Book Title: Junagadh
Author(s): Dhanvant Oza
Publisher: Navchetan Prakashan Gruh

View full book text
Previous | Next

Page 47
________________ ૪૬ જુનાગઢ હતા. એમના જીવનમાં મુખ્ય રસ કૂતરાંઓને પાળવાના હતા. એ કૂતરાંએને એ રાજવ'શીએની જેમ રાખતા હતા. ૧૯૪૭ના મે માં જૂનાગઢના દીવાન તરીકે સિધના એક આગેવાન મુસ્લિમ લીગી નેતા શાહનવાઝ ભુટ્ટો આવ્યા હતા. એ ઇતિહાસના પ્રવાહને પિછાનતા ન હતા. એમણે જ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડયું હતું. આને પરિણામે કટોકટીની પરિસ્થિતિ સાઈ. ભારતે આ જોડાણને વિરોધ કર્યો, તાપણુ પાકિસ્તાને એ જોડાણ મંજૂર રાખ્યું. સરદાર સૌરાષ્ટ્રમાં પાકિસ્તાનના પગઢડા જામે એ સહન કરવા તૈયાર ન હતા. ૧૯૪૭ના સપ્ટેમ્બરની સત્તરમી તારીખે જૂનાગઢની સરહદ ઉપર ભારતીય સેના ગેાઠવી દેવામાં આવી. અઢારમી તારીખે શ્રી વી. પી. મેનન જૂનાગઢ ગયા. એમના હેતુ નવાખને વાસ્તવિકતાનું ભાન કરાવવાના હતા. એ નવાખને તેા ન મળી શકયા. દીવાનને મળ્યા. દીવાને એમને કહ્યું કે જે કંઈ વાત કરવી હોય તે પાકિસ્તાનની સરકાર સાથે જ કરવી જોઈ એ. શ્રી મેનન માણાવદરના ખાનને પણ મળ્યા. એમણે પેાતાના રાજ્યનું જોડાણ પાકિસ્તાન સાથે કર્યું. હતું. એમણે શ્રી મેનનની વાત ન સાંભળી. માંગરોળના શેખસાહેબ જુદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54