Page #1
--------------------------------------------------------------------------
________________
LILIt Ibillelic 1%
4 દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
5A2A૦ ૦૪
૪
.
rittitutir[IIIIIIIIIu1111111Intifilmiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiitting firit
IIIIIuUTILIiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiitt
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar com
Page #2
--------------------------------------------------------------------------
________________
ગુજરાત પરિચય ગ્રંથમાળા : ૮
જૂનાગઢ
લેખક : ધનવન્ત આઝા
નવચેતન પ્રકાશન ગ્રહ : અમદાવાદ–૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રથમ આવૃત્તિ : સપ્ટેમ્બર, ૧૯૬૪
ચિત્રકાર : રતુભાઈ મિસ્ત્રી
(c) ધનવન્ત ઓઝા
કિંમત : ૧-૦૦ [એક રૂપિયે |
પ્રકાશક : બાબુભાઈ પટેલ ૩, પંકજ સોસાયટી, સરખેજ રોડ, અમદાવાદ : ૭
મુદ્રક : મહેન્દ્રકુમાર ગોકળદાસ પટેલ, શ્રી ખડાયતા મુદ્રણ કલા મંદિર, ધીકાંટા રોડ, અમદાવાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ
“જૂનાગઢની ધરતી પર સમયનો હિસાબ કેઈએ આલેખે નથી. અઢી હજાર વરસે પૂર્વેને ઉપરકોટ : બે હજાર વર્ષો પૂર્વેને અશકને શિલાલેખ : ૯૦૦ વરસ પૂર્વેનું સેમિનાથનું પતન ? પાંચસે વરસે પૂર્વેની જનાગઢની ધીંગી. કિલ્લેબંધી : હજારે વરસ પૂર્વેની ભગવાન કૃષ્ણચંદ્રના દેહોત્સર્ગની ધરતી : અને આ બધાંથી પણ વધુ કાળજનો ગરવો ગિરનાર, જૂનાગઢ એટલે સૌરાષ્ટ્રને સારંગ અને જીવતે ઇતિહાસ. એનું સદાય ઝળકતું કલેવર, એનું સદાય ધબકતું કાળજું, એની સદાય બોલતી વાચા, એનું સદાય તપતું રહેલું ગૌરવ, કાળચકના વારાફેરા વચ્ચે સદાય સચવાઈ રહેલું એનું અણનમ અરમાન અને અનેક ઝંઝાવાતે વચ્ચે પણ ઊડતી રહેતી એની જાજરમાન ધજા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
જાનાગઢ
વાદળ સાથે વાત કરતા જૂનાગઢ અને ગિરનારને માથે મૂકી રહેલાં ભૈરવજાપનાં ડારતાં શીખરનું પડછંદ ઊંચાણ અને ઉપરકોટના અદ્ભુત નવઘણ કૂવાનું આંખમાં તમ્મર ચઢાવતું ગહન ઊંડાણ–આ આકાશ અને આ પાતાળ વચ્ચેના જૂનાગઢના પ્રગલભ ભૂતકાળ ને તેનાં અગોચર ભાગ્ય વચ્ચેના જૂનાગઢનો આધુનિક ઇતિહાસ અને તેનાં આજનાં કલેવરને માથે પણ થોડેક દષ્ટિપાત કરે.
કુદરતે જૂનાગઢને એક અનોખી જ તાસીર અર્પણ કરી છે. કાઠિયાવાડને પ્રવાસી જૂનાગઢની સરહદને અડે છે ને એક કામણગારી ધરતી તેને બરકતી જણાય છે. લીલીછમ સૃષ્ટિ : આંબાની મનેહર કતારે, રૂપાળાં વૃક્ષનાં સોહામણું ઝુંડે, ગિરનારે ધારેલી હરિયાળી શાલ, રોનકદાર ઈમારતે, કઈક સાદે પણ સુગંધી, કેઈક ભવ્ય વૃક્ષેથી ભરાવદાર બને અને મદમાત બનીને પિતાની વિપુલ સંપત્તિને ચારેકોર ઉડાવવા મથતે, કઈક આછેરે અને છતાંય રંગીલે, કેઈક સાહસની નારીના રેશમી પાનેતરના રમ્ય લાગતા પાલવની અદાથી પથરાયેલ, કેઈક પાંખી અને છૂટીછવાઈ વનરાજીથી મરકી રહેલે અને કેઈક પિતાની ઘેરી ઘટાથી તરબતર
બનેલે–આવા જૂનાગઢના અનેકવિધ બગીચાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ
અને ગઈ કાલની ઘેઘુર નવાબીના ઘેનમાં હજુય ડેલતા જૂનાગઢના આયના મહેલેઃ જૂનાગઢના દેહલાલિત્યને ઓપ આપી રહેલે તેને આ ચિત્તાકર્ષક શણગાર સેરઠના કયા દેખતા પ્રવાસીએ દિઠે નથી?
અને બે ત્રણ હજાર વરસની તેજછાયા વચ્ચે પણ જીવતો અને જાગતે રહેલે જૂનાગઢને ઉપરકોટ !
જેણે જે નથી એ જીવતે મૂ” એવા એ ઉપરકેટને નવઘણ કૂવે, એની ધરતીના પેટાળમાં બૌદ્ધકાળે કતરેલી મનાતી શીતળ ગુફાઓ, એક વેળાની ઊંડી ખાઈથી રક્ષાયેલી તેની ધીંગી દીવાલે, સુલતાન મહમદ બેગડાને હાથે મસ્જિદમાં ફેરવાચેલી રડતી અને ભાંગેલી છતાંય કંઈક કહેતી ઉપરકેટની રા'ખેંગારની હવેલી, ત્યાં વાગતા રાણકદેવકીના માંચક ભણકારા, ત્યાં ટકરાઈને તૂટી પડેલી સત્તાઓનાં રુધિરથી ખરડાયેલી તેની ધૂડનાં દેકાંઃ બસે ને ચાર તસુ જેટલી લાંબી અને ચારસે ને નેવું તસુ જેટલા ઘેરાવાવાળી અરબસ્તાનના સલીમખાનના પુત્ર સુલતાન સુલેમાને પંદરમા સૈકામાં મિસરમાં બનાવેલી તેની નીલમ તેપ-અનેકવિધ વારાફેરાઓ વચ્ચે પણ જાજરમાન જૂનાગઢનો આ ઉપરકેટ કેટલે અલિપ્ત અને કે અણનમ ઊભે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
૬
જૂનાગઢ
રહ્યો અને કેટલી બધી ચઢાઈઓને તાબે થવા છતાંય પેાતાનુ સૈકાઘેરુ. અરમાન, કેટલી અને કેવી રમ્ય છટાથી તે સાચવી રહ્યો ?
દામેાદર અને પ્રાચીકુંડ જેવા જૂનાગઢના અનેક કુડા, ગેારખથી માંડીને દાતાર સુધીનાં તેનાં ઘણાંય સુરમ્ય શિખરા, નેમીનાથ અને અખામાતા જેવાં તેનાં અનેક 'ક્રિ, દમામદાર મસ્જિદ, રાનદાર મકબરાએ, નદીએ અને નેસડાઓ, ગીર જેવાં જ ગલેા અને આખા એશિયાના એ જંગલામાં વસતા એકલા વનરાજો-કસબીએ જડે તેા કસબની સામગ્રીના દુકાળ જૂનાગઢને જરાય નડતા નથી.
પણ એક વિશિષ્ટ આકષ ણ કરનારી વાત તેા હજી પણ ખાકી જ રહી. સાહિત્યની દુનિયામાંયે જૂનાગઢ પેાતાના નામની એક અમર કાતરણી કરી. ભક્તકવિ નરસિ’હુ જૂનાગઢની મત્તા હતા. ગુજરાતી ભાષાને કવિતાને કંઠ આપનારા જૂનાગઢના નરસૈયા હતા. અને નરસૈયાનું રચેલું, ગાંધીજીએ ગાયા પછીથી આપણી દુનિયાના કરોડા માનવીઓના કંઠમાં મઢાઈ ગયેલુ. વૈષ્ણવજન તે તેને કહીએ' નું જગપ્રસિદ્ધ કાવ્ય પણું જૂનાગઢની સાહિત્યરસિક ભૂમિને માથે જ પ્રકયુ હતું. અહીંથી થાડેક દૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
'
Page #8
--------------------------------------------------------------------------
________________
જાનાગઢ
વસેલા કાઠિયાવાડના નંદનવનસમા ચોરવાડમાં પણ સાહિત્યને બગીચે હજુ તો ગઈ કાલ સુધી ફોરેલે હતે. “સ્વ”નાં પુસ્તકોના લેકપ્રિય કર્તા અમૃતલાલ પઢિયારની મંડળી રમણીય ચોરવાડમાં હજુ તે હમણું જ વસતી હતી. આવું રળિયામણું જૂનાગઢ છે.”
જૂનાગઢમાં સાહિત્ય પરિષદનું અધિવેશન મળ્યું ત્યારે સ્વાગત–પ્રમુખ તરીકેના વ્યાખ્યાનમાં શ્રી શામળદાસ ગાંધીએ જૂનાગઢને પરિચય ઉપરના શબ્દોમાં આપે હતે.
જે સ્થાને જૂનાગઢ છે તે સ્થાને અથવા તેની નજીકમાં પ્રાચીનકાળથી વસાહતે હશે એમ તે લગભગ બધા જ ઈતિહાસકારે સ્વીકારે છે. શ્રી જયસુખરાય જોષીપુરાએ “ગૌરવ” નામના પુસ્તકમાં લખ્યું છે: “આ શહેરને આદિ કાળમાં મણિપુર,
સ્મૃતિકાળમાં ચંદ્રકેતુપુર, પછી રેવતનગર અને કળિકાળમાં પુરાતનપુર પણ કહેતા હતા.” આ બતાવે છે કે અહીં પુરાતનકાળમાં પણ નગરે હતાં. આ પછીના કાળમાં આ સ્થળનાં નગરને વિવિધ નામે મળ્યાં છે. ઇતિહાસના ઘણું વારાફેરા આ નગરે જોયા છે. એની સમગ્ર કથાનું નિરૂપણ કરીએ તે પહેલાં નર્મદ અને ન્હાનાલાલે એને વિષે જે નોંધ આપી છે તે જોઈ લઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ નર્મદે “ગુજરાત સર્વસંગ્રહમાં તેને વિશે નીચેની નોંધ આપી છે:
જુનાગઢ શહેર ઘણું પુરાતન છે. એનું જૂનું નામ જીર્ણદુગ હતું. એ ગુપ્ત રાજાઓના હાથમાં હતું ત્યાર પછી ચુડાસમાના હાથમાં ગયું. એ ચુડાસમા રાજાઓમાં સૌથી પ્રખ્યાત ને છેલ્લે રાજા રામંડળિક હતું. તેના ઉપર અમદાવાદને બાદશાહ સુલતાન મહમદ ચઢી આવ્યા ને જુનાગઢ લઈ પિતાના રાજમાં જોડી દીધું ત્યારથી તે અમદાવાદના રાજની પડતી થઈ ત્યાં સુધી જુનાગઢને રાજકારભાર અમદાવાદથી નિમાઈ આવતા મુસલમાન થાણદારે ચલાવતા. પછીથી અમદાવાદમાં દિલ્હીથી નીમાઈ આવતા સુબા રાજકારભાર કરતા ને જુનાગઢમાં દિલ્હીથી નિમાતા ફોજદાર કારભાર કરતા. સૌથી છેલ્લે ફોજદાર શેરખાન બાબી હતા. એ ૧૭૪૮ માં નવાબ એ ખિતાબ તથા બહાદુરખાન એ નામ ધારી સ્વતંત્રપણે રાજ્ય કરવા લાગ્યું. જોવાલાયક જગામાં નવાબને મહેલ, જમાદાર સાલેહ હિંદીનું મકાન, શેખ બાહઉદ્દીનનું મકાન, મેહબતક, ઇસ્પિતાલ અથવા દરબારી મકાને છે.”
