________________
[ ૩૪]
" महापुरुषचरित्र प्रा० मु० शलाकापुरुषवृत्तवाच्यं ९२५ वर्षे શીટ્ટાચાર્યે કૃતમ ”
–તથા ત્યાં, તે ગ્રન્થની સ્વ. હું સવિજયજી મહારાજે કરાવેલી નકલનાં અંતિમ પદ્યો દર્શાવ્યાં છે કે
" चउप्पण्णमहापुरिसाण एत्थ चरिय समप्पए एयं ।
सुयदेवयाए पय-कमल-कंति-सोहाणुहावेण ॥ आसि जसुज[ल]जोण्हा-धवलिय-नेव्वुयकुलंबराभोओ। तुहिणकिरणो व्व सूरी इहई सिरि माणदेवो त्ति ॥ सीसेणं तस्स रइयं, सीलायरिएण पायडफुडत्थं । सयल जणबोहणत्थं, पाययभासाए सुपसिद्धं ॥"
–એથી સ્પષ્ટ જણાય છે કે-યશરૂ૫ ઉજજવલ યોનાથી નિર્વતિકુલરૂપી આકાશ-વિસ્તારને ઉજજવલ કરનાર ચન્દ્ર-સમાન થયેલા માનદેવસૂરિના શિષ્ય શીલાચાયે સકળ જનોને બેધ પમાડવા માટે પ્રાકૃતભાષા દ્વારા એ પ૪ મહાપુરુષોનું પ્રકટ ફુટ અર્થવાળું ચરિત રચ્યું હતું, બૂ૦ માં જણાવ્યા પ્રમાણે એ રચના સં. ૯૨૫ માં માન્ય રાખી શકાય, એ જ નિવૃતિ કુલીન શીલાચા ગંભૂતા(ગભૂ)માં રહીને શક સં. ૭૮૪=વિક્રમ સંવત ૯૧૯માં આચારાંગસૂત્રની ટીકા રચી હતી અને એ જ સમયમાં સૂત્રકૃતાંગસૂત્રની ટીકા પણ રચી જણાય છે. એ બંને ટીકામાં વાહરિ સાધુગણિ)નો ઉલ્લેખ મળે છે
અહંદભિષેકવિધિના કર્તાએ પોતાની આ કૃતિમાં પ્રશસ્તિરૂપે કે બીજી રીતે ઉલ્લેખ કરીને ક્યાં ય પિતાને સ્પષ્ટ પરિચય આપ્યો નથીએટલું જ નહિ, પોતાના નામને પણ પ્રકટ નિર્દેશ કર્યો નથી; તાડપત્રીય પ્રતિમાં પાંચે પર્વની પંજિકાના અંતમાં ફક્ત “વાદિવેતાલ–પર્વણિ” જે ઉલ્લેખ મળે છે, પંજિકાકારે પંજિકાના પ્રારંભમાં મૂળકારને વાદિવેતાલ એવા નામથી જ સૂચિત કર્યા છે, તે સાથે “શાન્તિસૂરિ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org