________________
૪૪
જૂનાગઢ
‘તવારીખે સોરઠમાં આપી છે.
બાબી વંશના શાસન દરમિયાન અને સવિશેષ ઓગણીસમા શતકમાં તેમજ વીસમા શતકમાં જૂનાગઢમાં સુંદર મકાનોની રચના થઈ હતી. સક્કર બાગમાં એક પ્રાણીઘર પણ બનાવવામાં આવ્યું હતું. અને એ આજપર્યંત ત્યાં છે.
અઢારમી સદીના છેલ્લા પાદમાં જૂનાગઢની મહત્તા સૌરાષ્ટ્રમાં વધી હતી. એ વધારનાર દીવાન અમરજી મુત્સદ્દી હતા અને કુશળ યુદ્ધવીર હતા. સૌરાષ્ટ્રમાં જૂનાગઢને એમણે ગાયકવાડનું સમાવડિયું સ્થાન અપાવ્યું હતું અને પરિણામે તે દેશી રાજ્યો રહ્યાં ત્યાં સુધી જૂનાગઢ પ્રથમ સ્થાને લેખાતું હતું.
જૂનાગઢના ઈતિહાસનું છેલ્લું મહત્વનું પ્રકરણ ઈ. સ. ૧૯૪૭-૪૮ માં લખાયું. એ પ્રકરણમાં મહત્ત્વનો ભાગ સરદાર વલ્લભભાઈ પટેલે ભાજબ્બે હિતે. તે છેલ્લું પ્રકરણ ઇતિહાસની દષ્ટિએ કંઈક વિગતથી આલેખવા જેવું છે.
જૂનાગઢના એ વખતના નવાબે ચૌદમી આગસ્ટ ૧૯૪૭ સુધી ભારતમાં જોડાવા માટેનો દેખાવ ચાલુ રાખ્યું. પણ પંદરમી ઓગસ્ટે એમણે જાહેરાત કરી કે ૧ નાગઢ પાકિસ્તાન સાથે જોડાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com