કવિવર ન્હાનાલાલે જૂનાગઢને પરિચય આપતાં લખ્યું છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
નાગઢ
શ્રી કૃષ્ણના ને ચંદ્રગુપ્તના વારાનું પ્રાચીન શહેર છે. આપણું આદિ કવિ નરસિંહ મહેતા ત્યાં થયા; ઇતિહાસ જાણીતી સતી રાણકદેવડી જૂનાગઢની રાણી હતી. પાસે ગિરનારની પર્વતમાળ છે તે ગોળીરૂપે ગોળાકાર છે, ને વચ્ચે રવૈયા જેવું ગિરનારનું શિખર છે. એટલે પ્રાચીન કાળમાં ગિરનારને રેવત (રવૈયે) – રેવતાચળ કહેતા. રેવતના રાજાની કુંવરી રેવતીજી શ્રી કૃષ્ણના વડિલ ભાઈ બળરામને પરણાવ્યાં હતાં. સોરઠનાં સપાટ મેદાનેમાંથી ઊચે હલે છે તેથી ગિરનારને ઉજીયન પણ કહે છે. સામે દાતારની ટેકરી ઉપર જમિયલ પીરની જગા છે. ગિરનાર ઉપર દત્તાત્રીનાં પગલાં છે, જૈનોનાં દહેરાસરે છે. ગિરનારમાં સિંહ રમે છે, તે સિંહેના સંગાથી વેગીઓ રમતા. હમણું હમણું સિંહે ઓછા થયા છે, ને યેગી દેખાતા નથી. સુવર્ણગંગા–સેનરખ નદી ગિરનારમાંથી નીકળી જૂનાગઢ કને થઈ વહે છે, એમાંથી સોનાની કણિકાઓ જડતી. સોનરેખને બાંધીને મહારાજ ચંદ્રગુપ્તના સૂબાએ સુદર્શન સરોવર બંધાવ્યું હતું. સુદર્શનની પાળે અશોક મહારાજે શિલાલેખ કોતરાવ્યું હતું. આજે સુદર્શનને સ્થાને દામેકુંડ છે, ને શિલાલેખની મારગમાં મોટી શિલા પડેલી છે. પાસે રાખેંગારના ઉપરકેટનાં ખડર છે. જુના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ
ગઢમાં રાનું રાજ્ય હતું. ઈ. સ. ૧૪૭૧ માં અમદાવાદના બાદશાહે છેલ્લા રામંડળિકને હરાવીને જૂનાગઢ જીત્યું ત્યારથી ત્યાં મુસલમાની રાજ્ય છે. અમદાવાદના બાદશાહના ફેજદાર જૂનાગઢમાં રહેતા ને બાદશાહી નઝર ઉઘરાવતા. ઈ. સ. ૧૭૪૮
માં એ ફેજદાર સ્વતંત્ર નવાબ થયા. ઈસ્લામી રિોનકના મકબરા જૂનાગઢમાં જોવા જેવા છે. જૂનાગઢના બાગ જેવા બાગ ગુજરાતભરમાં બીજે નથી.”
ભગવાન કૃષ્ણ દ્વારકા વસાવ્યું ત્યારે આ પ્રદેશ પ્રસિદ્ધ તે હતું જ. પુરાણ કહે છે કે આનર્તના પુત્ર રેવતે કુશસ્થળી નામનું નગર વસાવ્યું હતું. આ કુશસ્થળી વિષે પુરાણમાં જે ઉલ્લેખે છે તે બધા શ્રી ઉમાશંકર જોષીએ “પુરા
માં ગુજરાત માં એકત્ર કર્યા છે. સમુદ્રતટે રેવત પર્વત પાસે કુશસ્થળી હતું અને ત્યાં દ્વારકા વચ્ચું એમ મહાભારતમાં કહ્યું છે. વધુમાં તેમાં કહ્યું છે કે રેવત પુરદ્વાર ભૂષણરૂપ હતું અને તેની બધી બાજુએ સમુદ્ર હતો. રેવતને પિતા રેવત આનર્ત દેશ ભેગવ અને કુશસ્થળીમાં વસતે. પણ કુશસ્થળી નામ પ્રમાણમાં પ્રાચીનકાળે ઘણું પ્રચલિત હતું એમ પુરાણેમાંના ઉલ્લેખ ઉપરથી લાગે છે. એટલે કુશસ્થળી અને કુશાવતી નામનાં નગરે અનેક સ્થળે હેાય એ સંભવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
. જાનાગઢ
૧૧
શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી માને છે કે રેવતક પર્વતની તળેટીમાં કુશસ્થળી વસ્યું હશે પછી એ જ સ્થાન ઉપર દ્વારકા વસ્યું હશે એવું અનુમાન એ કરે છે. એટલે કે આજનું જૂનાગઢ જે સ્થાન ઉપર છે ત્યાં અથવા તેની નજીક કૃષ્ણનું દ્વારકા વસ્યું હશે એમ એ માને છે. વેદના સમયમાં આજે જ્યાં ગુજરાત છે ત્યાં જગલે હતાં. એ પછી તે આ પ્રદેશમાં સ્થળ-જળના અનેક ફેરફાર થયા હશે. એ કાળે વસાહતે તે સાગરતીરે હશે. અંદરના પ્રદેશમાં આદિવાસીઓ વસતા હશે. એવા પ્રાચીનકાળમાં રેવતાચળની તળેટીમાં સૌથી પ્રથમ કુશસ્થળી વસ્યું હશે. અને એ જ સ્થાન ઉપર યાદવેએ આવીને દ્વારકા વસાવ્યું હશે એવી એમની અટકળ છે.
લગભગ આ જ અરસામાં સાગરકાંઠે પ્રભાસ પાટણ વસ્યું હશે. શ્રી કૃષ્ણના દેહોત્સર્ગ પછી જે કાબાઓએ કૃષ્ણની સ્ત્રીઓનું હરણ કર્યું હતું એ કાબાએ મૂળ તે યાદવવંશના જ હોય એ સંભવ છે.
ગિરનારની તળેટીને પ્રદેશ એ પ્રાચીન કાળમાં પણ ફળદ્રુપ તે હતું જ. એટલે લાંબા સમય સુધી એ સ્થળ ઉજજડ તે ન રહે.
નંદેના અને મૌના યુગમાં આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
કર
જૂનાગઢ
આવીએ છીએ ત્યારે ત્યાં એક નગર વસેલુ જ છે. ચંદ્રગુપ્ત મૌર્યંના જમાનામાં ગિરિનગરના ઉલ્લેખ છે. એ પછી સતત એ સ્થળે નગર રહ્યું છે. એમાં રૂપાંતર થતાં થતાં આજનું જૂનાગઢ વિકાસ પામ્યુ છે.
આ સ્થાનનો મહિમા ઇતિહાસની દૃષ્ટિએ ઘણા માટે છે. ઇતિહાસના અનેક યુગેાની નિશાનીઓ આ સ્થળે જળવાયેલી આપણને મળે છે. ભરૂચ અને એવાં બીજાં ઘણાં પ્રાચીન સ્થળેા ગુજરાતમાં છે. પણ એ સ્થળેાએ આટલા પ્રાચીનકાળના ઇતિહાસની નિશાનીઓ મળતી નથી. એટલે તે કવિવર ન્હાનાલાલે આ સ્થાનને ઉદ્દેશીને કહ્યુ છે
હા ! કાલરાશિ સરિખા ગિરિ રાજતા તે, ને એક ભૂતકહા ğાં ચરણે પડયા ’તા ઃ રાજેન્દ્ર કે। થઈ ગયા. સિખ ! ધર્માંગામા, તે કુલચન્દ્રની કથા ગુહાવન્તી ગાઢે; શું સ્થૂલ-સૂક્ષ્મ લહરી નથી એક પૂરે ? શું સ્કૂલ નેત્ર નવચેતન મન્ત્ર વાંચે ?
શું સૂક્ષ્મની ન વસી સુન્દરતા સ્થૂલામાં ? શુ સ્થૂલમાં ન ઊભરાય અક્ષ્ય સૂક્ષ્મ ? જોયુ. અમે ગિરિકણે, સ્થૂલની શિલામાં
જોયુ. અમે જ ઊંડું, અદ્ભુત માંહી દીઠું :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ
ઉર ભેદી શ્વેતાં
એ એક શલકણુનુ ઇતિહાસવાડી લીધ દર્શન šાં પ્રભુનુ ”
૧૩
જૂનાગઢમાં ગિરનાર તરફ જવાના રસ્તે વાઘેશ્વરીના દરવાજાથી નીકળે છે. એ રસ્તા ઉપર જમણા હાથે એક મોટા ખડક ઉપર ત્રણ મહત્ત્વના શિલાલેખા કેાતરેલા છે. તેમાં પહેલેા શિલાલેખ અશાકના છે. જૂનાગઢથી લગભગ એક માઈલના અંતરે આ ખડક આવેલેા છે. તેમાં અશેાકનાં પ્રસિદ્ધ ચૌદ શાસના છે. જમીનની સપાટીથી ખાર ફ્રુટ ઊંચા અને નીચેના ભાગમાં ૫ંચેાતેર ફૂટ પરીઘવાળા આ ગ્રેનાઈટના ખડક છે. તેમાં અથેાકને શિલાલેખ સા ચારસફૂટથી વધુ સપાટી ઉપર પથરાચેલેા છે. અથાકના શિલાલેખ ઉપરાંત આ ખડક ઉપર ખીજા બે લેખા પણ કેતરાયેલા છે. એમાંના એક મૌય રાજા ચંદ્રગુપ્તના પ્રાંતિક સૂખા વૈશ્ય પુષ્પગુપ્તે બધાવેલા સુદર્શન તળાવના સમારકામ સમધી મહાક્ષત્રપ રુદ્રદામનના સમયનેા છે. બીજો લેખ ગુપ્તરાજા સ્કંદગુપ્તના સમયના છે અને સુરાષ્ટ્રના સૂબા અને પદત્તના પુત્ર ચક્રપાલિતે ઈ. સ. ૪૫૬-૫૭માં કરાવેલા વિશેષ સમારકામ સધી છે.
અશે!કના લેખ ખડકની ઇશાન ખાજુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
જૂનાગઢ
ઉપર છે. મેજર જેમ્સ ટોડ ઈ. સ. ૧૮૨૨ના ડિસેમ્બરમાં ગિરનાર ઉપર ગયા હતા ત્યારે આ લેખ આખાદ સ્થિતિમાં હતા. એ પછી જૂનાગઢથી ગિરનાર જવાના બંધ ખાંધતી વખતે સુરગ ફાડતાં અશેાકના પાંચમા અને તેરમા શાસનાના અમુક ભાગ ઊડી ગયા હતા. અત્યારે તે આલેખવાળા ખડકની સાચવણી પુરાતત્ત્વખાતુ કરે છે. તેના ઉપર મકાન માંધવામાં આવ્યું છે અને તેની સાચવણી પ્રમાણમાં ઠીક થાય છે.
અશેકનાં આ ધર્મશાસનેાનુ ઐતિહાસિક મહત્ત્વ ઘણું છે. એમાંથી કેટલીક ઉપયેગી માહિતી પણ મળે છે. એમાં જે ખડિત શાસનેા છે તે છેડી દઈ ને બાકીનાં શાસનાને અનુવાદ શ્રી ગિરિજાશકર વલ્લભજી આચાય કૃત ગુજરાતના ઐતિહાસિક લેખા'માંથી અહી ઉતારીએ છીએ :
શાસન ૧ કું
અ આ નીતિલેખન ધ્રુવેાના પ્રિય પ્રિયદર્શિ રાજાએ લખાવેલ છે.
