________________
જૂનાગઢ
૨૭
વીસ પંક્તિ છે. આમાંની છેલી ચાર પંક્તિઓ જ બરાબર સચવાયેલી છે. બાકીની બધી પંક્તિઓમાંથી કેટલાક કેટલેક ભાગ ઘસાઈ ગયેલ છે. આ લેખની ભાષા સંસ્કૃત છે. તે ગદ્યમાં છે. જે સુદર્શન તળાવ પાસે આ લેખ કોતરાયેલું છે તેને મહાક્ષત્રપ રુદ્રદામાએ દુરસ્ત કરાવ્યું હતું તે હકીકત નોંધવાને આ લેખને આશય છે.
ઈ. સ. ૧૫૦ની ૧૬મી નવેમ્બરે બંધનું બાંધકામ પૂરું થયું હતું એમ જણાય છે. આ લેખમાં ગિરિનગરને ઉલ્લેખ છે, ઉર્જયત પર્વતનો ઉલ્લેખ છે અને સુવર્ણસિક્તા અને પલાશિની એવી બે નદીઓનાં તેમાં નામ છે.
અશેક પછી અહીં કોનું શાસન હશે તે ચક્કસ કહી શકાતું નથી. પણ ઈ. સ. પૂર્વે ૧૮૦ થી ઈ. સ. ૧૦૦ સુધી અહીં યવનોનું રાજ્ય હોય એ સંભવ છે. એ બધા સમય દરમિયાન ગિરિનગરમાં રાજધાની રહી લાગે છે. અશેકના સમયમાં યવનરાજ તુષારૂ ગિરિનગરને સૂબે હતે. એ પછીના સમયમાં યવનેની સત્તા અહીં ટકી રહી હેય અને તેથી તેને યવનદુર્ગ એવું નામ મળ્યું હોય એ શકય છે.
એ પછી અહીં ક્ષત્રપોનું રાજ્ય સ્થપાયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com