________________
આફ્રીકામાં; ઘઉં એ મલબાર, અને આફ્રીકામાં; કઠોળ અને તલ એ મલબારમાં, રૂ એ મલબાર અને અરબસ્તાનમાં; સુંઠ અને મરી ઈરાનમાં, અફીણ એ ઈરાન, મલબાર, પેગુ અને મલાક્કામાં; લાહેર, આગ્રા, સરખેજ અને નડિઆદથી આવેલ ગળી એ કોંક
ના બંદરમાં; ઘોડા એ મલબાર અને કેકણમાં અકીકના ઘરેણાં એ મલબાર, અરબસ્તાન, રાતા સમુદ્રના પ્રદેશો અને આફ્રિકાના પૂર્વ પ્રદેશોમાં. આ ઉપરાન્ત સુતર, રેશમી અને સુતરાઉ કાપડ, કામળી, શેત્રુજીએ, પેટી, પલંગ, સુંઠ, હરડાં, બેરડાં, ચરગખાર, ખાંડ હીંગ, પાઘડી, ખરાદી કામ અને હાથીદાંતનાં રમકડાં ખંભાતથી બધા દેશોમાં જતાં. આ બધામાં સુતરાઉ કાપડ એટલું બધું ચઢતું હતું કે તે વખતે ખંભાતને “આખી દુનીયાનું વસ્ત્ર’ કહેતા હતા.
ખંભાતના વેપારીઓમાં હિન્દુ અને મુસલમાન હતા. હિન્દુ વેપારીઓની આડત ઘણા મુલકમાં હતી; આ ઉપરાંત કેટલાએક દાભોલ, કોચીન અને કલીકટમાં આચાર વિચાર પાળીને એક જથે રહેતા; મુસલમાન વેપારીઓમાંના કેટલાએકે ખંભાતમાં વતન કર્યું અને કેટલાક વેપાર માટે પ્રસંગોપાત આવતા. ફીરંગી અને યુરોપીયન વેપારી પણ આવતા. માલ વેચવા ખરીદવામાં દલાલની જરૂર પડતી; આ દલાલે વાણીયા હતા અને તેમની શાખ સારી હતી.
સોળમી સદીમાં અમદાવાદથી કીનખાબ અને રેશમી તેમજ સુતરાઉ કાપડ ખંભાત આવતું. અને ત્યાંથી વહાણોમાં કેરા અને પિકીંગ વચ્ચેના બંદરે જતાં. આફ્રીકાના બંદરમાં આ સુતરાઉ કાપડનો એટલો બધો ખપ હતો કે તેની જેટલી કિંમત થતી તેટલી સેનામાં આપવામાં આવતી. કાપડ ઉપરાત માળવાનું અરીષ, મળી, ઘઉં, તમાકુ આદિ પણ બહારના મુલકમાં જતાં