Book Title: Khambatno Itihas Ane Chaitya Paripati
Author(s): Stambhatirth Jain Mandal
Publisher: Stambhatirth Jain Mandal

View full book text
Previous | Next

Page 48
________________ ભાર્યા ખેતળદેના પુત્ર જેશાંકે પોતાની ભાર્યા યમ અને પુત્રી રાજુ તથા તેના પુત્ર શ્રીપાળ સાથે સ્વશ્રેયાર્થે મુનિસુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા કરાવી.” ટેકરી તરફ જતા શેઠ પોપટભાઈ અમરચંદના વંડામાં બે ઘર દેરાસર છે તેના દર્શન કરી વંડા બહાર નિકળી જૈનશાળા નં. ૧ ના દહેરામાં છે. સામેની ગલીએથી ઉતરી અલીંગમાં આવેલા નં. ૭ વાળા દહેરે જવું. તેનો વહીવટ શા ઠાકરશી ધરમચંદ કરે છે જે ટેકરી આગળ રહે છે. અહીંથી પાછા ફરીને ધોબી ચકલા આગળ થઈ લાડવાડામાં આવેલા નં. ૮ વાળા અભિનંદનજીને જુહારવા. આને મેડીનું દહેરું કહેવાય છે. દશકા પૂર્વ આયંબિલની હોળીમાં સ્ત્રીવર્ગ માટેનું આ કેંદ્રસ્થાન હતું પણ આજે તે દશા નથી. તેની સામેની ખડકીમાં અગાઉ દહેવું હતું જે ઉપાડી લેવામાં આવ્યું છે. એની સંભાળ શા. પુલચંદ ગગલવાળા રાખે છે જે નજીકની પતંગશીની પોળમાં રહે છે. ત્યાંથી પાછા ફરી, બેબી ચકલે આવી દંતારાવાળું શ્રી અનંતનાથજીનુ દેહરૂં જુહારવું. સુઘડતા અને સ્વચ્છતા અહીં સારી રહે છે. વ્યવસ્થા શા. છોટાલાલ જવેરચંદ દંતારા કરે છે જે નજીકમાં જ વસે છે. આ બધું ખારવાડાના લતામાં ગણાય છે. ખારવાડે એ ખંભાતના તેમજ જૈન સમાજના ઈતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આખાયે લતો જેનોથી વસાયલે હેઈ, મોટા ભાગે સુખી જીવન જીવે છે. સ્તંભતીર્થના ગૌરવ સમા શ્રી થંભણ જિન અહીં વિરાજે છે. ગુલાબવિજ્યને જ ઉપાશ્રય પણ અહીં જ આવેલ છે. કહેવાય છે કે હેમચંદ્રસૂરિએ એ સ્થળે જ પૂર્વ કુમારપાળ ભૂપ ને છુપાવેલા ને ચંગમાં ઉત્તર આપેલે. મંત્રીશ્વર ઉદાયન પણ અહીં નજીકમાં જ રહેતા. આજે એ ભૂતકાળનો ગૌરવ ભર્યો ઈતિહાસ કાળના ગર્ભમાં અદશ્ય થયેલે છે; માત્ર સંભારણું રહ્યાં છે. દશમા નંબરવાળું મહાવીર સ્વામીનુ દહેરું જે “રાયારતનચંદ’ ના ઘર સામે આવેલું છે તે જુહારવું. એવા મૂળનાયક તરિકે ચોમુખજી થીજ જળShree Sudharmaswami Gyanbhanuar-Uniara, S -૧૧ - www.umaragyanonamdar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96