________________
ઋષભદાસે તે અનેક રાસાઓ અને સ્તવને રચ્યાં છે; જેની ભાષા સરળ, મર્મગ્રાહી અને રસપ્રદ છે. બન્ને ભાઈઓ સંસ્કૃતના જાણકાર હતા અને જૈન ધર્મના પ્રવીણ હતા. તેમાંના
ઋષભદાસ તે બારવ્રતધારી શ્રાવક પણ હતા. તે સ્વગુરૂ તરીકે શ્રી વિજ્યાનંદસૂરિને લેખતા; તેમણે સં. ૧૬૮૫ માં શ્રી વિજયહીરસૂરિ રાસ રચ્યો છે, જે વેળા પાદશાહ ખુરમ (જહાંગીર) હતા; તેમનું ખંભાતનું વર્ણન નીચે પ્રમાણે છે.
સલ નગર નગરીમાં જેય, ત્રંબાવટી તે અધિકી હોય; સકલ દેશ તણા શણગાર, ગુજજર દેશ નર પંડિત સાર. ગુજર દેશના પંડિત બહુ, ખંભાયત આગળ હારે સહુ; જિહા વિવેક વિચાર અપાર, વસે લેક જિહા વર્ણ અઢાર. ઓળખાયેજિહાં વર્ણવર્ણ, સાધુ પુરૂષના પૂજે ચર્ણ, વસે લોક વારૂ ધનવંત, પહેરે પટોળાં નર ગુણવંત. કનક તણું કંદોરા જડા, ત્રિણ્ય આંગળ તે પહોળા ઘડ્યા; હીર તણે કંદરે તળે, કનક તણું માદળીયા મળે. રૂપક સાંકળી કુંચી ખરી, સેવન સાંકળી ગળે ઉતરી; રૂપે રંભા બહુ શિણગાર, ફરી ઉત્તર ન આપે ભરથાર. ઈશ્ય નગર ને ગ્રંબાવટી, સાયર લહર જિહાં આવતી; વહાણ વખાર તણે નહિ પાર, હાટે લોક કરે વ્યાપાર. નગર કટ અને ત્રિપલીયું, માણેકચોકે બહુ માણસ મિલ્યું, પંચાસિ જિનના પ્રાસાદ, ધ્વજ તરણ તિહા ઘંટાનાદ. પસ્તાળીશ જિહાં પૌષધશાળ, કરે વખાણ મુનિ વાચાળ;
કવિશ્રી ઋષભદાસે પ૮ સ્તવન અને ૩૪ રાસ રચ્યા છે; એ ઉપરાન્ત સ્થૂલિભદ્ર અને કેશ્યાને સંવાદ વગેરે સજઝાય પણું રચી છે. સંઘવી મહિરાજે જૈનશાસનને ઘણું કાર્યો કર્યા છે. સંધપતિ તિલક ધરાવી શ્રી શત્રુંજ્ય યાત્રાને લાભ લીધો છે. વળી તે સમકતધારી બારકતવાળા હતા. સંઘવી સાંગણ પણ ધર્મિષ્ટ હતા અને
do
Shree Sudharmaswami Gyanonandar-Umara, Surat
www.umaragyanbhandar.com