________________
જૂનાગઢ
૩૯ છે. દક્ષિણે આવેલા ડુંગરને રેવતાચલ કહે છે અને ઉત્તરે આવેલા ડુંગરને અશ્વત્થામા ડુંગર કહે છે. વહેમી લોકો માને છે કે અશ્વત્થામાં હજીયે જીવે અને ડુંગર ઉપર ફરતા દેખાય છે. આ ડુંગરમાં પશ્ચિમે દામોદરજીનું મંદિર છે. આ આ મંદિરને ફરતે કેટ છે અને કુંડમાંથી મંદિર તરફ જવા માટે પગથિયાં છે. આ કોટ અને પગથિયાં દીવાન અમરજીએ બંધાવેલાં છે. આજે જે મંદિર છે તેની પશ્ચિમે રેવતીકુંડ નામને નાને કુંડ છે, ત્યાં વિકમ સંવત ૧૪૭૩ નો લેખ છે.
એટલે આ મંદિર ૧૫ મા શતકથી વધુ જૂનું નથી. પણ એમાં જે મૂર્તિ છે તે કંદગુપ્તના સમયમાં ઈ. સ. ના ૫ મા શતકમાં સુદર્શન તળાવના કિનારે બંધાયેલા વિષ્ણુમંદિરમાંની પ્રાચીન મૂર્તિ હોવાને સંભવ છે. દીવાન અમરજીએ જ્યારે આ મંદિરને જીર્ણોદ્ધાર કર્યો ત્યારે કેટ બાંધવા માટે ખોદકામ કરતાં કેટલીક મૂર્તિઓ મળી આવી હતી અને તેમાંથી એક મંદિરમાં પધરાવવામાં આવી હતી. બીજી બે મૂર્તિઓ બળદેવ અને રેવતીનાં મંદિરમાં મૂકવામાં આવી છે. દામોદર મંદિરના એક થાંભલા ઉપર ગુપ્તસમયનું કોતરકામ છે. આ દામોદર કુંડ પાસે મહાપ્રભુજીની બેઠક છે. તેમાં દીવાલમાં એક લેખ મળી આવ્યું છે. જયસિંહ ચૂડાસમાના સેનાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com