ઞ આંહી કોઈ પણ જીવતા પ્રાણીને મારવું નહીં, તેમજ હામવુ નહી..
ક અને કાઈ પણ ઉત્સવસમેલન ભરવું નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
જુનાગઢ
છે કારણ કે દેવેના પ્રિય પ્રિયદશિ રાજા ઉત્સવ
સંમેલનમાં બહુ દેષ જુએ છે. ઈ પણ વળી કેટલાંક એવાં ઉત્સવસંમેલને છે કે જે
દેવેના પ્રિય પ્રિયદશિ રાજાથી સારાં મનાય છે. ફ પૂર્વે દેના પ્રિય પ્રિયદશિ રાજાના રસોડામાં
સૂપ બનાવવા માટે ઘણું લાખ પ્રાણુઓ રેજ
મારવામાં આવતાં હતાં. ગ પણ હવે જ્યારે આ નીતિલેખન લખાયું છે ત્યારે
સૂપ માટે માત્ર ત્રણ પ્રાણી મારવામાં આવે છે. બે મેર અને એક હરણ; વળી આ હરણ પણ હમેશ નહીં. હ આ ત્રણ પ્રાણીઓ પણ ભવિષ્યમાં મારવામાં
આવશે નહીં.
શાસન બીજું અ દેવેના પ્રિય રાજાના (જીતેલા) પ્રદેશમાં બધે
તેમજ સરહદ ઉપરના રાજાઓ જેવા કે ચેડ, પાય, સંતિયપુત, કેતલપુત તેમજ તામ્રપણું અને ચેનરાજા અંતિયક અને વળી આ અંતિયકની પડોશમાં જે રાજાઓ છે તેમાં બધે દેવના પ્રિય રાજાથી બે પ્રકારની ચિકિત્સા સ્થાપવામાં આવી? માણસની ચિકિત્સા અને પશુની ચિકિત્સા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬
જૂનાગઢ
બ અને જ્યાં જ્યાં મનુષ્યપગી અને પશુપયેગી
ઔષધે નહાતાં ત્યાં ત્યાં તે મંગાવવામાં આવ્યાં
અને રેપાવવામાં આવ્યાં. કે જ્યાં જ્યાં મૂળ અને ફળે નહતાં ત્યાં ત્યાં તે
મંગાવવામાં આવ્યાં અને પાવવામાં આવ્યાં. ડ પશુ અને મનુષ્યના ઉપયોગ માટે રસ્તાઓ ઉપર કૂવાઓ ખેદાવવામાં આવ્યા અને ઝાડે પાવવામાં આવ્યાં.
શાસન ત્રીજી અ દેવોના પ્રિય રાજા આ પ્રમાણે બેલે છે. બ રાજ્યાભિષેક થયાને બાર વર્ષ થયાં ત્યારે મહારાથી
નીચેને હુકમ કાઢવામાં આવ્યું? કે દરેક પાંચ પાંચ વર્ષે હારા પ્રદેશમાં બધે યુક્ત રાજૂક અને પ્રાદેશિક સંપૂર્ણ મુસાફરીએ નીકળશે અને તે આ હેતુ માટે (એટલે કે) નીચેના નીતિશિક્ષણ માટે તેમજ બીજા કામકાજ માટે : ડ માતા અને પિતા તરફ સુશ્રુષા સારી છે. મિત્ર,
ઓળખીતા, સંબંધી, બ્રાહ્મણ અને શ્રમણ તરફ ઉદાર વૃત્તિ સારી છે. પ્રાણીઓની અહિંસા સારી છે, ઓછા ખર્ચ અને ઓછું સંઘરવું સારું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
નાગઢ
૧૭
ઈ (આ નિયમે) હેતુપુરઃસર અને અક્ષરશઃ નોંધવા
માટે પરિષદ પણ “યુક્ત” ને ફરમાવશે.
શાસન ચોથું અ પૂર્વ સમયમાં ઘણાં સૈકા સુધી પ્રાણીઓને વધા
અને જીવોની હિંસા નિરંતર વધતી જતી હતી. (તેમજ) જ્ઞાતિજન તરફ અવિવેક અને બ્રાહ્મણ
અને શ્રમણ તરફ અવિવેક (પણ વચ્ચે જતો હતો. બ પણ હવે દેના પ્રિય રાજાની નીતિચર્યાને લીધે હેલને અવાજ હવે નીતિને અવાજ (થયે છે). કેને વિમાન, હાથીઓ, અગ્નિસમૂહ અને બીજા દિવ્ય
રૂપે બતાવીને. ક ઘણું સૈકા સુધી પૂર્વે અસ્તિત્વમાં નહોતાં એવાં હવે દેવેના પ્રિય રાજાના નીતિશિક્ષણને લીધે પ્રાણીઓના વધને અટકાવ, જીની અહિંસા, જ્ઞાતિજન તરફ વિવેક, માતાપિતાની સેવા, બ્રાહ્મણે અને શ્રમણે
તરફ વિવેક, અને વૃદ્ધની સેવા (એ બધાં) વધ્યાં છે. ડ આ અને બીજી ઘણી રીતે નીતિચર્યા વધી છે. અને
આ નીતિચર્યા દેવેના પ્રિય રાજા હમેશાં વધારશે. ફ દેવેના પ્રિય રાજાના પુત્ર, પૌત્રે અને પ્રપૌત્રો આ
નીતિચર્યાને પ્રલય પર્યન્ત વધારશે. નીતિ અને શીલ
પાળીને નીતિનું શિક્ષણ આપશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮
જૂનાગઢ
ગ આ નીતિનુ શિક્ષણ તે શ્રેષ્ઠ કામ છે. હું શીલ વિનાના પુરુષ માટે નીતિચર્યા હાતી નથી, તેટલા માટે આ અથની વૃદ્ધિ અને અનુણપ સારી છે. જ નીચેના હેતુ માટે આ લખવામાં આવેલ છે. એટલે કે આ આચરણની વૃદ્ધિ ચેાજવી અને તેની હાનિ પસંદ કરવી નહી.
। દેવાના પ્રિય રાજાએ, અભિષેકને ખાર વર્ષે થયે લખાવેલ છે.
શાસન ૬ હું
અ દેવેાના પ્રિય રાજા આ પ્રમાણે કહે છે :
અ ભૂતકાળમાં કામના નિકાલ તેમ જ અહેવાલ રજૂ કરવાના (રિવાજ) પૂર્વ અસ્તિત્વમાં નહેાતા.
ક પણ (તેથી) મ્હેં આ પ્રમાણે ગોઠવણ કરી છે. ડ હું જમતા હાઉ” અગર જનાનામાં હાઉ” અગર અંદરના ઓરડામાં હાઉ અગર ગેાશાળામાં, પાલખીમાં કે વાડીમાં હોઉં ત્યાં બધે પ્રજાનું કામકાજ ગમે ત્યારે હુને નિવેદન કરવા માટે ખબર આપનારાએ રાખવામાં આવ્યા છે.
એ ખધે ઠેકાણે પ્રજાનું કામકાજ કરું છઉં.
* હું જે મેઢેથી દાન અગર ઢંઢેરાનેા હુકમ કરું તે સમધી તેમજ જે તાકીદની ખાખત મહામાત્રોને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ
૧૯
સોંપવામાં આવી હોય તે સંબંધી પરિષદમાં વિવાદ થાય અગર સુધારે સૂચવવામાં આવે તે ગમે તે વખતે ગમે ત્યાં તે મહને નિવેદન કરવું જોઈએ. ગ એમ હે હુકમ કર્યો છે. હ કારણ કે કાર્યને નિકાલ કરવામાં અને (તે સંબંધી
શ્રમ લેવામાં સ્વને કદિ સન્તોષ થતું નથી. ઈ બધા લેકેનું હિત એ મ્હારું કર્તવ્ય માનું છઉં. જ પણ તેનું મૂળ શ્રમ લે અને કાર્યને નિકાલ છે. ક બધા લોકોનું હિત જાળવવા માટે બીજું કઈવધારે
ઉપગી કાર્ય નથી. લ હું જે પ્રયાસ કરું છઉં તે એટલા માટે કે હું પ્રાણી
એના કરજમાંથી મુક્ત થાઉં, આ સંસારમાં તેમને
હું સુખ આપું અને પરલોકમાં તેઓ સ્વર્ગ મેળવે. મ આ હેતુ માટે આ નીતિશાસન લખાવવામાં આવ્યું
છે કે તે લાંબે વખત ટકે અને મ્હારા પુત્ર, પૌત્રે
અને પ્રપૌત્રો બધા લેકના હિત માટે આ પ્રમાણે વર્તે. ન ઉગ્ર પરાક્રમ સિવાય આ દુષ્કર છે.
શાસન ૭ મું અ દેવેના પ્રિય રાજા ઈચ્છે છે કે બધા પન્થ બધે વસવા જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ
બ તે બધા સંયમ અને માનસિક શુદ્ધિની અપેક્ષા
રાખે છે. ક પણ મનુષ્ય ઊંચી નીચી તૃષ્ણાઓ અને આવેશે
ધરાવે છે. ડ કાં તો તેઓ બધી (તૃષ્ણા) પરિપૂર્ણ કરે છે અગર
અમુક અંશે સફળતા મેળવે છે. ઈ વિપુલ દાન કરનારામાં જે સંયમ, માનસિક શુદ્ધિ, કૃતજ્ઞતા અને દઢ ભક્તિ ન હોય તે (તે) બહુ જ નીચે છે.
શાસન ૮ મું અ ભૂતકાળમાં રાજાએ વિહારયાત્રા કરવા નીકળતા. બ તેમાં મૃગયા અને બીજી તેવી મજાએ (ભેગવાતી)
હતી. ક પણ જ્યારે દેવના પ્રિય રાજાને અભિષેક થયાને
દસ વર્ષ થયાં ત્યારે તે સંબંધિ(બુદ્ધ ગયા)એ ગયે. ડ તેથી આ ધર્મયાત્રા શરૂ કરાઈ). ઈ આમાં નીચે પ્રમાણે થાય છે. બ્રાહ્મણ અને શ્રમણનાં દર્શન, (
તેને) દાન, વૃદ્ધાનાં દર્શન અને સેનાથી પિષણ, ગામડાઓનાં માણસોનાં દર્શન, (તેને) ધર્મનું શિક્ષણ અને પ્રાસંગિક ધર્મ સંબંધી પ્રશ્નો પૂછવાનું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
જનાગઢ
૨૧
ફ દેના પ્રિય રાજાના (રાજ્યના) આ બીજા ભાગથી ઘણું પ્રીતિ ઉત્પન્ન થાય છે.
શાસન ૯ મું અ દેવના પ્રિય રાજા આમ કહે છે. આ મંદવાડમાં, પુત્ર તેમ જ પુત્રીનાં લગ્નમાં, પુત્રજન્મ વખતે તેમ જ યાત્રાએ જતી વખતે માણસે જુદી
જૂદી વિધિઓ કરે છે. ક પણ આ પ્રસંગે સ્ત્રીઓ બહુ અને બહુજાતની સુદ્ર
અને નિરર્થક વિધિઓ કરે છે.
