Book Title: Kalpanik Adhyatma Mahavira Part 2
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલ્પનિક અધ્યાત્મ મહાવીર : ૯ અનુગ્રહ બુદ્ધિવાળા યોગીઓ, સાધુઓ ને લેખકે ઉપાદેય સારી વસ્તુને કાવ્ય, ચંપૂ કે નાટક અથવા એવી કેઈ નવીન આકર્ષક શૈલીમાં કે ઢબમાં રચે છે, જેથી સામાન્ય જનતા પણ તેના પર આકર્ષાય અને તેને પૂરો લાભ લે. એમ આ મહાન કૃતિ અનોખી ઉપદેશાત્મક ઢબે રચી હતી, ને વાચકેના ચિત્તમાં ચેતના પ્રગટ કરે એવી રીતે એને દિવ્યતા અપ હતી. પણ એ કાળ આજથી પચાસ વર્ષ પહેલાંને હતો. ભાવનાના દિવ્ય વિહાર જેવી આ કૃતિ સાંપ્રદાયિક અભિનિવેશવાળા જમાનાને પચવામાં સિંહણના દૂધ જેવી ભારે પડશે, એમ તેઓને લાગ્યું હતું ને દલપતી ભાવના દિલમાં ધરનાર એ પરમ અધ્યાત્મ યોગીએ ધીરે ધીરે સુધારાને સાર” એ દૃષ્ટિબિંદુ લક્ષમાં રાખી–એ હસ્તપ્રત પિતાના ભક્તને સુપરત કરતાં કહ્યું હતું : મારે અવસાન પછી, એક પચીસી વીતે આ પ્રગટ કરજે.” મહાન હિતચિંતક સૂરિરાજ સ્વર્ગવાસ પામ્યા, પચીસ વર્ષને કાળ વ્યતીત થયે; એ વખતે એમની પરમ અનુરાગી કેટલીક વ્યકિતએ હયાત હતી. તેઓ પ્રસ્તુત ગ્રંથ “કાલ્પનિક અધ્યાત્મ મહાવીર પ્રગટ કરવાની પેરવીમાં હતી. એ માટે સારા સંશોધકને – જે સ્વર્ગસ્થ સૂરિજીને સમજતો હેય, એમના હૈયાના હાર્દને પકડી શકતો હોય તેને–શોધી રહી હતી, ત્યાં એ મહાનુભાવનું અવસાન થયું. વસ્તુ વિલંબમાં પડી; પણ આખરે પિસ્તાળીસ વર્ષે એ ગ્રંથ શાસનદેવની કૃપાથી જાહેરમાં આવે છે. કેઈ વાર વિલંબ પણ કાર્યક્ષમ બને છે. યદ્યપિ કાળદ્રષ્ટા સૂરિરાજની માન્યતાની સત્યતા આજે-પચીસ નહિ પણ લગભગ પચાસ વર્ષ પણ- સત્ય અનુભવાય છે. ચાલુ ચીલાને ચાતરતી, સત્યને નિબંધ રીતે પ્રગટ કરતી હરએક મહાન કૃતિ સામે જૂનવાણી સમાજે હમેશાં પાંખો ફફડાવી છે, ચાંચ મારી છે ને કે લાહલ કર્યો છે, છતાં સત્ય આખરે સત્ય ઠરે છે, અને સત્યને જ પ્રસ્થાપિત કરે છે. એવી અણમોલ કૃતિઓ મુમુક્ષુના મન-ચિત્તને ભાવથી ભરે છે ને કર્તાના પુણ્ય આશયને પ્રસિદ્ધ કરે છે. આ પુસ્તક અંગે ઘણો સારો ઉડાપોહ થયો છે; ને એ યુગદ્રષ્ટા કર્તાના ભાવિ કથનની સત્યતાને પુષ્ટ કરે છે. કેલસાની ખાણમાંથી ઘણી વાર હર મળી આવે છે–એ કહેવત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 559