________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ કપનિક અધ્યાત્મ મહાવીર
જાણીતા લેખક શ્રી. જયભિખુને આ ગ્રંથ સંશોધિત કરવા માટે સેંપવાનો નિર્ણય પણ લેવાવાની તૈયારીમાં હતો ત્યાં શ્રી. જયભિખ્ખને આંખની તકલીફ ઊભી થઈ, ને કામ વિલંબમાં પડયું. તે પછી શ્રી. પાદરાકર, શ્રી. લલ્લુભાઈ શ્રી. મંગળદાસ -ઘડિયાળી વગેરે મહાનુભાવો કાળક્રમે મહાકાળની વિવર્તલીલાને પામ્યા, અને કામ વિશેષ રંભે પડ્યું.
એકદા મારા ચિત્તમાં આ અધૂરું કાર્ય હાથમાં લઈને પૂરું કરવાની ભાવના જાગ્રત થઈ. મને એમ લાગ્યું કે સ્વ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ ઋદ્ધિસાગરસૂરીશ્વરજી તથા પરમ તારક વાત્સલ્યવિભૂતિ આચાર્ય ભગવંત શ્રીમદ્દ કીર્તિસાગરસૂરીશ્વરજી મ. ના શિષ્ય માથે આ ઋણ છે. આ ઋણ ઓછા સાધન–સહાયવાળા મેં ફેડવાનો નિર્ણય કર્યો ને મારા પરમ આરાધ્ય ગુરુદેવનાં આદેશ-આજ્ઞા માગ્યાં.
અંતરના આશીર્વાદ સાથે આજ્ઞા અને આદેશ મળ્યાં, પ્રથમ ભાગનું પ્રકાશન કાર્ય પણ પૂર્ણ થવા આવ્યું, તેવામાં “સારા કામમાં સો વિન” એ ન્યાયે કેઈમાયાવી ગુરુદ્રોહીઓના પ્રેરાયેલાં અજાણ્યાં, અજ્ઞાત ટેળાઓ ગાડરિયા પ્રવાહે ચારે તરફથી ધસી આવ્યાં. એમાં પારકા હતા, સાથે પોતાના પણ હતા. તેઓ ગ્રંથની નુકતેચીની કરતા હતા, ને તેને સદાને માટે અંધકારમાં ધકેલી દઈ તેનું અસ્તિત્વ મિટાવી દેવા માગતા હતા. ઉપસર્ગ ને ઉપદ્રવોની તાકાત તેઓના હાથમાં હતી. મેં અને મારા સહાયકોએ શ્રી પૂજનીય ગુરુદેવના ગ્રંથનું અસ્તિત્વ જાળવવા ભરચક કોશિશ કરી. ટૂંકમાં કહું તે એ અમર ગ્રંથનું અસ્તિત્વ રક્ષવાની સામે મેં મારું અસ્તિત્વ હેડમાં મૂક્યું.
રેજેણે જીવનભર પરમ સાધુત્વની સાધના કરી, આત્મકલ્યાણ પંથના અગ્રેસર રહ્યા, ધર્મને શ્વાસે છાસમાં જીવ્યા
For Private And Personal Use Only