હવે વિધિઓ કરવી જોઈએ. એ પણ આ જાતની વિધિ અ૫ ફળવાળી છે. ફ પણ નીચેની વિધિ એટલે કે ધર્મ સંબંધી વિધિ
બહુ ફળવાળી છે. ગ તેમાં નીચેની વિધિનો (સમાવેશ થાય છે). ગુલામ
અને નેકરને યોગ્ય સભ્યતા, વૃધે તરફ પૂજ્યભાવ, પ્રાણીઓ તરફ સંયમ અને બ્રાહ્મણ અને શ્રમણ તરફ દાનવૃત્તિ. આ અને એવી બીજી વિધિ
ધર્મવિધિ કહેવાય છે. હ તેટલા માટે પિતા, પુત્ર, ભાઈ અગર સ્વામીએ કહેવું જોઈએ કે આ સારું છે, હેતુ પાર પડે ત્યાં
સુધી આ વિધિ કરવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૨
જૂનાગઢ
ઈ અને એમ પણ કહેવામાં આવ્યુ છે કે દાન દેવુ તે
સારુ છે.
જ ધનું દાન અને ધર્મના અનુગ્રહ જેવુ· મીજી એકે દાન અનુગ્રહ નથી.
ક તેટલા માટે મિત્ર, સુહૃદય જ્ઞાતિજન અને સેાખતીએ તે તે પ્રકરણમાં (બીજાને) ટાકવાં જોઈએ કે આ કરવું જોઈએ, આ સારું છે, આ કરવાથી સ્વર્ગ મેળવવુ* શક્ય છે.
લ અને સ્વગ મેળવવા કરતાં બીજી વધારે શું ઈષ્ટ છે.
શાસન ૧૦ સુ
અ હમણાં અને ભવિષ્યમાં મ્હારી પ્રજા ધસેવે અને ધર્માંત્રતનુ પાલન કરે તે (સેવા અને પાલન) સિવાય યશ અને કીતિના કાંઈ મ્હોટા ફાયદો નથી. આ આ માટે દેવાના પ્રિય રાજા યશ અને કીર્તિની ઈચ્છા રાખે છે.
ક પણ જે પ્રયત્ન દેવાના પ્રિય રાજા કરે છે તે મધે પરલેાક માટે છે કે જેથી બધાં માણસ આછે ભય ખેડે.
ડ પણ ભય આ છે, એટલે કે અપુણ્યત્વ. ઈ પણ ક્ષુદ્ર તેમ જ ઊંચા માણસથી ઘણી જ ખંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
બનાગઢ
અને ખીનું મધું તજી દીધા વિના આ (સાધવુ')
દુષ્કર છે.
* પણ ઉચ્ચ માણસને માટે આ ખાસ દુષ્કર છે.
૨૩
શાસન ૧૧ સુ
અ દેવાના પ્રિય રાજા આમ કહે છે :
અ ધમના દાન જેવું ખીજું દાન નથી, ધર્મ દ્વારા) ઓળખાણ જેવી ત્રીજી ઓળખાણુ નથી, ધમની લ્હાણી જેવી બીજી લ્હાણી નથી, અને ધમ (દ્વારા) સમન્ય જેવા ખીજો સંબન્ધ નથી.
તેમાં આને સમાવેશ થાય છે.—દાસ અને નાકરે તરફ સમભાવ, માતા અને પિતાની સેવા, મિત્ર, એળખીતા અને સંબન્ધી, બ્રાહ્મણ અને શ્રમણ તરફ ઉદારતા અને પ્રાણીની અહિંસા.
૩ આ ખામતમાં પિતા, પુત્ર, ભાઈ, મિત્ર, ઓળખીતા, સબન્ધી અને પાડાશીએ પણ કહેવુ જોઈ એ કે
·
આ સારુ છે, આ કરવુ જોઈ એ.
ઈ તે પ્રમાણે જો (કેાઈ) કરે તે! આ લેાકમાં સુખની પ્રાપ્તિ થાય છે અને તે ધર્માંદાનથી પરલેાકમાં પણ અનન્ત પુણ્ય થાય છે.
શાસન ૧૨ સુ
અ દેવાના પ્રિય રાજા બધા પન્થાને માન આપે છે. સાધુને તેમજ ગૃહસ્થાને માન આપે છે, દાનથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ
અને વિવિધ જાતની પૂજાથી માન આપે છે. આ બધા પન્થોનાં સારભૂત તની વૃદ્ધિના જેવાં બીજા
એકે દાન અગર પૂજા માનતા નથી. ક તન વૃદ્ધિ બહુ જાતની (હાય છે.) ડ પણ તેનું મૂળ બલવામાં સંભાળ એ છે. (એટલે
કે) પ્રસંગ વગર પોતાના પન્થની પ્રશંસા અગર બીજાના પન્થની નિંદા ઉદ્દભવે નહિ અને પ્રસંગે પણ તે પ્રમાણસર થાય. ઈ દરેક પ્રકરણમાં બીજાના પન્થને માન આપવું જોઈએ. ફ એમ કરે છે તે પન્થની વૃદ્ધિ કરે છે અને બીજાના
પન્થના ઉપર ઉપકાર કરે છે. ગ પણ જે અન્યથા વર્તે તે પિતાના પન્થને ધકકો
પહોંચાડે છે અને બીજાના પન્થની ઉપર પણ
અપકાર કરે છે. હ કારણ કે જે પિતાના પન્થને પૂજે છે અને બીજાના પન્થને નિદે છે અને તે બધું પોતાના પન્થ તરફની ભક્તિને લીધે એટલે કે પિતાને પન્થ કીતિ પામે તેવા હેતુથી તે તેમ કરવાથી પિતાના પન્થને ઘણે
દરજજે નુકસાન પહોંચાડે છે. ઈ તેટલા માટે સલાહસંપ જ કલ્યાણકારક છે. એટલે કે
એકબીજાને ધર્મ સાંભળે અને ધર્મની આજ્ઞા પાળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
જાનાગઢ
૨૫
જ કારણ કે દેવેના પ્રિય રાજાની એવી ઈચ્છા છે કે
બધા પન્થ બહુ જ્ઞાનવાળા અને કલ્યાણકારક મતવાળા હોવા જોઈએ. ક અને જેઓ પોતપોતાના પન્થમાં પ્રસન્ન રહે છે
તેઓને કહેવું જોઈએ કે– લ બધા પત્થાનાં મુખ્ય તની વૃદ્ધિ જેટલાં દાન
અગર પૂજાને દેવના પ્રિય રાજા ગણતા નથી. મ અને આ માટે બહુ અમલદારે રોકવામાં આવ્યા
છે જેવા કે નીતિના મહામાત્ર, સ્ત્રીઓને કાબૂમાં રાખનારા મહામાત્ર, ગશાળાની દેખરેખ રાખ
નારાઓ અને બીજા દરજજાના અમલદારે. ન અને તેનું ફલ આ છે. પિતાના પન્થની વૃદ્ધિ
થાય છે અને ધર્મની કીર્તિ (વધે છે).
શાસન ૧૪ મું અ આ ધર્મલિપિઓ દેવના પ્રિય રાજાએ સંક્ષિપ્ત,
મધ્યમ, અગર વિસ્તૃત સ્વરૂપમાં લખાવી છે. બ અને તે આખી બધે અનુકૂળ નહતી. ક હારું રાજ્ય વિસ્તારવાળું છે. બહુ લખાયું છે,
અને હજુ બહુ લખાવાશે. ડ અને તે તે અર્થની મધુરતાને લઈને આમાંથી
કેટલુંક ફરી ફરી કહેવાયું છે. તેથી લેકે તે પ્રમાણે વર્તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ
ઈ દેશને લઈને અગર મ્હારે હેતુ ન પસંદ પડવાથી અગર લેખકના દોષથી આમાંનું કેટલુંક કેટલીક જગાએ અધુરુ લખાયું છે, ’'
ગિરિનગરની આ ધલિપિમાં ગુજરાતી સ'સ્કારને ઘડનારુ' સૌથી પહેલુ ઇતિહાસસિદ્ધ મળ છે. આપણા લેાકજીવનમાં સાંસ્કારિક વારસારૂપે ઊતરી આવેલાં ઘણાં લક્ષણે!નાં ખીજ એમાં મળે છે. ગુજરાતની પશુદયની ભાવના, પશુએની માવજત કરવાની અને સવિશેષ ખાડાં ઢારને સાચવવાની પ્રથા, વાવ-કૂવા કરાવવાની ગુજરાતની જરૂર, દાનની પ્રથા અને સવ ધમ સમભાવની અહીં સ્પષ્ટ સ્વરૂપે દેખાય છે.
ભાવના
૨૬
સૌ કાળમાં સૌરાષ્ટ્રમાં એવી ક્ષત્રિય જાતિએ હતી કે જે ખેતી, પશુપાલન અને શસ્ત્ર દ્વારા પેાતાનુ ગુજરાન ચલાવતી.
અશેાકના સમયમાં જેમ સૌરાષ્ટ્ર-આનમાં ઔદ્ધસ‘પ્રદાય પ્રચાર પામ્યા હતા તેમ તેના ઉત્તરાધિકારી સ‘પ્રતિના સમયમાં જનસંપ્રદાય ફેલાયે હતા.
આ શિલા ઉપર ખીજે મહત્ત્વના લેખ રુદ્રદામનના છે. એ અગિયાર ફૂટ એક ઇંચ પહેાળા અને પાંચ ફૂટ પાંચ ઇંચ ઊંચા છે. તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ
૨૭
વીસ પંક્તિ છે. આમાંની છેલી ચાર પંક્તિઓ જ બરાબર સચવાયેલી છે. બાકીની બધી પંક્તિઓમાંથી કેટલાક કેટલેક ભાગ ઘસાઈ ગયેલ છે. આ લેખની ભાષા સંસ્કૃત છે. તે ગદ્યમાં છે. જે સુદર્શન તળાવ પાસે આ લેખ કોતરાયેલું છે તેને મહાક્ષત્રપ રુદ્રદામાએ દુરસ્ત કરાવ્યું હતું તે હકીકત નોંધવાને આ લેખને આશય છે.
ઈ. સ. ૧૫૦ની ૧૬મી નવેમ્બરે બંધનું બાંધકામ પૂરું થયું હતું એમ જણાય છે. આ લેખમાં ગિરિનગરને ઉલ્લેખ છે, ઉર્જયત પર્વતનો ઉલ્લેખ છે અને સુવર્ણસિક્તા અને પલાશિની એવી બે નદીઓનાં તેમાં નામ છે.
અશેક પછી અહીં કોનું શાસન હશે તે ચક્કસ કહી શકાતું નથી. પણ ઈ. સ. પૂર્વે ૧૮૦ થી ઈ. સ. ૧૦૦ સુધી અહીં યવનોનું રાજ્ય હોય એ સંભવ છે. એ બધા સમય દરમિયાન ગિરિનગરમાં રાજધાની રહી લાગે છે. અશેકના સમયમાં યવનરાજ તુષારૂ ગિરિનગરને સૂબે હતે. એ પછીના સમયમાં યવનેની સત્તા અહીં ટકી રહી હેય અને તેથી તેને યવનદુર્ગ એવું નામ મળ્યું હોય એ શકય છે.
એ પછી અહીં ક્ષત્રપોનું રાજ્ય સ્થપાયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૮
જૂનાગઢ એ ક્ષત્રપોમાં મહાક્ષત્રપ રુદ્રદામા આવ્યો. તેનું વર્ણન આ લેખમાં છે. તેમાં કહ્યું છે: “તેનામાં રાજલક્ષ્મી ધારણ કરવાના ગુણને જોઈને સર્વે વર્ણોએ જઈને રક્ષણ માટે તેની “પતિ એટલે પાલક તરીકે વરણું કરી. આ રાજાએ પુરુષવધ ન કરવાની પ્રતિજ્ઞા કરી હતી, અને તે પાળી હતી. તેણે સામે આવેલા સમેવડિયા શત્રુને પ્રહાર કરવાનું ન ચૂક્યા છતાં કરુણ બતાવી હતી.” રુદ્રદામાએ વ્યાકરણ, અર્થશાસ્ત્ર, સંગીત, ન્યાય વગેરે મહાન વિદ્યાએ મેળવી હતી. અશ્વચર્યા, ગરચર્યા, રથચર્યા અને ઢાલ-તલવાર તેમજ બાહુયુદ્ધમાં તેણે પ્રાવિય મેળવ્યું હતું એ ઉલ્લેખ આ લેખમાં છે.
