________________
જૂનાગઢ
અને વિવિધ જાતની પૂજાથી માન આપે છે. આ બધા પન્થોનાં સારભૂત તની વૃદ્ધિના જેવાં બીજા
એકે દાન અગર પૂજા માનતા નથી. ક તન વૃદ્ધિ બહુ જાતની (હાય છે.) ડ પણ તેનું મૂળ બલવામાં સંભાળ એ છે. (એટલે
કે) પ્રસંગ વગર પોતાના પન્થની પ્રશંસા અગર બીજાના પન્થની નિંદા ઉદ્દભવે નહિ અને પ્રસંગે પણ તે પ્રમાણસર થાય. ઈ દરેક પ્રકરણમાં બીજાના પન્થને માન આપવું જોઈએ. ફ એમ કરે છે તે પન્થની વૃદ્ધિ કરે છે અને બીજાના
પન્થના ઉપર ઉપકાર કરે છે. ગ પણ જે અન્યથા વર્તે તે પિતાના પન્થને ધકકો
પહોંચાડે છે અને બીજાના પન્થની ઉપર પણ
અપકાર કરે છે. હ કારણ કે જે પિતાના પન્થને પૂજે છે અને બીજાના પન્થને નિદે છે અને તે બધું પોતાના પન્થ તરફની ભક્તિને લીધે એટલે કે પિતાને પન્થ કીતિ પામે તેવા હેતુથી તે તેમ કરવાથી પિતાના પન્થને ઘણે
દરજજે નુકસાન પહોંચાડે છે. ઈ તેટલા માટે સલાહસંપ જ કલ્યાણકારક છે. એટલે કે
એકબીજાને ધર્મ સાંભળે અને ધર્મની આજ્ઞા પાળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com