________________
જૂનાગઢ
નવમા શતકના અંતે વામનસ્થલીમાં ચૂડાસમાઓનું રાજ્ય સ્થપાયું હતું.
ચૂડાસમા વંશના સ્થાપકના પૌત્રને પૌત્ર રા'ગ્રહરિપુ ઈ. સ. ૯૪૦ થી ૯૮૨ સુધી જૂનાગઢની ગાદી ઉપર હતો. એને સમયથી ચૂડાસમાએ અને અણહિલપુર પાટણના સોલંકીએ વચ્ચે વારંવાર વિગ્રહ થતા રહ્યા હતા. પણ એક અથવા બીજા સ્વરૂપે ચૂડાસમાઓનું રાજ્ય ટકી રહ્યું હતું. ગુજરાતની સ્વતંત્ર સલ્તનત સ્થપાઈ એ પછી ઈ. સ. ૧૪૭૨ માં ચૂડાસમાઓના રાજ્યને અંત આવ્યે. ચૂડાસમાઓના સમયમાં જ ઉપરકેટના નામથી ઓળખાતે કિલ્લે અસ્તિત્વમાં આવ્યું લાગે છે. એ કિલ્લે મૂળરાજના સમયથી દીવાન અમરજીના સમય સુધી લડાઇના પ્રસંગે જૂનાગઢના રાજાઓને ઘેરાના પ્રસંગે રક્ષણ આપતે રહ્યો છે. વારંવાર એનો જીર્ણોદ્ધાર થયે હશે એમ લાગે છે.
એક મજબૂત ઊંચા ખડક ઉપર આ કિલ્લે બાંધવામાં આવ્યું છે. મિરાતે અહમદી જણાવે છે કે, ઉપરકોટના કિલાને ત્રણ દરવાજ છે પણ અત્યારે તે એને બે જ દરવાજા છે. ઉપરકેટમાં સૌથી છેલી રચના પાણીની ટાંકીઓના બાંધકામની થઈ હતી. ટાંકીઓ બાંધવા માટે ખેદકામ થયું ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com