________________
જુનાગઢ
૪૩
સ્થાપી શકાય એવી પરિસ્થિતિ આવી. જૂનાગઢના કિલ્લાને ઘેરો ઘાલવામાં આવ્યું અને ઈ. સ. ૧૫૯૨ ના ઓગસ્ટની ૨૭ મી તારીખે જૂનાગઢ મંગલસત્તા નીચે ગયું. એ પછી છેક ૧૭૪૮ સુધી મોગલસત્તા ચાલતી રહી. ઔરંગઝેબના અવસાન પછી મેગલસત્તા નબળી પડતી હતી. ઈ. સ. ૧૭૪૮ માં શેરખાન બાબી જૂનાગઢને ફોજદાર હતા. તેણે સ્વતંત્રતા જાહેર કરી અને બહાદુરખાન નામ ધારણ કરી નવાબને ઈલકાબ ધારણ કર્યો. ૧૭૪૮ થી ૧૯૪૮ સુધી એટલે બે સદી સુધી જૂનાગઢમાં નવાબેનું રાજ્ય ચાલ્યું.
| મોગલરાજ્યના સમયમાં જૂનાગઢનું જે મહત્ત્વ હતું તેને એક પુરા એ છે કે ત્યાં શહેનશાહતની એક ટંકશાળની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાં સેનાના, ચાંદીના અને ત્રાંબાના સિકકાએ પાડવામાં આવતા. એ સિક્કાઓના નમૂના સચવાઈ રહ્યા છે.
આજે જૂનાગઢમાં જે જોવાલાયક મકાને છે તેમાંનાં મહત્ત્વનાં મકાનોનું બાંધકામ સત્તરમી સદીમાં થયું છે. એ સમયને સરદારબાગ તે આજ દિવસ સુધી સચવાઈ રહ્યો છે. નગરના વદન ઉપરના સુંદર તલની ઉપમા તેને દીવાન રણછોડજીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com