Book Title: Junagadh
Author(s): Dhanvant Oza
Publisher: Navchetan Prakashan Gruh

View full book text
Previous | Next

Page 49
________________ નાગઢ વિમાનમાગે નાસી ગયા. એ પેાતાની સાથે પેાતાનું કુટુંબ, પેાતાનાં માનીતાં કૂતરાંઓ અને રાજ્યની તિજોરીમાંથી લગભગ એક કરોડ રૂપિયાની સરકારી અનામતા લઈ ગયા હતા. ૪ એ દિવસ પછી તેા દીવાને કાયદે આઝમ ઝીણાને લખી નાખ્યુ કે, રાજ્યમાંના મુસલમાને પાકિસ્તાનને સાથ આપવા તૈયાર નથી. મુસલમાન આગેવાને એ દીવાનને સલાહ આપી કે એમણે અથડામણ કરવી નહીં. સાતમી નવેમ્બરે દીવાનને સ્પષ્ટ દેખાઈ ગયું કે પેાતાના માટે રાજ્યવહીવટ ચલાવવાનું શકય નથી. એમણે ભારત સરકારને રાજ્યના વહીવટ સંભાળી લેવા વિનંતી કરી. ભારત સરકાર વહીવટ સભાળે તે પહેલાં તે। દીવાન પાકિસ્તાન તરફ રવાના થઈ ગયા હતા. નવેમ્બરમાં રાજકોટના પ્રાદેશિક કમિશનરે જૂનાગઢને કમજો સ'ભાળી લીધેા. આ પછી થેાડા જ સમયમાં લેાકમત લેવામાં આવ્યા હતા. તેમાં એક લાખ નેવુ' હજાર આઠસા સિત્તર મત ભારતને પક્ષે પડયા હતા અને માત્ર એકાણું મત પાકિસ્તાનને પક્ષે પડચા હતા. આ પછી જૂનાગઢ રાજ્યને એકવહીવટદાર નીચે મૂકવામાં આવ્યું હતું. એ વહીવટદારને સલાહ આપવા શ્રી શામળદાસ ગાંધી સહિત ત્રણ સભ્યાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54