- ઈ. સ. ૧૫૦માં એટલે શક સંવત બોતેરના માગશર વદ ૧ ને દિવસે ગિરિનગરમાં અતિવૃષ્ટિ થઈ. પરિણામે બધે જાણે મહાસાગર હોય એવાં પાણી ભરાઈ ગયાં. સુવર્ણ સિક્તા, પલાશિની વગેરે નદીઓમાં પૂર આવ્યાં અને સુદર્શન તળાવને બંધ તૂટી ગયો. તેથી તળાવ ખુલ્લું થઈ ગયું. તળાવનું બધું પાણી વહી ગયું. પ્રજામાં નિરાશા વ્યાપી ગઈ. ત્યારે પલ્લવ સુવિશાખે બંધ બંધાયે.
આ સુવિશાખને પરિચય લેખમાં આપવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યું છેઃ “આ અધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ
ઠ્ઠાનમાં એટલે ગિરિનગરમાં પૌર અને જાનપદ જના કહેતાં શહેરી અને ગામડાના લેાકેાના હિત માટે આખા આન–સુરાષ્ટ્રના પાલન માટે નિયુક્ત થયેલા કુલૈપના પુત્ર સુવિશાખ પહુવે” બીજા અમાત્યે જ્યારે સફળ રીતે કામગીરી મજાવી નહિ શકા હાય ત્યારે રુદ્રદામાએ આ સુવિશાખને અહીં મેાકલ્યા હશે. એ શકત, દાંત, સ્થિર, નિરભિમાની આય હતા. અર્થ અને ધર્મના ચેાગ્ય વ્યવહાર કરીને તેણે લાકપ્રિયતા મેળવી અને પેાતાના રાજાનાં ધર્મ, કીતિ અને યશ વધાર્યાં.
૨૯
મૌર્યા અને રુદ્રદામા વચ્ચે સૈકાઓને સમય વીત્યેા હતેા. એ બધા સમયને સુદર્શન તળાવના ઇતિહાસ લેખામાં અને રાજ્યના દસ્તાવેજોમાં સચવાયા હતા. રુદ્રદામાએ સુદર્શનનું આખુ ખાંધકામ ફ્રીને કરાવ્યુ હતુ. લેખ કહે છે: “સૌ રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય વૈશ્ય પુણ્યગુપ્તે કરાવેલુ, અશેાક મૌર્યના યવનરાજ તુષાસ્યે અધિષ્ઠાન કરી– અમલ કરી પ્રણાલિએથી અને રાજાને અનુરૂપ જેનુ વિધાન છે તેવું.”
7
એક ઉલ્લેખપાત્ર હકીકત એ છે કે રુદ્રદામાએ આ તળાવ વેડથી કે નવા કરવેરા નાખીને મધાવ્યુ ન હતું. તેને માટેના બધા ખર્ચે રાજ્યના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૦
જૂનાગઢ
કેશમાંથી કરવામાં આવ્યે હુતા. આ કામ વધુ પડતા સમયમાં થયું ન હતું. મૂળ અંધ કરતાં નવા અંધ ત્રણગણેા પહેાળે, ત્રણગણા લાંખે। અને ત્રણગણું મજબૂત હતા. લેખના આરંભમાં તળાવતુ વર્ણન છે.
“આ તળાવ સુદર્શન મેટા ઉપચયમાં વતે છે. અર્થાત્ છલ છલ છે. તે ગિરિનગરથી (પછીને ભાગ તૂટી ગયા છે. એ હાત તે નગરથી કેટલે દૂર અને કઈ દિશામાં તે છે એ ખખર પડત.) અધી પાળેા પહેાળાઇ લંબાઈ અને ઊંચાઈમાં પથ્થરથી એવી રીતે ખાંધેલી છે કે તેમાં સાંધે ન રહે તેથી અકૃત્રિમ—કુદરતી પર્વ તપાદની સ્પર્ધા કરે એવા સેતુબન્ધથી તળાવ ઉપપન્ન સજ્જ છે. સુવ્યવસ્થિત પ્રણાલીઓ, પરિવાહા અને કચરાથી ખચવાના ઉપાયે – ત્રિકન્સ અને અમુક અનુગ્રહા—સગવડોથી મેટા ઉપચયમાં સુદર્શન તડાગ વતે છે.”
ક્ષત્રપકાળમાં ગિરિનગરમાં જૈન અસર પણ ઠીક ઠીક હશે એમ સૂચવતા એક ખંડિત શિલાલેખ પણ ગિરિજાશ કર આચાયના ગ્રંથમાં મળે છે. શ્રી ભાગીલાલ સાંડેસરાએ જૈન આગમામાં ગુજરાત’ નામના ગ્રંથમાં ગિરિનગર વિશેના ઉલ્લેખાના સંગ્રહ કર્યાં છે. ગિરિનગરમાં એક અગ્નિપૂજક વણિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ
રહેતે. એ વણિક એક ઘરમાં રને ભરીને તેને સળગાવી દઈ અગ્નિનું તર્પણ કરતા અને તેથી એક વખત આખા નગરને આગ લાગી હતી એવી એક કથા આવશ્યક ચૂર્ણોમાં છે. બીજી પણ કેટલીક કથાઓ છે.
રુદ્રદામા પછી લગભગ બાવીસ ક્ષત્રપ રાજાએ થઈ ગયા, એમના સમયમાં રાજ્ય મેટું થતું ગયું અને એ આખા રાજ્યનું પાટનગર ગિરિનગર રહ્યું. અવન્તી, અનૂપ, આનર્તા–સુરાષ્ટ્ર, સ્વભ્ર, મરુ, કચ્છ, સિંધુ, સૌવીર, કુકુર, અપરાન્ત, નિષાદ વગેરે દેશે આ મહારાજ્યમાં સ્થાન પામતા હતા. દક્ષિણમાં દૂર સુધી ગિરિનગરની આણ વર્તતી હતી.
ગુપ્તવંશના ચંદ્રગુપ્ત બીજાએ ગુસ્તાની સત્તા તોડી પાડી. પછી પશ્ચિમ ભારતને બધે પ્રદેશ ગુપ્તાના શાસન નીચે ગયે. પણ એ સમયમાંયે ગુજરાતની રાજધાની તે ગિરિનગરમાં જ રહી હતી. આગળ આપણે જે બે મહત્ત્વના શિલાલેખને ઉલ્લેખ કર્યો છે એ શિલાલેખે જે ખડક ઉપર છે તેના ઉપર ત્રીજે મહત્ત્વને શિલાલેખ ગુપ્તકાળને છે. એ ગુપ્ત સંવત ૧૩૫ ને છે એટલે કે ઈ. સ. ૪૫૭–૧૮ છે. અતિવૃષ્ટિ, સુદર્શનને નાશ અને તેને પુનરુદ્ધાર એ આ લેકને વિષય છે. એગણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૨
જૂનાગઢ
ચાલીસ શ્લોકના એક સુંદર કાવ્યમાં આ લેખ છે. એ લેખનું શીર્ષક “સુદર્શનતટાકસંસ્કાર ગ્રંથરચના” એવું છે.
આ લેખની શેપ જેમ્સ પ્રિન્સેપે ઈ. સ. ૧૮૩૮ માં પ્રસિદ્ધ કરી હતી. ડો. ભગવાનલાલ ઈન્દ્રજીએ કપડાં પર તેની છાપ ઉતારી હતી અને તે શિલાછાપમાં છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ લેખમાં ગિરિનગરનું વર્ણન પણ છે. એ લેખ જોતાં લાગે છે કે એ શહેર પર્વતની તળેટીમાં જ હોવું જોઈએ. આ લેખનું લખાણ દસ ફૂટ પહોળી અને સાત ફૂટ ત્રણ ઇંચ ઊંચી જગ્યામાં છે. લેખના પ્રથમ ભાગમાં ગુપ્ત રાજા સ્કંદગુપ્તનું વર્ણન છે. પછી ભગવાન વિષ્ણુની સ્તુતિ છે. એ પછી રાજયકર્તાઓની પ્રશંસા છે. પછી સ્કંદગુપ્ત સુરાષ્ટ્રને વહીવટ કરવા નીમેલા અધિકારી પર્ણદત્તને પરિચય છે. પર્ણદત્ત આ નગરનો વહીવટ કરવા પોતાના પુત્ર ચકપાલિતને નીમ્યું હતું એ ઉલ્લેખ એમાં છે. ઈ. સ. ૪૫૫–૫૬ માં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સુદર્શન તળાવ અતિવૃષ્ટિને લીધે તૂટી ગયેલું અને ચક્રપાલિતના હુકમથી ઈ. સ. ૪પ૬-૧૭ માં તેનું સમારકામ થયું એ હકીકત તેમાં નોંધવામાં આવી છે.
આમ આ ખડક ઉપરના લેખાએ આ નગરના જીવનની કથા સાચવી છે. ગુજરાતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
જનાગઢ
મનુષ્યપ્રયત્નથી રચાયેલાં જળાશ, તળાવ, વાવ, કુવાએ તેના સામાજિક જીવનના આધારરૂપ રહ્યાં છે એ હકીકતનું સમર્થન આ લેખ કરે છે. ગુજરાતની સંસ્કૃતિ શતકો સુધી સરેવરસંસ્કૃતિ રહી હતી. સુદર્શનથી શરૂ કરીને સહસ્ત્રલિંગ સુધી એ પ્રણાલિકા સ્પષ્ટપણે દેખાય છે.
ઈ. સ. ૪૮૦ માં સ્કંદગુપ્તને દેહાન્ત થ. એ પછી પશ્ચિમ ભારતમાંથી ગુસ્તાની સત્તા તૂટવા લાગી. વલભીના મિત્રકે બળવાન બન્યા અને સ્વતંત્ર બન્યા.
મૌ, ક્ષત્રપ અને ગુપ્તના કાળમાં સાત વર્ષો સુધી ગિરિનગર ગુજરાત પ્રદેશનું પાટનગર રહ્યું હતું એ એ નગરના ઈતિહાસની ખૂબ મહત્ત્વની હકીકત છે.
- ઈ. સ. ૪૭૦-૭૫ ના અરસામાં હૂણેએ ગુપ્ત સામ્રાજ્યને તોડી પાડ્યું. લગભગ એ જ કાળે વિજયસેન ભટ્ટાકે વલભીના રાજ્યની સ્થાપના કરી.
આ વલભીનું મહારાજ્ય લગભગ ત્રણ શતક સુધી ચાલ્યું. એ કાળમાં સૌરાષ્ટ્ર પ્રદેશ આબાદ બચે. આજે એ પ્રદેશમાં જે ગામડાં છે તેમાંનાં ઘણું વલભી કાળમાં વસેલાં છે. એ સમયે સૌરાષ્ટ્ર પ્રદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
જાનાગઢ
ખૂબ “આબાદ હતે. ચીની પ્રવાસી હ્યુ-એન-સાંગ ઈ. સ.ના ૭ મા શતકમાં આવ્યું હતું. તેણે એ કાળના સૌરાષ્ટ્રનું વર્ણન આપ્યું છે. આ કાળમાં ગિરિનગર વલભીના રાજ્યકર્તાઓના શાસનમાં હતું. વલભીને નાશ થયો ત્યારે ગિરિનગરને સૂબો સ્વતંત્ર થઈ ગયું અને તેણે ચૂડાસમા વંશને આરંભ કર્યો એવી એક અટકળ કેટલાક ઈતિહાસકારોએ કરી છે; પણ વધુ સંભવ તે એ છે કે ચૂડાસમાએ વલભીના સૂબાના વંશજ પાસેથી ગિરિનગર લઈ લીધું હોય.
