________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. જીવનસંસ્કાર
[ પ્રભુ મહાવીર ગૃહસ્થાવાસમાં છે. તેઓ અને તેમના
મિત્રો એકત્ર મળેલા છે. એ પ્રસંગે ચર્ચા થાય છે.] મિત્રનાં લક્ષણે :
મહાવીર બોલ્યા : “મિત્રો ! તમે મિત્રનાં લક્ષણે જાણે છે ?”
મિત્રો બોલ્યા : “ના, આપણે ભેગા મળીને રમીએ, ભેગા મળીને હરીએ, ભેગા મળીને ફરીએ અને ભેગા મળીને આનંદ કરીએ, એટલે આપણે મિત્રો ગણાઈએ. ભેગા મળીને રમવું એ મિત્રોનું લક્ષણ છે, એટલું અમે જાણીએ છીએ. તે વિના મિત્રોનાં અન્ય લક્ષણો આપ જાણતા હોય તો અમને જણાવો.”
મહાવીર બેલ્યા : “મિત્રો ! મિત્રનાં લક્ષણો વિશેષરૂપે કહું છું, તે તમે લક્ષમાં રાખો. આ વિશ્વના જીવો કહે કે આત્માઓ કહે–તે સઘળા આપણા મિત્રો છે.
“આત્માને પુણ્ય–પાપ કર્મો લાગ્યાં છે, પરંતુ તેથી આત્માઓ, જે આપણું ખરેખરા મિત્ર છે, તે બદલાઈ જતા નથી. કર્મ, દેહ વગેરેને બાજુએ મૂકીને સર્વ જીવેને દેખીએ તે આપણા શરીરમાં રહેલા આત્મા સમાન તે આત્માઓ છે. માટે સર્વ જીવોની સાથે પ્રેમભાવથી વર્તવું જોઈએ. પોતાના આત્મા સમાન સર્વ જીવોને ચાહતાં શીખવું જોઈએ. જગતમાં જીવનાર છને બનતી સહાય આપવી જોઈએ. તેઓનાં દુઃખો દૂર કરવાં જોઈએ.
“આપણે એકબે આત્માના મિત્ર બનીએ છીએ તે ખરું, પરંતુ મિત્રનો વ્યાપક અર્થ સમજીને, બેલતા અને મૂગા સર્વ જીવેના મિત્ર બનવું જોઈએ. જે વિશ્વને મિત્ર બને છે, તે વિશ્વામિત્ર કહેવાય છે.”
મિત્રો કહેઃ “પ્રિય મિત્ર! તમેએ કહેલાં મિત્રનાં લક્ષણોથી અદ્યપર્યત અમે અજ્ઞાત હતા. હવે વિશ્વામિત્ર બનવા પ્રયત્ન કરીશું.'
For Private And Personal Use Only