________________
જૂનાગઢ
અને મોગલ શહેનશાહના ફેજદાર ત્યાં રહેતા હતા. કુદરતે તેના રક્ષણ માટે સગવડ આપી હતી અને મનુષ્યપ્રયને તેને કિલ્લાએ આપ્યા હતા. ઉપરકેટ અને ગિરનારના કિલ્લાઓ તો હતા જ પણ મહમદ બેગડાએ શહેરની આસપાસ પણ કિલ્લે બંધાવ્યું હતા અને શહેરને મુસ્તફાબાદ એવું નામ આપ્યું. પ્રાકૃતિક સૌંદર્યની દૃષ્ટિએ જૂનાગઢ સાથે સ્પર્ધા કરી શકે એવાં બીજા બે જ સ્થળ છે. ઈડર અને ચાંપાનેર. એ બંને પણ પર્વતદુર્ગો છે. જૂનાગઢ ઉપર મહમદ બેગડાએ વિજય મેળવ્યું હતું. ઈ. સ. ૧૪૬૭માં તેણે જુનાગઢ જીતી લેવાને વિચાર કર્યો હતે. એ વર્ષે તેણે ચઢાઈ કરી હતી અને રા'માંડલિકને હરાવ્યું હતું. પણ રા'માંડલિક સુલતાનના તાબેદાર તરીકે સત્તા ભગવતે રહ્યો હતે. એ છત્ર અને બીજા રાજ્યચિહ્ને ધારણ કરતા હતા. એટલે બીજે વર્ષો સુલતાને ફરીને ચઢાઈ કરી. રામાંડલિકે છત્ર વગેરે ચઢાઈ કરનાર લશ્કરને સેંપી દીધાં અને સુલતાનને નજરાણું મેકહ્યું. ફરીને ઈ. સ. ૧૪૬૯ માં સુલતાને ચઢાઈ કરી, ત્યારે રામાંડલિકે સુલતાનને મળીને પૂછયું : “મેં કશે ગુનો કર્યો નથી તે પણ તમે મારે નાશ કેમ કરવા માગે છે?” ત્યારે મહમદ બેગડાએ જવાબ આપે : “મૂતિ પૂજવા જેવો બીજે કઈ ગુને નથી તેથી તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com