Book Title: Junagadh
Author(s): Dhanvant Oza
Publisher: Navchetan Prakashan Gruh

View full book text
Previous | Next

Page 9
________________ જૂનાગઢ નર્મદે “ગુજરાત સર્વસંગ્રહમાં તેને વિશે નીચેની નોંધ આપી છે: જુનાગઢ શહેર ઘણું પુરાતન છે. એનું જૂનું નામ જીર્ણદુગ હતું. એ ગુપ્ત રાજાઓના હાથમાં હતું ત્યાર પછી ચુડાસમાના હાથમાં ગયું. એ ચુડાસમા રાજાઓમાં સૌથી પ્રખ્યાત ને છેલ્લે રાજા રામંડળિક હતું. તેના ઉપર અમદાવાદને બાદશાહ સુલતાન મહમદ ચઢી આવ્યા ને જુનાગઢ લઈ પિતાના રાજમાં જોડી દીધું ત્યારથી તે અમદાવાદના રાજની પડતી થઈ ત્યાં સુધી જુનાગઢને રાજકારભાર અમદાવાદથી નિમાઈ આવતા મુસલમાન થાણદારે ચલાવતા. પછીથી અમદાવાદમાં દિલ્હીથી નીમાઈ આવતા સુબા રાજકારભાર કરતા ને જુનાગઢમાં દિલ્હીથી નિમાતા ફોજદાર કારભાર કરતા. સૌથી છેલ્લે ફોજદાર શેરખાન બાબી હતા. એ ૧૭૪૮ માં નવાબ એ ખિતાબ તથા બહાદુરખાન એ નામ ધારી સ્વતંત્રપણે રાજ્ય કરવા લાગ્યું. જોવાલાયક જગામાં નવાબને મહેલ, જમાદાર સાલેહ હિંદીનું મકાન, શેખ બાહઉદ્દીનનું મકાન, મેહબતક, ઇસ્પિતાલ અથવા દરબારી મકાને છે.” કવિવર ન્હાનાલાલે જૂનાગઢને પરિચય આપતાં લખ્યું છે: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54