________________
જાનાગઢ
ખૂબ “આબાદ હતે. ચીની પ્રવાસી હ્યુ-એન-સાંગ ઈ. સ.ના ૭ મા શતકમાં આવ્યું હતું. તેણે એ કાળના સૌરાષ્ટ્રનું વર્ણન આપ્યું છે. આ કાળમાં ગિરિનગર વલભીના રાજ્યકર્તાઓના શાસનમાં હતું. વલભીને નાશ થયો ત્યારે ગિરિનગરને સૂબો સ્વતંત્ર થઈ ગયું અને તેણે ચૂડાસમા વંશને આરંભ કર્યો એવી એક અટકળ કેટલાક ઈતિહાસકારોએ કરી છે; પણ વધુ સંભવ તે એ છે કે ચૂડાસમાએ વલભીના સૂબાના વંશજ પાસેથી ગિરિનગર લઈ લીધું હોય.
ગિરિનગરમાંથી જૂનાગઢ નામ કેવી રીતે થયું હશે તેને અંગે અહીં વિચાર કરી લેવું યોગ્ય છે. ચૂડાસમાઓના શાસનકાળમાં જ જૂનાગઢ નામ પ્રચલિત બન્યું છે એટલે ચૂડાસમાઓના ઈતિહાસની વાત કરીએ તે પહેલાં આ વિચારણા કરી લેવી ઉચિત છે.
એક વાત તે ચોક્કસ દેખાય છે કે પ્રાચીન ગિરિનગરના સ્થાને અથવા તેની નજીક આજનું જૂનાગઢ વસેલું છે. પ્રાચીન નગરના અવશેષ, ઉપર અથવા તેની નજીક નવાં નગરે વસે એવી પરંપરા તે ઘણું જાણીતી છે. વધુ ખેદકામ થશે. ત્યારે આપણને આ અંગે વધુ પુરાવા મળશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com