ગિરિનગરમાંથી જૂનાગઢ નામ કેવી રીતે થયું હશે તેને અંગે અહીં વિચાર કરી લેવું યોગ્ય છે. ચૂડાસમાઓના શાસનકાળમાં જ જૂનાગઢ નામ પ્રચલિત બન્યું છે એટલે ચૂડાસમાઓના ઈતિહાસની વાત કરીએ તે પહેલાં આ વિચારણા કરી લેવી ઉચિત છે.
એક વાત તે ચોક્કસ દેખાય છે કે પ્રાચીન ગિરિનગરના સ્થાને અથવા તેની નજીક આજનું જૂનાગઢ વસેલું છે. પ્રાચીન નગરના અવશેષ, ઉપર અથવા તેની નજીક નવાં નગરે વસે એવી પરંપરા તે ઘણું જાણીતી છે. વધુ ખેદકામ થશે. ત્યારે આપણને આ અંગે વધુ પુરાવા મળશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ
૩૫
ગિરિનગરને સ્થાને જૂનાગઢ વસ્યું હોય તે જૂનાગઢ નામ કેવી રીતે વિકાસ પામ્યું તે પ્રશ્ન વિચારવા જે છે.
જીર્ણદુર્ગ એ એક સંસ્કૃત શબ્દ પ્રચલિત છે. પણ એ તે જૂનાગઢ નામ પડયા પછી તેનું સંસ્કૃત સ્વરૂપ બન્યું હોય એમ લાગે છે. યવનદુર્ગ એવી એક બીજી વ્યુત્પત્તિ આપવામાં આવે છે. એ કંઈક વધુ ચગ્ય લાગે છે. અશેકના સમયમાં ચવનરાજ તુષાર્પનું અહીં શાસન હતું. ત્યારે એ સ્થાનને યવનદુર્ગ એવું નામ મળ્યું હોય. યવનનું પ્રાકૃત રૂપાન્તર ન થાય અને તેના ઉપરથી જેન થાય. ચેનદુર્ગ-જેનદુર્ગ–જૂનાગઢ એ ક્રમે આ નામને વિકાસ થયો હોય એવી જે અટકળ શ્રી રસિકલાલ પરીખે કરી છે, એ જરૂર વિચારવા જેવી છે.
ભાટેની એક દંતકથા છે. એ દંતકથા અનુસાર સિંધના સમા રાજપૂતવંશના ચૂડાચંદ્ર નામના રાજાએ વામનસ્થલી–વંથલીમાં પોતાની ગાદી સ્થાપી હતી. આ ચૂડાચંદ્ર ચૂડાસમા વંશનો આદિ પુરુષ હોય એમ લાગે છે. ધંધુસરના લેખમાં તેને ચૂડાસમા વંશને આદિ પુરુષ ગ છે. દંતકથા અનુસાર વલભીના નાશ પછી લગભગ સો વર્ષે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ
નવમા શતકના અંતે વામનસ્થલીમાં ચૂડાસમાઓનું રાજ્ય સ્થપાયું હતું.
ચૂડાસમા વંશના સ્થાપકના પૌત્રને પૌત્ર રા'ગ્રહરિપુ ઈ. સ. ૯૪૦ થી ૯૮૨ સુધી જૂનાગઢની ગાદી ઉપર હતો. એને સમયથી ચૂડાસમાએ અને અણહિલપુર પાટણના સોલંકીએ વચ્ચે વારંવાર વિગ્રહ થતા રહ્યા હતા. પણ એક અથવા બીજા સ્વરૂપે ચૂડાસમાઓનું રાજ્ય ટકી રહ્યું હતું. ગુજરાતની સ્વતંત્ર સલ્તનત સ્થપાઈ એ પછી ઈ. સ. ૧૪૭૨ માં ચૂડાસમાઓના રાજ્યને અંત આવ્યે. ચૂડાસમાઓના સમયમાં જ ઉપરકેટના નામથી ઓળખાતે કિલ્લે અસ્તિત્વમાં આવ્યું લાગે છે. એ કિલ્લે મૂળરાજના સમયથી દીવાન અમરજીના સમય સુધી લડાઇના પ્રસંગે જૂનાગઢના રાજાઓને ઘેરાના પ્રસંગે રક્ષણ આપતે રહ્યો છે. વારંવાર એનો જીર્ણોદ્ધાર થયે હશે એમ લાગે છે.
એક મજબૂત ઊંચા ખડક ઉપર આ કિલ્લે બાંધવામાં આવ્યું છે. મિરાતે અહમદી જણાવે છે કે, ઉપરકોટના કિલાને ત્રણ દરવાજ છે પણ અત્યારે તે એને બે જ દરવાજા છે. ઉપરકેટમાં સૌથી છેલી રચના પાણીની ટાંકીઓના બાંધકામની થઈ હતી. ટાંકીઓ બાંધવા માટે ખેદકામ થયું ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ
જૂના જમાનાની મજબૂત દીવાલા તેમજ કાઠાઓના અવશેષો મળી આવ્યા હતા. એટલે ઉપરકેટના કિલ્લામાં અદર એક નાના કિલ્લા જૂના સમયમાં હશે એમ લાગે છે. કૂવા જેવા દાણાના કાટાર પણ મળી આવ્યા છે. કિલ્લાને ઘેરા નાખવામાં આવે ત્યારે ઉપયેાગમાં આવે એ હેતુથી અહીં અનાજના સંગ્રહ થતા હશે. ખાદ્યકામમાં અશેાકની તેરમી આજ્ઞા કેાતરેલી એક શિલા મળી છે, કેટલીક પ્રાચીન મૂર્તિએ મળી છે. જૂના જમાનાનાં ધાતુનાં વાસણા મળ્યાં છે. એક ગુપ્તલિપિમાં કેતરાયેલા પથરા મળ્યા છે. પુરાતત્ત્વિવંદાએ આ બધાને અભ્યાસ કરીને એવી અટકળ કરી છે કે મૌર્ય અને ગુપ્તકાળમાં અહી મદિરા, ઔદ્ધવિહારા વગેરે કદાચ હશે. ગુપ્ત સમયના અંત પછી આ બધાના નાશ થયા હશે અને એ જ સ્થળે ચૂડાસમાએએ કિલ્લે મધાન્યા હશે.
ઉપરકોટમાં ત્રણ તાપે છે. કડાનાળ, નિલમ અને માણેક એવાં તેનાં નામ છે. એ બધી તાપે ઉપર અરખી લિપિમાં કાતરાયેલા લેખા છે. આ તાપે ગુજરાતના સુલતાન બહાદુરશાહના સમયની એટલે ઈ. સ. ૧૫૩૦ આસપાસની જણાય છે. લગભગ ૧૮ મી સદીના અંત સુધી આ તાપે ઉપયેાગમાં આવતી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
G
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૪
જૂનાગઢ
ઉપરકોટમાં અડીચડી વાવ અને નવઘણું કવો જોવા લાયક છે. એને અંગે કહેવત છે ? અડીચડી વાવ ને નવઘણ કૂવે, જે નવ જુએ તે જીવતે મૂઓ.' નવઘણ કૂવામાં અંદર ઊતરવાનાં જે પગથિયાં છે તેની રચના વિશિષ્ટ છે. આ વાવ અને કૃ લગભગ અગિયારમી સદીનાં છે. એક જૂની મસ્જિદ ઉપરકેટમાં છે. એ કઈ મંદિરને તેડીને બનાવવામાં આવી હોય તેવી છે.
ખાપરાકોડિયાનાં ભેયરના નામથી ઓળખાતી ગુફાઓ વાસ્તવમાં બૌદ્ધ ગુફાઓ જ છે. ઉપરકેટમાંની ગુફાઓ પણ લગભગ એ જ સમયની છે.
ઉપરકેટ સિવાય જૂનાગઢમાં હિંદુ રાજ્યના સમયની નિશાનીઓ બહુ થડી છે. વિશળવાવ નામની એક વાવ કદાચ એ સમયની હશે. જૂનાગઢ શહેરમાં જે મહેલે, મસ્જિદો, મકબરાઓ અને બગીચાઓ છે એ તે મુસિલમકાળના છે. | વાઘેશ્વરી દરવાજેથી નીકળી ગિરનાર તરફ જતાં શિલાલેખવાળ ખડકથી આગળ પ્રસિદ્ધ દામોદર કુંડ આવે છે. સુવર્ણરેખા નદીને બાંધીને આ કુંડની રચના કરવામાં આવી છે. કુંડના દક્ષિણ કાંઠે સમશાન છે. એ કુંડની બંને બાજુ ઉપર પહાડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ
૩૯ છે. દક્ષિણે આવેલા ડુંગરને રેવતાચલ કહે છે અને ઉત્તરે આવેલા ડુંગરને અશ્વત્થામા ડુંગર કહે છે. વહેમી લોકો માને છે કે અશ્વત્થામાં હજીયે જીવે અને ડુંગર ઉપર ફરતા દેખાય છે. આ ડુંગરમાં પશ્ચિમે દામોદરજીનું મંદિર છે. આ આ મંદિરને ફરતે કેટ છે અને કુંડમાંથી મંદિર તરફ જવા માટે પગથિયાં છે. આ કોટ અને પગથિયાં દીવાન અમરજીએ બંધાવેલાં છે. આજે જે મંદિર છે તેની પશ્ચિમે રેવતીકુંડ નામને નાને કુંડ છે, ત્યાં વિકમ સંવત ૧૪૭૩ નો લેખ છે.
એટલે આ મંદિર ૧૫ મા શતકથી વધુ જૂનું નથી. પણ એમાં જે મૂર્તિ છે તે કંદગુપ્તના સમયમાં ઈ. સ. ના ૫ મા શતકમાં સુદર્શન તળાવના કિનારે બંધાયેલા વિષ્ણુમંદિરમાંની પ્રાચીન મૂર્તિ હોવાને સંભવ છે. દીવાન અમરજીએ જ્યારે આ મંદિરને જીર્ણોદ્ધાર કર્યો ત્યારે કેટ બાંધવા માટે ખોદકામ કરતાં કેટલીક મૂર્તિઓ મળી આવી હતી અને તેમાંથી એક મંદિરમાં પધરાવવામાં આવી હતી. બીજી બે મૂર્તિઓ બળદેવ અને રેવતીનાં મંદિરમાં મૂકવામાં આવી છે. દામોદર મંદિરના એક થાંભલા ઉપર ગુપ્તસમયનું કોતરકામ છે. આ દામોદર કુંડ પાસે મહાપ્રભુજીની બેઠક છે. તેમાં દીવાલમાં એક લેખ મળી આવ્યું છે. જયસિંહ ચૂડાસમાના સેનાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
તાગઢ
પતિ દામેાદરે અહી મઠ અધાન્યેા હતેા અવા તેમાં ઉલ્લેખ છે. બીજા કેટલાંક મંદિરે પણ અહી છે. સિદ્ધેશ્વર, રાજરાજેશ્વર, બ્રહ્મશ્વર વગેરે તેનાં નામેા છે.
