Book Title: Khambatno Itihas Ane Chaitya Paripati
Author(s): Stambhatirth Jain Mandal
Publisher: Stambhatirth Jain Mandal

View full book text
Previous | Next

Page 52
________________ પરીક્ષા પૂરી થઈ. મધ્ય રાત્રે હાજર થઈ તે સૂરિ મહારાજને વિનયપૂર્વક કહેવા લાગી. “આપ બે ધડક ટીકાનું કામ કર્યા જાવ. કઈ રોગથી ન અકળાતા. આવતી કાલે સવારે સંઘ સહિત ખંભાત તફ વિહાર કરજે. માર્ગે શેઢી નદીના કિનારે ખાખરાના એક વૃક્ષ નીચે પૂર્વે નાગાર્જુને પાશ્વનાથની પ્રતિમા ભંડારી છે તેને પ્રગટ કરવામાં આપ નિમિત્તભૂત બનશે અને એ પ્રભાવિક પ્રતિમાના ન્યવણછટણથી આપનો વ્યાધિ દૂર થશે. પછી એ સંબંધી પૂર્વ ઈતિહાસ કહી દેવી અંતર્ધાન થયા. પ્રાત:કાળે સૂરિ સંઘ સમેત નિકલ્યા. નિર્દિષ્ટ સ્થાને પહોંચી ગાયની દુધધારાથી સ્થાનને પત્તે મેળવતાં, અને દેદીપ્યમાન મૂર્તિને જોતાંજ સુરિરાટની ભાવ લહરી કાવ્યા રૂપે ઉછળી રહી. યતિહણ સ્તોત્રના તેત્રીસમા કાલે બિંબ સ્વયમેવ પ્રગટ થઈ બહાર આવ્યું, સૌનું મન શાંત થયું. કાવ્યધારા અટકી પડી. એ છેલ્લું કાવ્ય ગેપવી લીધાનું કહેવાય છે. ત્યારથી જ એ પ્રભાવશાળી થંભણુ પાર્શ્વનાથ ખંભાત (તે કાળે ત્રંબાવટી) માં આવ્યા. ઉત્તમ પ્રાસાદમાં સ્થાપન થયા. ચમત્કાર ત્યાં નમસ્કાર એ પ્રકારે અરા વર્ણના પૂજાપાત્ર બન્યા. ત્રંબાવટી બદલાઈ થંભણ તીર્થ, થયું, જે જતા દિવસે થંભતીર્થ કે થંભણપુર–ખંભનયર કહેવાયું; એજ આજનું ખંભાત. મુર્તિ સાથે સંકલાયેલો આ ખંભાતને પ્રાચીન ઇતિહાસ. એ નિલમ બિંબને કિંમતી જાણી એક કારીગર ગુપ્ત રીતે લઈ ગયેલો, પણ બિચારાને આંખે અંધાપો આવ્યો હોય તેમ કઈ દિશા ન સુઝવાથી, પકડાઈ જતાં પાછું મુકી ગયે. તે પછીથી ભાવી કાળને ધ્યાનમાં લઈ એ મુતિને લેપ કરવામાં આવ્યો, જેથી તેજ કંઇક અંશે અવરાયું. એથી ચોરાઈ જવાની ભિતિ ન રહી. ખારવાડા મએ એ રમણિય પ્રાસાદ ભૂતકાલીન મહિમાની ધ્વજ ફરકાવતા, સારાયે ભારતની જન જનતાને આકર્ષતે, સૌ કોઈનું ધ્યાન ખેંચત, સમરાંગણના મહારથી સમે ઉમે છે. એ Shreવડે આજે ખંભાત ગૌરવવંતુ છે, એને વહીવટ શા. છગનલાલ

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96