Book Title: Junagadh Author(s): Dhanvant Oza Publisher: Navchetan Prakashan Gruh View full book textPage 5
________________ જાનાગઢ વાદળ સાથે વાત કરતા જૂનાગઢ અને ગિરનારને માથે મૂકી રહેલાં ભૈરવજાપનાં ડારતાં શીખરનું પડછંદ ઊંચાણ અને ઉપરકોટના અદ્ભુત નવઘણ કૂવાનું આંખમાં તમ્મર ચઢાવતું ગહન ઊંડાણ–આ આકાશ અને આ પાતાળ વચ્ચેના જૂનાગઢના પ્રગલભ ભૂતકાળ ને તેનાં અગોચર ભાગ્ય વચ્ચેના જૂનાગઢનો આધુનિક ઇતિહાસ અને તેનાં આજનાં કલેવરને માથે પણ થોડેક દષ્ટિપાત કરે. કુદરતે જૂનાગઢને એક અનોખી જ તાસીર અર્પણ કરી છે. કાઠિયાવાડને પ્રવાસી જૂનાગઢની સરહદને અડે છે ને એક કામણગારી ધરતી તેને બરકતી જણાય છે. લીલીછમ સૃષ્ટિ : આંબાની મનેહર કતારે, રૂપાળાં વૃક્ષનાં સોહામણું ઝુંડે, ગિરનારે ધારેલી હરિયાળી શાલ, રોનકદાર ઈમારતે, કઈક સાદે પણ સુગંધી, કેઈક ભવ્ય વૃક્ષેથી ભરાવદાર બને અને મદમાત બનીને પિતાની વિપુલ સંપત્તિને ચારેકોર ઉડાવવા મથતે, કઈક આછેરે અને છતાંય રંગીલે, કેઈક સાહસની નારીના રેશમી પાનેતરના રમ્ય લાગતા પાલવની અદાથી પથરાયેલ, કેઈક પાંખી અને છૂટીછવાઈ વનરાજીથી મરકી રહેલે અને કેઈક પિતાની ઘેરી ઘટાથી તરબતર બનેલે–આવા જૂનાગઢના અનેકવિધ બગીચાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 54