરાન્ત અંદર ગભારામાં, તાકામાં સ્ફટિક રજતના નાના બિંબો છે. વહીવટ જૈનશાળા કમિટિ હસ્તક છે. વિહરમાન જિનથી મુક્તિ મનોહર છે અને આરસની છત્રી શિલ્પકળાનો ઠીક ખ્યાલ આપે છે. ત્યાંથી નિકળી નાગરવાડામાં જવાના માર્ગે શ્રી સુખસાગર પાર્શ્વનાથજીનું કહેવું છે ત્યાં દર્શન કરવા. તેની દેખરેખ શા. મનસુખભાઈ લાલચંદ રાખે છે. ટેકરો ઉતરતાં જ શ્રી. વાસુપૂજ્યસ્વામીનો પ્રાસાદ દષ્ટિગોચર થાય છે. નાગરવાડાના મેટા લત્તામાં એ એકજ દહેરું હોવાથી એની ઉજળામણ ઉડીને આંખે વળગે તેવી છે. કમિટિની ગણત્રી મુજબ નં. ૧૬ આવે છે; ત્યાં પણ બહારના તાકામાં સ્ફટિક-રજાના નાના બિંબો છે. વળી દિવાલ પર નવ ગ્રહના ચિત્રો છે. ખડકીવાળાઓની દેખરેખ સંબંધી ગોઠવણ સારી છે અને જેનું અનુકરણ બીજા લતાવાળાઓએ કરવા જેવું છે. વહીવટ ઘીયા ઠાકરશી છોટાલાલ કરે છે. કેસર તેમજ વસ્ત્ર પરિધાન માટે અલગ ઓરડી છે. આ લત્તામાં દહેરા નજીક જૈનોની જ વસ્તી છે. બાજુમાં ગુલાબવિજયજીના ઉપાશ્રય તરિકે ઓળખાતા મોટા ઉપાશ્રયનું દ્વાર પડે છે. આ રીતે અહીંથી આગળ વધી પાણીની ચલી પાસે થઈ સંઘવીની પોળમાં પ્રવેશ કરવો.
Shree Sudan૧૭ નું વિમળનાથજીનું દહેરું આ ખાંચામાં છે. નાનકડું છતાં
at
www.umaragyanbhandar.com