૪૦
દામાદરથી જરા આગળ ચાલીએ એટલે ગિરનાર દેખાય છે. રસ્તાની ડાબી ખાજુએ દૂધેશ્વર મહાદેવ છે. ત્યાં વહેતી નાની નદી, પલાશિની કહેવાય છે. ત્યાંથી આગળ વસ્ત્રાપથેશ્વર છે અને તેની સામે ભવનાથનુ મદિર છે. મહાશિવરાત્રિના દિવસે ભવનાથમાં માટે મેળેા ભરાય છે. તેમાં આખા દેશમાંથી જુદા જુદા પથના ખાવાએ આવે છે. ભવનાથ પાસે મૃગિકુંડ છે. સ્કંદ પુરાણમાં ગિરનાર માહાત્મ્યમાં આ ભવનાથ અને મૃગિકુંડના માહામ્યની કથા આલેખવામાં આવી છે.
પ્રાચીનતાની દૃષ્ટિએ તેમજ ઐતિહાસિક મહત્ત્વની દૃષ્ટિએ જૂનાગઢ ગુજરાતમાં સૌથી વધુ · મહત્ત્વનું નગર છે. શિલાલેખા એ આપણા સૌથી વધુ પ્રાચીન ઐતિહાસિક દસ્તાવેજ છે. મધ્યયુગે પણ જૂનાગઢનું મહત્ત્વ ઘણું હતું. સુલતાન મહમદ બેગડાએ ઈ. સ. ૧૪૭૦માં રા'માંડલિકના પરાજય કર્યો ત્યારથી ખસેા એંશી વષ જેટલા સમય સુધી સૌરાષ્ટ્રનુ કેન્દ્ર જૂનાગઢમાં જ હતું. સુલતાનાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ
અને મોગલ શહેનશાહના ફેજદાર ત્યાં રહેતા હતા. કુદરતે તેના રક્ષણ માટે સગવડ આપી હતી અને મનુષ્યપ્રયને તેને કિલ્લાએ આપ્યા હતા. ઉપરકેટ અને ગિરનારના કિલ્લાઓ તો હતા જ પણ મહમદ બેગડાએ શહેરની આસપાસ પણ કિલ્લે બંધાવ્યું હતા અને શહેરને મુસ્તફાબાદ એવું નામ આપ્યું. પ્રાકૃતિક સૌંદર્યની દૃષ્ટિએ જૂનાગઢ સાથે સ્પર્ધા કરી શકે એવાં બીજા બે જ સ્થળ છે. ઈડર અને ચાંપાનેર. એ બંને પણ પર્વતદુર્ગો છે. જૂનાગઢ ઉપર મહમદ બેગડાએ વિજય મેળવ્યું હતું. ઈ. સ. ૧૪૬૭માં તેણે જુનાગઢ જીતી લેવાને વિચાર કર્યો હતે. એ વર્ષે તેણે ચઢાઈ કરી હતી અને રા'માંડલિકને હરાવ્યું હતું. પણ રા'માંડલિક સુલતાનના તાબેદાર તરીકે સત્તા ભગવતે રહ્યો હતે. એ છત્ર અને બીજા રાજ્યચિહ્ને ધારણ કરતા હતા. એટલે બીજે વર્ષો સુલતાને ફરીને ચઢાઈ કરી. રામાંડલિકે છત્ર વગેરે ચઢાઈ કરનાર લશ્કરને સેંપી દીધાં અને સુલતાનને નજરાણું મેકહ્યું. ફરીને ઈ. સ. ૧૪૬૯ માં સુલતાને ચઢાઈ કરી, ત્યારે રામાંડલિકે સુલતાનને મળીને પૂછયું : “મેં કશે ગુનો કર્યો નથી તે પણ તમે મારે નાશ કેમ કરવા માગે છે?” ત્યારે મહમદ બેગડાએ જવાબ આપે : “મૂતિ પૂજવા જેવો બીજે કઈ ગુને નથી તેથી તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૨.
જૂનાગઢ
ઈસ્લામ સ્વીકારે.” રા'માંડલિક આ જવાબથી ગભરાયે અને ગિરનારના કિલ્લામાં જઈને ભરાયે. બે વર્ષ સુધી ઘેરે ચાલુ રહ્યો અને જ્યારે ટકાય તેવું ન રહ્યું ત્યારે રામાંડલિક સુલતાનને શરણે ગયે. તેને મુસલમાન બનાવવામાં આવ્યું. આમ જૂનાગઢના રજપૂત રાજ્યનો અંત આવ્યો.
- ઈ. સ. ૧૫૭૪માં અકબરે ગુજરાત ઉપર વિજય મેળવ્યું એ પછી ૨૦ વર્ષ સુધી જૂનાગઢ અને નવાનગર ઉપર મેગલસત્તા આવી શકી ન હતી. સુલતાનને ફોજદાર તાતારખાન ઘેરી લગભગ સ્વતંત્ર થઈ ગયા હતા. ૧૫૬૩ માં તે મૃત્યુ પામ્યું હતું. એના પછી તેને પુત્ર અમીન ખાન ઘારી જૂનાગઢમાં રાજ્ય કરતા હતા. ગુજરાત ઉપર વિજય મેળવીને અકબર આગ્રા ગમે તે પછી તેણે જૂનાગઢ કબજે કરવાની આજ્ઞા કરી હતી. પણ એ માટેના પ્રયત્નમાં સફળતા મળી ન હતી. ૧૫૮૨ માં ફરીને પ્રયત્ન થયે પણ એ નિષ્ફળ ગયે. ગુજરાતને છેલ્લે સુલતાન મુઝફફર ત્રીજે આ બધા સમય દરમિયાન નવાનગરના જામની મદદ મેળવીને મેગલસત્તા સામે લડતે હતો. ઈ. સ. ૧૫૯૨ માં ભૂચર મોરીના યુદ્ધમાં જ્યારે તેને આખરી પરાજય થયો ત્યારે જૂનાગઢ ઉપર મેગલ સત્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
જુનાગઢ
૪૩
સ્થાપી શકાય એવી પરિસ્થિતિ આવી. જૂનાગઢના કિલ્લાને ઘેરો ઘાલવામાં આવ્યું અને ઈ. સ. ૧૫૯૨ ના ઓગસ્ટની ૨૭ મી તારીખે જૂનાગઢ મંગલસત્તા નીચે ગયું. એ પછી છેક ૧૭૪૮ સુધી મોગલસત્તા ચાલતી રહી. ઔરંગઝેબના અવસાન પછી મેગલસત્તા નબળી પડતી હતી. ઈ. સ. ૧૭૪૮ માં શેરખાન બાબી જૂનાગઢને ફોજદાર હતા. તેણે સ્વતંત્રતા જાહેર કરી અને બહાદુરખાન નામ ધારણ કરી નવાબને ઈલકાબ ધારણ કર્યો. ૧૭૪૮ થી ૧૯૪૮ સુધી એટલે બે સદી સુધી જૂનાગઢમાં નવાબેનું રાજ્ય ચાલ્યું.
| મોગલરાજ્યના સમયમાં જૂનાગઢનું જે મહત્ત્વ હતું તેને એક પુરા એ છે કે ત્યાં શહેનશાહતની એક ટંકશાળની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાં સેનાના, ચાંદીના અને ત્રાંબાના સિકકાએ પાડવામાં આવતા. એ સિક્કાઓના નમૂના સચવાઈ રહ્યા છે.
આજે જૂનાગઢમાં જે જોવાલાયક મકાને છે તેમાંનાં મહત્ત્વનાં મકાનોનું બાંધકામ સત્તરમી સદીમાં થયું છે. એ સમયને સરદારબાગ તે આજ દિવસ સુધી સચવાઈ રહ્યો છે. નગરના વદન ઉપરના સુંદર તલની ઉપમા તેને દીવાન રણછોડજીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૪
જૂનાગઢ
‘તવારીખે સોરઠમાં આપી છે.
બાબી વંશના શાસન દરમિયાન અને સવિશેષ ઓગણીસમા શતકમાં તેમજ વીસમા શતકમાં જૂનાગઢમાં સુંદર મકાનોની રચના થઈ હતી. સક્કર બાગમાં એક પ્રાણીઘર પણ બનાવવામાં આવ્યું હતું. અને એ આજપર્યંત ત્યાં છે.
અઢારમી સદીના છેલ્લા પાદમાં જૂનાગઢની મહત્તા સૌરાષ્ટ્રમાં વધી હતી. એ વધારનાર દીવાન અમરજી મુત્સદ્દી હતા અને કુશળ યુદ્ધવીર હતા. સૌરાષ્ટ્રમાં જૂનાગઢને એમણે ગાયકવાડનું સમાવડિયું સ્થાન અપાવ્યું હતું અને પરિણામે તે દેશી રાજ્યો રહ્યાં ત્યાં સુધી જૂનાગઢ પ્રથમ સ્થાને લેખાતું હતું.
જૂનાગઢના ઈતિહાસનું છેલ્લું મહત્વનું પ્રકરણ ઈ. સ. ૧૯૪૭-૪૮ માં લખાયું. એ પ્રકરણમાં મહત્ત્વનો ભાગ સરદાર વલ્લભભાઈ પટેલે ભાજબ્બે હિતે. તે છેલ્લું પ્રકરણ ઇતિહાસની દષ્ટિએ કંઈક વિગતથી આલેખવા જેવું છે.
જૂનાગઢના એ વખતના નવાબે ચૌદમી આગસ્ટ ૧૯૪૭ સુધી ભારતમાં જોડાવા માટેનો દેખાવ ચાલુ રાખ્યું. પણ પંદરમી ઓગસ્ટે એમણે જાહેરાત કરી કે ૧ નાગઢ પાકિસ્તાન સાથે જોડાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ
આ જાહેરાત સાંભળીને દેશભરમાં સનસનાટી વ્યાપી ગઈ સૌરાષ્ટ્રની પ્રજાને તે એને પરિણામે ભારે આઘાત થયે. જૂનાગઢ દરિયાકાંઠા ઉપર આવેલું અને સૌરાષ્ટ્ર સાથે આર્થિક, સામાજિક અને માનવવંશવિષયક દૃષ્ટિએ અખંડ રીતે જોડાયેલું રાજ્ય હતું. તેની પ્રજામાં એંસી ટકાથી વધુ હિન્દુઓ હતા. એની હકૂમતમાં પ્રસિદ્ધ સેમનાથનું દેવાલય હતું અને બીજા સંખ્યાબંધ હિન્દુ અને જૈન તીર્થ સ્થાને હતાં. એને મુલક ભારત સાથે જોડાયેલાં અનેક રાજ્ય સાથે ફૂલગૂંથણની જેમ જેડાયેલ હતું. એટલે જે જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાય તે વેપાર અને વાહનવ્યવહારની દષ્ટિએ અનેક ગૂંચ ઊભી થાય. જૂનાગઢને પાકિસ્તાન સાથે સીધી રીતે જોડનાર કોઈ ભૌગોલિક તત્ત્વ ન હતું. દરિયામાગે પાકિસ્તાન ત્યાંથી ત્રણ માઈલ દૂર હતું.
વળી જૂનાગઢના નવાબની મહત્ત્વાકાંક્ષાઓ મેટી હતી. માંગરોળ, માણાવદર, બાંટવા, સરદારગઢ અને બાબરિયાવાડનાં નાનાં રાજ્ય ઉપર એ સાર્વભૌમત્વ માગતા હતા. પાકિસ્તાનના શાસકેની અવળી સલાહને તે અનુસરતા હતા. રાજ્યવહીવટમાં એ નવાબ રસ લેતા નહીં. એ વિચિત્ર મિજાજવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૬
જુનાગઢ
હતા. એમના જીવનમાં મુખ્ય રસ કૂતરાંઓને પાળવાના હતા. એ કૂતરાંએને એ રાજવ'શીએની જેમ રાખતા હતા.
