________________
૨૮
જૂનાગઢ એ ક્ષત્રપોમાં મહાક્ષત્રપ રુદ્રદામા આવ્યો. તેનું વર્ણન આ લેખમાં છે. તેમાં કહ્યું છે: “તેનામાં રાજલક્ષ્મી ધારણ કરવાના ગુણને જોઈને સર્વે વર્ણોએ જઈને રક્ષણ માટે તેની “પતિ એટલે પાલક તરીકે વરણું કરી. આ રાજાએ પુરુષવધ ન કરવાની પ્રતિજ્ઞા કરી હતી, અને તે પાળી હતી. તેણે સામે આવેલા સમેવડિયા શત્રુને પ્રહાર કરવાનું ન ચૂક્યા છતાં કરુણ બતાવી હતી.” રુદ્રદામાએ વ્યાકરણ, અર્થશાસ્ત્ર, સંગીત, ન્યાય વગેરે મહાન વિદ્યાએ મેળવી હતી. અશ્વચર્યા, ગરચર્યા, રથચર્યા અને ઢાલ-તલવાર તેમજ બાહુયુદ્ધમાં તેણે પ્રાવિય મેળવ્યું હતું એ ઉલ્લેખ આ લેખમાં છે.
- ઈ. સ. ૧૫૦માં એટલે શક સંવત બોતેરના માગશર વદ ૧ ને દિવસે ગિરિનગરમાં અતિવૃષ્ટિ થઈ. પરિણામે બધે જાણે મહાસાગર હોય એવાં પાણી ભરાઈ ગયાં. સુવર્ણ સિક્તા, પલાશિની વગેરે નદીઓમાં પૂર આવ્યાં અને સુદર્શન તળાવને બંધ તૂટી ગયો. તેથી તળાવ ખુલ્લું થઈ ગયું. તળાવનું બધું પાણી વહી ગયું. પ્રજામાં નિરાશા વ્યાપી ગઈ. ત્યારે પલ્લવ સુવિશાખે બંધ બંધાયે.
આ સુવિશાખને પરિચય લેખમાં આપવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યું છેઃ “આ અધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com