________________
જૂનાગઢ
અને ગઈ કાલની ઘેઘુર નવાબીના ઘેનમાં હજુય ડેલતા જૂનાગઢના આયના મહેલેઃ જૂનાગઢના દેહલાલિત્યને ઓપ આપી રહેલે તેને આ ચિત્તાકર્ષક શણગાર સેરઠના કયા દેખતા પ્રવાસીએ દિઠે નથી?
અને બે ત્રણ હજાર વરસની તેજછાયા વચ્ચે પણ જીવતો અને જાગતે રહેલે જૂનાગઢને ઉપરકોટ !
જેણે જે નથી એ જીવતે મૂ” એવા એ ઉપરકેટને નવઘણ કૂવે, એની ધરતીના પેટાળમાં બૌદ્ધકાળે કતરેલી મનાતી શીતળ ગુફાઓ, એક વેળાની ઊંડી ખાઈથી રક્ષાયેલી તેની ધીંગી દીવાલે, સુલતાન મહમદ બેગડાને હાથે મસ્જિદમાં ફેરવાચેલી રડતી અને ભાંગેલી છતાંય કંઈક કહેતી ઉપરકેટની રા'ખેંગારની હવેલી, ત્યાં વાગતા રાણકદેવકીના માંચક ભણકારા, ત્યાં ટકરાઈને તૂટી પડેલી સત્તાઓનાં રુધિરથી ખરડાયેલી તેની ધૂડનાં દેકાંઃ બસે ને ચાર તસુ જેટલી લાંબી અને ચારસે ને નેવું તસુ જેટલા ઘેરાવાવાળી અરબસ્તાનના સલીમખાનના પુત્ર સુલતાન સુલેમાને પંદરમા સૈકામાં મિસરમાં બનાવેલી તેની નીલમ તેપ-અનેકવિધ વારાફેરાઓ વચ્ચે પણ જાજરમાન જૂનાગઢનો આ ઉપરકેટ કેટલે અલિપ્ત અને કે અણનમ ઊભે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com