Book Title: Junagadh
Author(s): Dhanvant Oza
Publisher: Navchetan Prakashan Gruh

View full book text
Previous | Next

Page 12
________________ . જાનાગઢ ૧૧ શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી માને છે કે રેવતક પર્વતની તળેટીમાં કુશસ્થળી વસ્યું હશે પછી એ જ સ્થાન ઉપર દ્વારકા વસ્યું હશે એવું અનુમાન એ કરે છે. એટલે કે આજનું જૂનાગઢ જે સ્થાન ઉપર છે ત્યાં અથવા તેની નજીક કૃષ્ણનું દ્વારકા વસ્યું હશે એમ એ માને છે. વેદના સમયમાં આજે જ્યાં ગુજરાત છે ત્યાં જગલે હતાં. એ પછી તે આ પ્રદેશમાં સ્થળ-જળના અનેક ફેરફાર થયા હશે. એ કાળે વસાહતે તે સાગરતીરે હશે. અંદરના પ્રદેશમાં આદિવાસીઓ વસતા હશે. એવા પ્રાચીનકાળમાં રેવતાચળની તળેટીમાં સૌથી પ્રથમ કુશસ્થળી વસ્યું હશે. અને એ જ સ્થાન ઉપર યાદવેએ આવીને દ્વારકા વસાવ્યું હશે એવી એમની અટકળ છે. લગભગ આ જ અરસામાં સાગરકાંઠે પ્રભાસ પાટણ વસ્યું હશે. શ્રી કૃષ્ણના દેહોત્સર્ગ પછી જે કાબાઓએ કૃષ્ણની સ્ત્રીઓનું હરણ કર્યું હતું એ કાબાએ મૂળ તે યાદવવંશના જ હોય એ સંભવ છે. ગિરનારની તળેટીને પ્રદેશ એ પ્રાચીન કાળમાં પણ ફળદ્રુપ તે હતું જ. એટલે લાંબા સમય સુધી એ સ્થળ ઉજજડ તે ન રહે. નંદેના અને મૌના યુગમાં આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54