________________
જૂનાગઢ
જૂના જમાનાની મજબૂત દીવાલા તેમજ કાઠાઓના અવશેષો મળી આવ્યા હતા. એટલે ઉપરકેટના કિલ્લામાં અદર એક નાના કિલ્લા જૂના સમયમાં હશે એમ લાગે છે. કૂવા જેવા દાણાના કાટાર પણ મળી આવ્યા છે. કિલ્લાને ઘેરા નાખવામાં આવે ત્યારે ઉપયેાગમાં આવે એ હેતુથી અહીં અનાજના સંગ્રહ થતા હશે. ખાદ્યકામમાં અશેાકની તેરમી આજ્ઞા કેાતરેલી એક શિલા મળી છે, કેટલીક પ્રાચીન મૂર્તિએ મળી છે. જૂના જમાનાનાં ધાતુનાં વાસણા મળ્યાં છે. એક ગુપ્તલિપિમાં કેતરાયેલા પથરા મળ્યા છે. પુરાતત્ત્વિવંદાએ આ બધાને અભ્યાસ કરીને એવી અટકળ કરી છે કે મૌર્ય અને ગુપ્તકાળમાં અહી મદિરા, ઔદ્ધવિહારા વગેરે કદાચ હશે. ગુપ્ત સમયના અંત પછી આ બધાના નાશ થયા હશે અને એ જ સ્થળે ચૂડાસમાએએ કિલ્લે મધાન્યા હશે.
ઉપરકોટમાં ત્રણ તાપે છે. કડાનાળ, નિલમ અને માણેક એવાં તેનાં નામ છે. એ બધી તાપે ઉપર અરખી લિપિમાં કાતરાયેલા લેખા છે. આ તાપે ગુજરાતના સુલતાન બહાદુરશાહના સમયની એટલે ઈ. સ. ૧૫૩૦ આસપાસની જણાય છે. લગભગ ૧૮ મી સદીના અંત સુધી આ તાપે ઉપયેાગમાં આવતી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
G
www.umaragyanbhandar.com