________________
ર૭ ખંભાતમાં મંત્રીશ્વર ઉદયનનો રાજ્ય કાર્યભાર, કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યને પાછા તેડવા તેમના પિતા ચાંચિંગનું આવવું અને મંત્રીશ્વરની બુદ્ધિચાતુર્યભરી સમજાવટ, તે વેળા ખંભાતની જાહોજલાલી, સૂરીશ્વરને કુમાળપાળનો મેળાપ આદિ કેટલીયે ઐતિહાસિક ઘટનાઓ ખંભાત પરત્વે પ્રાપ્ત થઈ શકે છે. વિસ્તાર ભયથી તે લંબાવવાનું છોડી દઈ ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી સાથે સંબંધ ધરાવતી એક લોકવાયકાને પ્રગટ કરી આ વિવેચન સમાપ્ત કરીશું.
ઉપાધ્યાયશ્રી યશોવિજ્યજી તથા વિનયવિજ્યજી કાશીમાં જે ગુરૂ પાસે ભણ્યા હતા તે બ્રાહ્મણ ગુરૂ જ્યોતિષમાં અતિ નિષ્ણાત હતા. એક વખત પિતાની માઠી દશા આવવાથી જ્યોતિષના આધારે પિતાના જેન શિષ્ય પાસેથીજ સહાય પ્રાપ્ત થશે એમ જાણું ફરતા ફરતા તે ગુજરાતમાં આવ્યા; અને વિનયવિજ્યજી ખંભાતમાં છે એમ ખબર મેળવી ખંભાત પધાર્યા. ઉપાધ્યાય વિનયવિજ્યજી દેશના દેતા હતા. યશોવિજ્યજી અને વિનયવિજયજી ઘણું કાળે પોતાના વિદ્યાદાતા ગુરૂને દેખી આનંદ પામ્યા. વાતચીત થતાં ગુરૂની દરિદ્ર દશાનો ચિતાર સાંભળી બીજે દિવસે વ્યાખ્યાનમાં એ ગુરૂ સાથેને પોતાનો શિષ્યસંબંધ અને અભ્યાસકાળના સમયનું એવું મનોરંજક વર્ણન કર્યું કે જોત જોતામાં ટીપ શરૂ થતાં સાઠ હજાર રૂપીઆ ભેગા કર્યા; ગુરૂના હર્ષને પાર ન રહ્યો અને ધન્ય ખંભાત કહી વિદાય થયા.
ખંભાત ! તારા ગર્ભમાં ગૌરવ ભર્યો ઇતીહાસ ભર્યો છે. શ્રીહેમસુરિના સામૈયામાં સૈો કરતાં વધુ કેટાધિપતિઓ હતા એ પણ સારી સમૃદ્ધિ. ચેરના કબજામાં પડયા છતાં પોતાના પુત્રોએ ગોઠવેલ પ્રપંચ વેળા પણ સત્ય વદનાર “ ભીમ ” એ તારોજ પુત્ર. છપ્પન ભૂગળ જેને ત્યાં વાગતી એ દંતાશાહ એ તારાજ સંતાન. જય માતૃભૂમિ ત્રંબાવટી ! જ્ય હો નગર ખંભાતને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com