________________
૩૯ પાર્શ્વનાથને દહેરામાં આવવું. આ પ્રતિમા સબંધમાં ઐતિહાસિક વૃતાંત નીચે મુજબ છે-કંસારીપુર, ખંભાતથી એક માઈલ પર આવેલું ગામ છે. અત્યારે ત્યાં જેનોની વસ્તી કે દહેવું નથી; પણ પહેલાં ત્યાં શ્રાવકોની વસ્તી તેમજ દેરાસરે હતા એમ પ્રમાણ મળે છે. કવિ રૂષભદાસે ખંભાતની ચૈત્યપરિપાટી બનાવી છે તેમાં નીચે પ્રમાણે લખાણ છે.
ભડિભંજણ જિન પૂજવા, કંસારીપુરમાંહિ જઈઈ, બાવીશ ખંબ તિહાં નમ, ભાવિક જીવ નીર્મળ થઈઈ; બીજઈ દેહરઈ જઈ નમું, સ્વામી રૂષભ નિણંદ, સતાવીસ બંબ પ્રણમતા, સુપુરૂષ મનિ આણંદ.
આ ઉપરથી કંસારીપુરના બે દહેરા તેમજ બિંબોની વાત સિદ્ધ થાય છે. વળી સં. ૧૬૨૯ ની સાલમાં સુધર્મગ૭ના વિનયદેવસૂરિ ખંભાત આવ્યા ત્યારે ત્યાં ત્રણ દિન રહ્યા હતા. તેમણે પાર્થ નાથના દર્શન કર્યાનું મનજરૂષિએ વિનયદેવસૂરિરાસમાં લખ્યું છે. આ જ પુરાવા સં. ૧૭૦૧ ની સાલમાં રચેલી અન્ય તીર્થમાળા માંથી પણ મળે છે. વિદ્યમાન કંસારી પાર્શ્વનાથનેજ પહેલાં “ભીડ ભંજન પાર્શ્વનાથ” કહેતા હશે; પણ કંસારીથી લાવી અત્રે પધરાવ્યા બાદ તેમનું નામ “કંસારી પાર્શ્વનાથ પડયું લેવું જોઈએ. આજે એ કંસારી શુદ્ધ દીવેલ માટે પ્રસિદ્ધ છે. નં. ૧૦/૧૧ વાળા બંને દહેરાનો વહીવટ શા. રાયા રતનચંદ વાળા વાડીલાલ છોટાલાલ કરે છે જે સામે જ રહે છે. નં. ૧૦ ની બાજુમાં શ્રી મુનિસુવ્રત સ્વામીનું નાનું દેહરું આવ્યું છે. તેની દેખરેખ શા. બુલાખીદાસ નાનચંદ રાખે છે જે બોળપીપળા નજીકની શેરીમાં રહે છે. ત્યાંથી પાછા ફરી, જ્ઞાનમંદિરના આલીશાન મકાન પાસે થઈ મેર પાર્શ્વનાથનું પુરાણું ખાલી મંદિર, તેની છતની કારીગરી અને ભયરૂં જઈ આગળ વધતાં જે શિખરબંધી, વિશાળ અને ભવ્ય દેવાલય નજરે પડે છે Shએજ શ્રી ખંભાત નગરના અધિષ્ઠાતા શ્રી સ્થભણ, પાર્શ્વનાથનું