________________
૧
અને બદલામાં એડનથી તાંબુ, પારા, હીંગલેાક અને ગુલાબજળ; અરબસ્તાનથી સાડા; આફ્રિકાના પૂર્વ કાંઠાથી સેાનું, હાથીદાંત, મીણુ અને અમ્બર; મલબાર, સિ ંહલદ્દીપ અને પેગુથી સેાપારી, નાળીયેર, અને મરી; બંગાલથી ખાંડ અને મલમલ; જાવાથી જવાહીર અને કસ્તુરી; અને મલાકાથી તેજાને અને ચીનને માલ આવતા.
ઈ. સ. ૧૫૭૩થી ૧૬૦૯ સુધીમાં અમદાવાદ, ખંભાત અને સુરત એ ત્રણ ગુજરાતનાં મોટાં અને તવંગર શહેર હતાં અને એ દરેક વારા ફરતી લુંટાયા પણ હતા. ઈ. સ. ૧૫૭૩માં હુસેન મીરઝાંએ ખંભાત લુંટયું હતું. એ વેળા ખંભાતથી અમદાવાદ કે ભરૂચ એકલ દોકલ જવું એ બીનસલામતીભર્યું હતું.
સતરમા સકાના યુરોપીયન મુસાફા ખંભાત વિષે નીચે પ્રમાણે લખી ગયા છે.
૧૫૯૮. ખંભાતના વેપાર એટલા બધા છે કે જો તે મે જાતે ન જોયા હેાત તા હું તે માનત પણ નહિ.
( સીઝર ફ્રેડ્રિક. )
૧૬૨૩ એ શહેર ધણીજ વસ્તીવાળું અને ઘણાં મોટાં પરાંવાળું છે અને ઘણાં વહાણો ત્યાં એકઠાં થાય છે.
( ડિલાવેલી. )
૧૬૩૮ સુરત સાથે સરખામણી થાય નહિ, એટલું બધું મોટું ખંભાત છે. (મેન્યુલસ્યા, )
૧૬૬૩-૭૧ સુરત કરતાં બમણું મોટું ખભાત શહેર છે. ( એલ્ડીઅસ. )
અખાતનાં મથાળાના ભાગ પૂરાઈ જવાથી ખભાતનું ત્રેપારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyamBhandar.com