________________
[૨૫]
પ્રમાણશાસ્ત્રોનું અધ્યયન કરાવ્યું હતું. ત્યાર પછી નગરમાં સુવિહિત સાધુઓના ઉપાશ્રયો થયા હતા. આ શાંતિસૂરિએ ઉત્તરાધ્યયન સૂત્રની ટીકા વાદીરૂપી નાગેન્દ્રોને વશ કરવામાં નાગદમની જેવી રચી હતી, જેમાં સ્થાપન કરેલ “સ્ત્રી-નિર્વાણ અધિકારના બેલથી મુનિચન્દ્રસૂરિના શિષ્ય દવસરિજીએ સિદ્ધરાજની રાજ-સભામાં વાદમાં દિગંબરે પર વિજય મેળવ્યો હતો,
માળવામાં કવિ ધનપાલે ધર્મ નામના વાદી પર વિજય મેળવતાં, શાન્તિસૂરિની પ્રશંસા કરતાં તે વાદી પત્તન(પાટણ) ગ હતો અને ત્યાં થારાપદ્ર મહાશ્ચત્યની સમીપમાં રહેલા શાન્તિસૂરિજીની વિદ્વતાથી પ્રસન્ન થયે હતો, તેમ જ સૂરિજીએ દ્રવિડ દેશીય વાદીને, તેની સામે ભીંત પરના ઘેડાને બેલ કરી ચમત્કારી રીતે પરાસ્ત કર્યો હતો. થારાપદ્રપુર (થરાદ)માં નાગિનીદેવીને પ્રભાવિત કરી હતી. સૂરિજીએ પોતાનો અન્તકાલ સમીપ જાણી ૩૨ શિષ્યોમાંથી (૧) વીરસૂરિ, (૨) શાલિભદ્રસૂરિ અને (૩) સર્વદેવસૂરિ એ ત્રણ શિષ્યને સૂરિપદે સ્થાપ્યા હતા. વીરસુરિની શિષ્યસન્તતિ ન હતી, રાજપુરિ ગામમાં તેમનું શાશ્વત શરીર (સ્મારક નેમિજિન છે બીજી બે શાખાઓમાં સંહારક વિદ્વાન સૂરિઓ ચૌદમી સદીમાં–પ્રભાચન્દ્રસૂરિના સમયમાં જણાય છે. શ્રી શાંતિસૂરિજી યશ શ્રાવકના પુત્ર સેહ સાથે અંતમાં ઉજયન્ત અચલ ગિરનાર પધાર્યા હતા. ત્યાં અનશન કરી નેમિજિનનું ધ્યાન ધરતાં, ૨૫ દિવસે, વિક્રમ સંવત ૧૦૯૬ના શુચિ(આષાઢ) માસની શુકલ નવમી ને મંગળવારે કૃત્તિકામાં સમાધિ–પૂર્વક સ્વર્ગવાસી થયા હતા–
“ શ્રીવિઝમવરસતો વર્ષ નતે મguળયત (૨૦૧૬) શુત્તિ-સતિનવમી--રિવાશારિતામો મૂવર્તમ રૂશ”
–જુઓ સિંઘી જૈન ગ્રંથમાળાના ગ્રં ૧૩ તરીકે
ભારતીય વિદ્યાભવન, મુંબઈથી પ્રસિદ્ધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org