૧૯૪૭ના મે માં જૂનાગઢના દીવાન તરીકે સિધના એક આગેવાન મુસ્લિમ લીગી નેતા શાહનવાઝ ભુટ્ટો આવ્યા હતા. એ ઇતિહાસના પ્રવાહને પિછાનતા ન હતા. એમણે જ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડયું હતું. આને પરિણામે કટોકટીની પરિસ્થિતિ સાઈ. ભારતે આ જોડાણને વિરોધ કર્યો, તાપણુ પાકિસ્તાને એ જોડાણ મંજૂર રાખ્યું.
સરદાર સૌરાષ્ટ્રમાં પાકિસ્તાનના પગઢડા જામે એ સહન કરવા તૈયાર ન હતા. ૧૯૪૭ના સપ્ટેમ્બરની સત્તરમી તારીખે જૂનાગઢની સરહદ ઉપર ભારતીય સેના ગેાઠવી દેવામાં આવી. અઢારમી તારીખે શ્રી વી. પી. મેનન જૂનાગઢ ગયા. એમના હેતુ નવાખને વાસ્તવિકતાનું ભાન કરાવવાના હતા. એ નવાખને તેા ન મળી શકયા. દીવાનને મળ્યા. દીવાને એમને કહ્યું કે જે કંઈ વાત કરવી હોય તે પાકિસ્તાનની સરકાર સાથે જ કરવી જોઈ એ. શ્રી મેનન માણાવદરના ખાનને પણ મળ્યા. એમણે પેાતાના રાજ્યનું જોડાણ પાકિસ્તાન સાથે કર્યું. હતું. એમણે શ્રી મેનનની વાત ન સાંભળી. માંગરોળના શેખસાહેબ જુદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ
૪૭
પ્રકારના માનવી હતા. એ શ્રી મેનન સાથેની વાતને અંતે તરત જ ભારત સાથે જોડાયો.
આ સમય દરમ્યાન સૌરાષ્ટ્રના પ્રજાજનના પ્રતિનિધિઓનું એક સંમેલન મુંબઈ મુકામે મળ્યું. એ સંમેલને જૂનાગઢનો પ્રશ્ન પ્રજાએ હાથ ધરવે જોઈએ એમ ઠરાવ્યું. શ્રી શામળદાસ ગાંધીએ કાઠિયાવાડ પ્રજાકીય મોરચે સ્થાપે. એ મરચાએ જૂનાગઢ ઉપર ચઢાઈ કરીને જુનાગઢને નવાબના કબજામાંથી છોડાવવાનું ઠરાવ્યું.
આના પ્રત્યાઘાતરૂપે જૂનાગઢના નવાબે માંગરોળ અને બાબરિયાવાડમાં પોતાની ફેજ મેકલી. માણાવદરના ખાન પણ ત્યાંની પ્રજાને રંજાડતા હતા; એટલે બાવીસમી ઓકટોબરે સૌરાષ્ટ્રની પોલીસે માણાવદરને કબજે લઈ લીધું હતું. નવેમ્બરની પહેલી તારીખે ભારતીય સેનાએ બાબરિયાવાડ અને માંગળને કબજો સંભાળી લીધો હતે.
- શ્રી શામળદાસ ગાંધીના આંદોલનમાંથી પ્રેરણા મેળવીને જૂનાગઢની પ્રજાએ બળવે પોકાર્યોહતે. એ પરિસ્થિતિમાં નવાબ બચાવ કરી શકે એવું હતું નહીં. પાકિસ્તાન એમને કોઈ મદદ પહોંચાડી શકયું નહીં. ભયભીત બનીને નવાબ પચીસમી ઓકટોબરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
નાગઢ
વિમાનમાગે નાસી ગયા. એ પેાતાની સાથે પેાતાનું કુટુંબ, પેાતાનાં માનીતાં કૂતરાંઓ અને રાજ્યની તિજોરીમાંથી લગભગ એક કરોડ રૂપિયાની સરકારી અનામતા લઈ ગયા હતા.
૪
એ દિવસ પછી તેા દીવાને કાયદે આઝમ ઝીણાને લખી નાખ્યુ કે, રાજ્યમાંના મુસલમાને પાકિસ્તાનને સાથ આપવા તૈયાર નથી. મુસલમાન આગેવાને એ દીવાનને સલાહ આપી કે એમણે અથડામણ કરવી નહીં. સાતમી નવેમ્બરે દીવાનને સ્પષ્ટ દેખાઈ ગયું કે પેાતાના માટે રાજ્યવહીવટ ચલાવવાનું શકય નથી. એમણે ભારત સરકારને રાજ્યના વહીવટ સંભાળી લેવા વિનંતી કરી. ભારત સરકાર વહીવટ સભાળે તે પહેલાં તે। દીવાન પાકિસ્તાન તરફ રવાના થઈ ગયા હતા. નવેમ્બરમાં રાજકોટના પ્રાદેશિક કમિશનરે જૂનાગઢને કમજો સ'ભાળી લીધેા. આ પછી થેાડા જ સમયમાં લેાકમત લેવામાં આવ્યા હતા. તેમાં એક લાખ નેવુ' હજાર આઠસા સિત્તર મત ભારતને પક્ષે પડયા હતા અને માત્ર એકાણું મત પાકિસ્તાનને પક્ષે પડચા હતા.
આ પછી જૂનાગઢ રાજ્યને એકવહીવટદાર નીચે મૂકવામાં આવ્યું હતું. એ વહીવટદારને સલાહ આપવા શ્રી શામળદાસ ગાંધી સહિત ત્રણ સભ્યાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
જનાગઢ
એક સમિતિ રચવામાં આવી હતી. જૂનાગઢ રાજ્યની એક લેકપ્રતિનિધિસભાએ પછી ચૂંટાઈ હતી. એ સભાએ ૧૯૪૮ના ફેબ્રુઆરીની વીસમી તારીખે સર્વાનુમતે જૂનાગઢ સૌરાષ્ટ્ર સાથે વિલીન થઈ જાય એ નિર્ણય કર્યો હતો.
જૂનાગઢની આ ઈતિહાસકથામાં આપણે એક ખૂબ પ્રચલિત વાતને ઉલ્લેખ કર્યો નથી. એ સકારણ કર્યો નથી. રા'ખેંગાર, રાણકદેવી અને સિદ્ધરાજનાં પાત્રો આસપાસ વણાયેલી દંતકથાની એ વાત છે. દંતકથા કહે છે કે સિદ્ધરાજે રા'ખેંગાર અને તેના બે પુત્રને વધ કર્યો હતો અને પછી તે રાણકદેવીને ઉપાડીને પાટણ જતે હતો ત્યાં માર્ગમાં વઢવાણ પાસે રાણકદેવી સતી થઈ. આ દંતકથા છે. તેને ઇતિહાસનું સમર્થન મળતું નથી. સાચી વાત એમ લાગે છે કે સિદ્ધરાજે જૂનાગઢના રાને પરાજય કર્યો હતે અને તેને કેદ પકડીને એ પાટણ લઈ ગયું હતું તેની પાસે માફી મંગાવીને તેને મુક્ત કર્યો હતો. સંભવ એ છે કે તેની રાણ તેની પાછળ પાટણ આવી હશે. પાટણથી પાછા ફરતાં વઢવાણ નજીક રા'નું મૃત્યુ થયું હશે અને રાણી સતી થઈ હશે. રાણકદેવી સામાન્ય નામ
છે કે વિશેષ નામ છે તેને વિષે પણ સંદેહ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૫૦
જૂનાગઢ
માત્ર ગુજરાતના જ ઇતિહાસમાં નહીં, દુનિયાભરના ઇતિહાસમાં જૂનાગઢનું સ્થાન એક રીતે વિશિષ્ટ છે. અઢી હજાર વર્ષ સુધી જે નગરના ઇતિહાસ સળંગ મળતા હોય એવાં નગરો બહુ થોડાં છે. તેમાં પણ આટલેા વિગતપૂર્ણ અને સ્પષ્ટ ઇતિહાસ તેા કદાચ ખીજાં કાઈ નગરના મળતા નથી. ખૌદ્ધ, જૈન અને વૈદિક પર′પરાઓનુ` કેન્દ્ર આ નગરમાં રહ્યું છે. એક મહત્ત્વનું શાક્તપીઠ અહી રહ્યું છે અને શૈવ સ'પ્રદાયનું કેન્દ્ર પણ ત્યાં રહ્યું છે. ભકિત સ'પ્રદાયમાં જેમને ખૂબ મહત્ત્વ અપાયું છે તે તે નરસિહ મહેતા અહી થઈ ગયા છે. પીર જમિયલ શાહ દાતાર જેવા ઈસ્લામી આલિયાનુ અહી પ્રવૃત્તિકેન્દ્ર રહ્યું છે. ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજી, શ્યામજી કૃષ્ણ વર્મા અને એવા બીજા અર્વાચીન યુગના અગ્રેસરાએ અહીં પ્રવૃત્તિ કરી છે. ન`ઢના સમેાવડિયા મણિશ'કર કીકાણી જેવા સમાજસુધારકાએ આ નગરમાં વસીને અર્વાચીન યુગના પ્રાર‘ભમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. નવા ગુજરાતનું ઘડતર કરનારા સખ્યાખધ સ્નાતકે જૂનાગઢની બહાઉદ્દીન કાલેજે આપ્યા છે. સ્વાત’ત્ર્યસંગ્રામના અનેક અગ્રેસરે જૂનાગઢ આપ્યા છે. પ્રાચીનકાળે, મધ્યયુગે અને અર્વાચીન યુગે જૂનાગઢનેા ઇતિહાસ જેમ યશસ્વી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ
છે તેમ તેનું ભાવિ પણ એવું જ ઉજ્જવલ હશે એમ કહીએ. એવી રત્નગર્ભા વસુંધરા આ ગિરિનગર જૂનાગઢની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
ગુજરાત પરિચય માળામાં પ્રગટ થયેલાં પુસ્તક
અમદાવાદ
દ્વારકા વડોદરા
સોમનાથ ભરૂચ પાટણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________ ગુજરાત પરિચય લેખક : ધનવંત alcohlo આપણુ ગુજરાત પ્રદેશનું સાંસ્કૃતિ સામાજિક, રાજકીય ઇત્યાદિ દૃષ્ટિએ સાર વિદ્યાથીઓનેરસ પડે એ દૃષ્ટિએ પરિચય આપવાના હેતુથી આ શ્રેણી શરૂ થાય છે. આ માળામાં લગભગ 100 પુસ્તિકા પ્રસિદ્ધ કરવાની ધારણા છે. તેના પ્રથમ ગુરછમાં 24 પુસ્તિકા પ્રસિદ્ધ થશે. પ્રથમ ગુચ્છનું લવાજમ રૂા. 15-00 રહેશે. ટપાલખ સંચાલક ભાગવશે. પ્રસિદ્ધ થયેલી પુસ્તિકાઓ : 1. અમદાવાદ, 2. દ્વારકા, 3. વડોદરા, 4. ભૂજ, 5. સોમનાથ, 6. ભરૂચ, 7. પાટણ, Pe_ 8. જજૂનાગઢ. હવે પછી : 9. ખંભાત, 10, વલભી, 11. પોરબંદર, 12. વડનગર, 13. સુરત, 14. નડિયાદ, 15. શિહોર, 16. શ્રીમાળ-ભિન્નમાળ, 17. ગિરનાર, 18. સાબરમતી, 19. આખું, 20. નર્મદા, 21. શત્રુ જય, 22. મહીસાગર, 23. પાવાગઢ, 24. તાપી. -પ્રકાશક નવચેતન પ્રકાશન ગૃહ 3, ૫ક્રજ સોસાયટી, સરખેજ રોડ, અમદાવાદ-૭ | કિંમત : 1-00 Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat- www.umaraavanbhandar.com 4. શ્રી ખડાયતા મુદ્રણ કલા મંદિર, અમદાવાદ