SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨. જૂનાગઢ ઈસ્લામ સ્વીકારે.” રા'માંડલિક આ જવાબથી ગભરાયે અને ગિરનારના કિલ્લામાં જઈને ભરાયે. બે વર્ષ સુધી ઘેરે ચાલુ રહ્યો અને જ્યારે ટકાય તેવું ન રહ્યું ત્યારે રામાંડલિક સુલતાનને શરણે ગયે. તેને મુસલમાન બનાવવામાં આવ્યું. આમ જૂનાગઢના રજપૂત રાજ્યનો અંત આવ્યો. - ઈ. સ. ૧૫૭૪માં અકબરે ગુજરાત ઉપર વિજય મેળવ્યું એ પછી ૨૦ વર્ષ સુધી જૂનાગઢ અને નવાનગર ઉપર મેગલસત્તા આવી શકી ન હતી. સુલતાનને ફોજદાર તાતારખાન ઘેરી લગભગ સ્વતંત્ર થઈ ગયા હતા. ૧૫૬૩ માં તે મૃત્યુ પામ્યું હતું. એના પછી તેને પુત્ર અમીન ખાન ઘારી જૂનાગઢમાં રાજ્ય કરતા હતા. ગુજરાત ઉપર વિજય મેળવીને અકબર આગ્રા ગમે તે પછી તેણે જૂનાગઢ કબજે કરવાની આજ્ઞા કરી હતી. પણ એ માટેના પ્રયત્નમાં સફળતા મળી ન હતી. ૧૫૮૨ માં ફરીને પ્રયત્ન થયે પણ એ નિષ્ફળ ગયે. ગુજરાતને છેલ્લે સુલતાન મુઝફફર ત્રીજે આ બધા સમય દરમિયાન નવાનગરના જામની મદદ મેળવીને મેગલસત્તા સામે લડતે હતો. ઈ. સ. ૧૫૯૨ માં ભૂચર મોરીના યુદ્ધમાં જ્યારે તેને આખરી પરાજય થયો ત્યારે જૂનાગઢ ઉપર મેગલ સત્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034912
Book TitleJunagadh
Original Sutra AuthorN/A
AuthorDhanvant Oza
PublisherNavchetan Prakashan Gruh
Publication Year1964
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy