________________
જૂનાગઢ
આ જાહેરાત સાંભળીને દેશભરમાં સનસનાટી વ્યાપી ગઈ સૌરાષ્ટ્રની પ્રજાને તે એને પરિણામે ભારે આઘાત થયે. જૂનાગઢ દરિયાકાંઠા ઉપર આવેલું અને સૌરાષ્ટ્ર સાથે આર્થિક, સામાજિક અને માનવવંશવિષયક દૃષ્ટિએ અખંડ રીતે જોડાયેલું રાજ્ય હતું. તેની પ્રજામાં એંસી ટકાથી વધુ હિન્દુઓ હતા. એની હકૂમતમાં પ્રસિદ્ધ સેમનાથનું દેવાલય હતું અને બીજા સંખ્યાબંધ હિન્દુ અને જૈન તીર્થ સ્થાને હતાં. એને મુલક ભારત સાથે જોડાયેલાં અનેક રાજ્ય સાથે ફૂલગૂંથણની જેમ જેડાયેલ હતું. એટલે જે જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાય તે વેપાર અને વાહનવ્યવહારની દષ્ટિએ અનેક ગૂંચ ઊભી થાય. જૂનાગઢને પાકિસ્તાન સાથે સીધી રીતે જોડનાર કોઈ ભૌગોલિક તત્ત્વ ન હતું. દરિયામાગે પાકિસ્તાન ત્યાંથી ત્રણ માઈલ દૂર હતું.
વળી જૂનાગઢના નવાબની મહત્ત્વાકાંક્ષાઓ મેટી હતી. માંગરોળ, માણાવદર, બાંટવા, સરદારગઢ અને બાબરિયાવાડનાં નાનાં રાજ્ય ઉપર એ સાર્વભૌમત્વ માગતા હતા. પાકિસ્તાનના શાસકેની અવળી સલાહને તે અનુસરતા હતા. રાજ્યવહીવટમાં એ નવાબ રસ લેતા નહીં. એ વિચિત્ર મિજાજવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com