________________
જૂનાગઢ
રહેતે. એ વણિક એક ઘરમાં રને ભરીને તેને સળગાવી દઈ અગ્નિનું તર્પણ કરતા અને તેથી એક વખત આખા નગરને આગ લાગી હતી એવી એક કથા આવશ્યક ચૂર્ણોમાં છે. બીજી પણ કેટલીક કથાઓ છે.
રુદ્રદામા પછી લગભગ બાવીસ ક્ષત્રપ રાજાએ થઈ ગયા, એમના સમયમાં રાજ્ય મેટું થતું ગયું અને એ આખા રાજ્યનું પાટનગર ગિરિનગર રહ્યું. અવન્તી, અનૂપ, આનર્તા–સુરાષ્ટ્ર, સ્વભ્ર, મરુ, કચ્છ, સિંધુ, સૌવીર, કુકુર, અપરાન્ત, નિષાદ વગેરે દેશે આ મહારાજ્યમાં સ્થાન પામતા હતા. દક્ષિણમાં દૂર સુધી ગિરિનગરની આણ વર્તતી હતી.
ગુપ્તવંશના ચંદ્રગુપ્ત બીજાએ ગુસ્તાની સત્તા તોડી પાડી. પછી પશ્ચિમ ભારતને બધે પ્રદેશ ગુપ્તાના શાસન નીચે ગયે. પણ એ સમયમાંયે ગુજરાતની રાજધાની તે ગિરિનગરમાં જ રહી હતી. આગળ આપણે જે બે મહત્ત્વના શિલાલેખને ઉલ્લેખ કર્યો છે એ શિલાલેખે જે ખડક ઉપર છે તેના ઉપર ત્રીજે મહત્ત્વને શિલાલેખ ગુપ્તકાળને છે. એ ગુપ્ત સંવત ૧૩૫ ને છે એટલે કે ઈ. સ. ૪૫૭–૧૮ છે. અતિવૃષ્ટિ, સુદર્શનને નાશ અને તેને પુનરુદ્ધાર એ આ લેકને વિષય છે. એગણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com