Book Title: Karmgranth 2 Vivechan Author(s): Narvahansuri Publisher: Padarth Darshan Trust View full book textPage 8
________________ કર્મગ્રંથ-૨ વિવેચન પુદ્ગલપરાવર્ત જેટલો કાળ પરિભ્રમણનો બાકી હોય અર્થાત્ જે જીવો હજુ સુધી ચરમાવર્તકાળમાં દાખલ થયેલા નથી તે જીવોને દુર્ભવ્ય જીવો કહેવાય છે આ જીવો અવ્યવહારરાશી તેમજ વ્યવહારરાશીમાં રહેલા હોય છે. (૪) ભારેકર્મી ભવ્યજીવો : જે જીવોનું સંસારપરિભ્રમાણ એક પુદ્ગલ પરાવર્તકાળથી વધારે હોય નહિં અર્થાતુ એક પગલપરાવર્ત કે તેથી કાંઇક ન્યુને સંસાર જે જીવોનો બાકી હોય તે ભારેકર્મી ભવ્યજીવો કહેવાય છે. આ જીવોના કામોનો સહજમળ નાશ થયેલો હોતો નથી.આ જીવોને ચરમાવર્તકાળમાં આવેલા કહેવાય છે. આ જીવોપણ અવ્યવહારરાશી તથા વ્યવહારરાશીમાં રહેલા હોય છે. (૫) લધુકર્મી ભવ્યજીવો : જે જીવોનો સંસાર અધપુગલપરાવર્તકાળ કરતાં કંઇક ન્યુન હોય તે લઘુકર્મી ભવ્ય જીવો કહેવાય છે. આ જીવોના સહજમળનો હાસ થયેલો હોય છે. આ જીવો પણ અવ્યવહારરાશી તથા વ્યવહારરાશીમાં રહેલા હોય છે. (૬) દુર્લભબોધિ ભવ્યજીવો : જે જીવો સબ્રીપર્શેન્દ્રિય પર્યાપ્તપણે પામીને સમ્યકત્વની પ્રાપ્તિ કરે તે સમકિતના કાળમાં, ભૂતકાળમાં બાંધેલા કોઇ નિકાચીત કર્મના કારણે જિનેશ્વર ભગવંતના પ્રરૂપેલા કોઇપણ તત્ત્વ પ્રત્યે મજબૂત અશ્રદ્ધા (અભિનિવેશ) થવાથી મિથ્યાત્વને પામેલા હોય તે જીવોને દુર્લબબોધિ જીવો કહેવાય છે. આ જીવોનું દુર્લભબોધિપણું સંખ્યાતાભવ - અસંખ્યાતાભવ કે અનંતાભવ સુધીનું હોય છે. (અર્ધપુલપરાવર્તથી કાંઇક ન્યુન) આ જીવો નિયમા વ્યવહારરાશીમાં જ હોય છે. અવ્યવહારરાશીમાં આ છ પ્રકારના જીવોમાંથી પાંચ પ્રકારના જીવો હોઇ શકે છે. (૧) અભવ્ય (૨) જાતિભવ્ય (૩) દુર્ભવ્ય (૪) ભારેકર્મીભવ્ય (૫) લઘુકમભવ્ય જે જીવો અવ્યવહારરાશીમાં અનંતા પુલ પરાવર્તકાળ પસાર કરી છેલ્લા પગલપરાવર્તકાળમાં પ્રવેશ કરે અર્થાત્ જે જીવોનો એક પુગલપરાવર્ત જેટલો કાળ બાકી રહે એવા જીવોને ભારે કર્મીભવ્યજીવ કહેવાય. તથા અવ્યવહારરાશીમાં જ ચરમ પુદ્ગલપરાવર્તકાળમાં દાખલ થઈ અનંતોકાળ પસાર કરી અર્ધપુલપરાવર્તકાળ કરતાં ન્યુન કાળમાં પ્રવેશ કરે ત્યારે તે લધુકર્મી જીવ કહેવાય છે. મરૂદેવા માતા, જેવા અનંતા જીવો રહેલા હોય છે. વ્યવહારરાશીમાં છ પ્રકારના જીવોમાંથી ૫ પ્રકારના જીવો હોય છે. (૧) અભવ્ય (૨) દુર્ભવ્ય (૩) ભારેકર્મીભવ્ય (૪) લઘુકમભવ્ય (૫) દુર્લભબોધિ ભવ્ય બીજીરીતે મિથ્યાત્વ ૨ ભેદે : (૧) અવ્યકત મિથ્યાત્વ (૨) વ્યક્ત મિથ્યાત્વPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 122