________________
૫૦
જૂનાગઢ
માત્ર ગુજરાતના જ ઇતિહાસમાં નહીં, દુનિયાભરના ઇતિહાસમાં જૂનાગઢનું સ્થાન એક રીતે વિશિષ્ટ છે. અઢી હજાર વર્ષ સુધી જે નગરના ઇતિહાસ સળંગ મળતા હોય એવાં નગરો બહુ થોડાં છે. તેમાં પણ આટલેા વિગતપૂર્ણ અને સ્પષ્ટ ઇતિહાસ તેા કદાચ ખીજાં કાઈ નગરના મળતા નથી. ખૌદ્ધ, જૈન અને વૈદિક પર′પરાઓનુ` કેન્દ્ર આ નગરમાં રહ્યું છે. એક મહત્ત્વનું શાક્તપીઠ અહી રહ્યું છે અને શૈવ સ'પ્રદાયનું કેન્દ્ર પણ ત્યાં રહ્યું છે. ભકિત સ'પ્રદાયમાં જેમને ખૂબ મહત્ત્વ અપાયું છે તે તે નરસિહ મહેતા અહી થઈ ગયા છે. પીર જમિયલ શાહ દાતાર જેવા ઈસ્લામી આલિયાનુ અહી પ્રવૃત્તિકેન્દ્ર રહ્યું છે. ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજી, શ્યામજી કૃષ્ણ વર્મા અને એવા બીજા અર્વાચીન યુગના અગ્રેસરાએ અહીં પ્રવૃત્તિ કરી છે. ન`ઢના સમેાવડિયા મણિશ'કર કીકાણી જેવા સમાજસુધારકાએ આ નગરમાં વસીને અર્વાચીન યુગના પ્રાર‘ભમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. નવા ગુજરાતનું ઘડતર કરનારા સખ્યાખધ સ્નાતકે જૂનાગઢની બહાઉદ્દીન કાલેજે આપ્યા છે. સ્વાત’ત્ર્યસંગ્રામના અનેક અગ્રેસરે જૂનાગઢ આપ્યા છે. પ્રાચીનકાળે, મધ્યયુગે અને અર્વાચીન યુગે જૂનાગઢનેા ઇતિહાસ જેમ યશસ્વી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com