SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જૂનાગઢ ૪૭ પ્રકારના માનવી હતા. એ શ્રી મેનન સાથેની વાતને અંતે તરત જ ભારત સાથે જોડાયો. આ સમય દરમ્યાન સૌરાષ્ટ્રના પ્રજાજનના પ્રતિનિધિઓનું એક સંમેલન મુંબઈ મુકામે મળ્યું. એ સંમેલને જૂનાગઢનો પ્રશ્ન પ્રજાએ હાથ ધરવે જોઈએ એમ ઠરાવ્યું. શ્રી શામળદાસ ગાંધીએ કાઠિયાવાડ પ્રજાકીય મોરચે સ્થાપે. એ મરચાએ જૂનાગઢ ઉપર ચઢાઈ કરીને જુનાગઢને નવાબના કબજામાંથી છોડાવવાનું ઠરાવ્યું. આના પ્રત્યાઘાતરૂપે જૂનાગઢના નવાબે માંગરોળ અને બાબરિયાવાડમાં પોતાની ફેજ મેકલી. માણાવદરના ખાન પણ ત્યાંની પ્રજાને રંજાડતા હતા; એટલે બાવીસમી ઓકટોબરે સૌરાષ્ટ્રની પોલીસે માણાવદરને કબજે લઈ લીધું હતું. નવેમ્બરની પહેલી તારીખે ભારતીય સેનાએ બાબરિયાવાડ અને માંગળને કબજો સંભાળી લીધો હતે. - શ્રી શામળદાસ ગાંધીના આંદોલનમાંથી પ્રેરણા મેળવીને જૂનાગઢની પ્રજાએ બળવે પોકાર્યોહતે. એ પરિસ્થિતિમાં નવાબ બચાવ કરી શકે એવું હતું નહીં. પાકિસ્તાન એમને કોઈ મદદ પહોંચાડી શકયું નહીં. ભયભીત બનીને નવાબ પચીસમી ઓકટોબરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034912
Book TitleJunagadh
Original Sutra AuthorN/A
AuthorDhanvant Oza
PublisherNavchetan Prakashan Gruh
Publication Year1964
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy