Book Title: Karmgranth 2 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 7
________________ ૨ કર્મગ્રંથ-૨ વિવેચન આ ગુણસ્થાનકે રહેલા જીવોનુ વર્ણન : જીવોના બે ભેદ (૧) અવ્યવહારરાશીવાળા (૨) વ્યવહારરાશીવાળા (૧) અવ્યવહારરાશીવાળા જીવો : જે જીવો સુક્ષ્મ નિગોદમાં અનાદિકાળથી છે. હજુ સુધી બહાર નીકળ્યા નથી તે જીવોને અવ્યવહારરાશીવાળા જીવો કહેવાય છે. (૨) વ્યવહારરાશીવાળા જીવો : જે જીવો અનાદિકાળથી સુક્ષ્મ નિગોદમાં રહેલા હતા જ્યારે એક જીવ સિદ્ધિગતિમાં જાય ત્યારે તેમાંથી બહાર નીકળી એટલે કે અનાદિ સુક્ષ્મ નિગોદરૂપે જે રહેલા હતા તેમાંથી પૃથ્વીકાય,અકાય, તેઉકાય, વાઉકાય, પ્રત્યેક વનસ્પતિકાયમાં એકેન્દ્રિયરૂપે ઉત્પન્ન થાય તે વ્યવહારરાશીવાળા જીવો કહેવાય છે. વ્યવહારરાશીમાં આવ્યાબાદ જીવ સુક્ષ્મ નિગોદરૂપે ઉત્પન્ન થાય તોપણ તે વ્યવહારરાશીવાળો જીવ ગણાય છે. અથવા સાદિ સૂક્ષ્મનિગોદરૂપે પણ ગણાય છે. આ સાદિનિગોદવાળો જીવ નિગોદમાંથી નીકળીને તિર્યંચ અને મનુષ્યરૂપે ગમે ત્યારે ઉત્પન્ન થઇ શકે છે. આને નિગોદમાંથી નીકળવા માટે એક જીવ સિદ્ધિગતિમાં જાય તો જ નીકળે તેવો નિયમ હોતો નથી. સામાન્ય રીતે આ ગુણસ્થાનકે છ પ્રકારના જીવો હોય છે. (૧) અભવ્યજીવો (૨) જાતિભવ્યજીવો (૩) દુર્વ્યવ્યજીવો (૪) ભારેકર્મીભવ્ય જીવો (૫) લઘુકમઁભવ્યજીવો (૬) દુર્લભબોધિભવ્ય જીવો. (૧) અભવ્યજીવો : આ જીવો અનાદિ નિગોદરૂપ અવ્યવહારરાશી તથા વ્યવહારરાશીમાં રહેલા હોય છે. આ જીવોમાં મોક્ષ ગમનની યોગ્યતા હોતી જ નથી, એટલે કે આ જીવોના આત્મપ્રદેશોને વિષે તિરોહીત ભાવે કેવળજ્ઞાન રહેલું હોવા છતાં અને મુક્તિગમન યોગ્ય સામગ્રી મળવા છતાં પણ કોઇ કાળે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા પેદા થતી જ નથી તે અભવ્યજીવો કહેવાય છે. (૨) જાતિભવ્યજીવો : જે ભવ્યજીવો અનાદિકાળથી અનાદિ સુક્ષ્મ નિગોદમાં રહેલા છે અને આ ભવ્યજીવોના આત્મપ્રદેશોને વિશે તિરોભાવે કેવળજ્ઞાન રહેલું પણ છે. કોઇ કાળે આ ભવ્યજીવો વ્યવહારરાશીમાં કદાચ આવે અને મુક્તિગમનની સામગ્રી મળે તો પુરૂષાર્થ કરીને મોક્ષને પામી શકે તેવી યોગ્યતા હોવા છતાં પણ આ જીવોનો સ્વભાવ જ એવા પ્રકારનો હોય છે. કે તેઓ કોઇકાળે અનાદિ સુક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળવાના નથી એટલે કે વ્યવહારરાશીમાં કોઈકાળે દાખલ થવાના નથી તેને જાતિભવ્યજીવ કહેવાય છે. • (૩) દુર્ભવ્યજીવો : જે ભવ્યજીવોનો સંસાર એક પુદ્ગલપરાવર્ત કરતાં એક ભવ અધિકથી શરૂ કરીને સંખ્યાતા ભવ - અસંખ્યાતા ભવ - કે અનંતાભવ યાવત્ અનંત

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 122