________________
૩૨
જૂનાગઢ
ચાલીસ શ્લોકના એક સુંદર કાવ્યમાં આ લેખ છે. એ લેખનું શીર્ષક “સુદર્શનતટાકસંસ્કાર ગ્રંથરચના” એવું છે.
આ લેખની શેપ જેમ્સ પ્રિન્સેપે ઈ. સ. ૧૮૩૮ માં પ્રસિદ્ધ કરી હતી. ડો. ભગવાનલાલ ઈન્દ્રજીએ કપડાં પર તેની છાપ ઉતારી હતી અને તે શિલાછાપમાં છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ લેખમાં ગિરિનગરનું વર્ણન પણ છે. એ લેખ જોતાં લાગે છે કે એ શહેર પર્વતની તળેટીમાં જ હોવું જોઈએ. આ લેખનું લખાણ દસ ફૂટ પહોળી અને સાત ફૂટ ત્રણ ઇંચ ઊંચી જગ્યામાં છે. લેખના પ્રથમ ભાગમાં ગુપ્ત રાજા સ્કંદગુપ્તનું વર્ણન છે. પછી ભગવાન વિષ્ણુની સ્તુતિ છે. એ પછી રાજયકર્તાઓની પ્રશંસા છે. પછી સ્કંદગુપ્ત સુરાષ્ટ્રને વહીવટ કરવા નીમેલા અધિકારી પર્ણદત્તને પરિચય છે. પર્ણદત્ત આ નગરનો વહીવટ કરવા પોતાના પુત્ર ચકપાલિતને નીમ્યું હતું એ ઉલ્લેખ એમાં છે. ઈ. સ. ૪૫૫–૫૬ માં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સુદર્શન તળાવ અતિવૃષ્ટિને લીધે તૂટી ગયેલું અને ચક્રપાલિતના હુકમથી ઈ. સ. ૪પ૬-૧૭ માં તેનું સમારકામ થયું એ હકીકત તેમાં નોંધવામાં આવી છે.
આમ આ ખડક ઉપરના લેખાએ આ નગરના જીવનની કથા સાચવી છે. ગુજરાતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com