________________
નાગઢ
શ્રી કૃષ્ણના ને ચંદ્રગુપ્તના વારાનું પ્રાચીન શહેર છે. આપણું આદિ કવિ નરસિંહ મહેતા ત્યાં થયા; ઇતિહાસ જાણીતી સતી રાણકદેવડી જૂનાગઢની રાણી હતી. પાસે ગિરનારની પર્વતમાળ છે તે ગોળીરૂપે ગોળાકાર છે, ને વચ્ચે રવૈયા જેવું ગિરનારનું શિખર છે. એટલે પ્રાચીન કાળમાં ગિરનારને રેવત (રવૈયે) – રેવતાચળ કહેતા. રેવતના રાજાની કુંવરી રેવતીજી શ્રી કૃષ્ણના વડિલ ભાઈ બળરામને પરણાવ્યાં હતાં. સોરઠનાં સપાટ મેદાનેમાંથી ઊચે હલે છે તેથી ગિરનારને ઉજીયન પણ કહે છે. સામે દાતારની ટેકરી ઉપર જમિયલ પીરની જગા છે. ગિરનાર ઉપર દત્તાત્રીનાં પગલાં છે, જૈનોનાં દહેરાસરે છે. ગિરનારમાં સિંહ રમે છે, તે સિંહેના સંગાથી વેગીઓ રમતા. હમણું હમણું સિંહે ઓછા થયા છે, ને યેગી દેખાતા નથી. સુવર્ણગંગા–સેનરખ નદી ગિરનારમાંથી નીકળી જૂનાગઢ કને થઈ વહે છે, એમાંથી સોનાની કણિકાઓ જડતી. સોનરેખને બાંધીને મહારાજ ચંદ્રગુપ્તના સૂબાએ સુદર્શન સરોવર બંધાવ્યું હતું. સુદર્શનની પાળે અશોક મહારાજે શિલાલેખ કોતરાવ્યું હતું. આજે સુદર્શનને સ્થાને દામેકુંડ છે, ને શિલાલેખની મારગમાં મોટી શિલા પડેલી છે. પાસે રાખેંગારના ઉપરકેટનાં ખડર છે. જુના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com